લખાણ પર જાઓ

ચર્ચા:રમેશ પારેખ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ લેખ વિકિપીડિયા કરતા બ્લૉગને અનુરૂપ હોય તેવો વધુ લાગે છે, તેથી તેને મઠારવાની જરૂર છે. ઉ.દા. તરીકે, રમેશ પારેખ એટલે દોમદોમ કવિતાની સાહ્યબીથી રોમરોમ છલકાતો માણસ. રમેશ પારેખ એટલે નખશિખ ગીતોના મોતીઓથી ફાટફાટ થતો સમંદર. રમેશ પારેખ એટલે ગુજરાતી ભાષાનું અણબોટ્યું સૌન્દર્ય. રમેશ પારેખ એટલે લોહીમાં વહેતી કવિતા. રમેશ પારેખ એટલે ‘છ અક્ષરનું નામ’. આ ‘છ અક્ષરનું નામ’ આજે અચાનક અ-ક્ષર થઈ ગયું. સમયના કોઈ ખંડમાં હિંમત નથી કે એના નામ પાછળ ‘હતાં’ લખી શકે. રમેશ પારેખ ‘છે’ હતાં, ‘છે’ છે અને ‘છે’ જ રહેશે !

માંહ્યલો તો શબ્દોથી ફાટફાટ પણ હનુમાનને સાગરલંઘનની ક્ષમતા કયો જામવંત યાદ કરાવે? રજનીકુમાર પંડ્યા અને અનિલ જોશી નામના અંગદ ન મળ્યાં હોત તો રમેશ નામનો હનુમાન શબ્દ-સાગર લાંધી શક્યો હોત કે કેમ એ પ્રશ્ન છે.


મીરાંકાવ્યોમાં ર.પા.ની આધ્યાત્મિક્તા એવી તો સહજતાથી ઊઘડે છે કે કૃષ્ણને પણ અદેખાઈ આવે.વગેરે.

હું અમરેલીનો જ છું અને ર.પા.ને વ્યક્તિગત ઓળખતો હતો, અંગત રીતે તેમના પ્રત્યે મને પૂરતું સન્માન છે પણ અહીં વિકિમાં આ લેખમાં સુધારો કરવાની આવશ્યક્તા હોય તેમ લાગે છે. તેથી નિષ્પક્ષતા ટેગ ધ્યાન ખેંચવા માટે મૂકી છે. સમય મળ્યે હું પણ લેખમાં સુધારો કરીશ અને વિકિને અનુરૂપ થયે નિષ્પક્ષતા ટેગ દૂર કરીશ.--યોગેશ કવીશ્વર (talk) ૨૨:૨૭, ૨૮ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

તમારી સાથે સહમત.--Vyom25 (talk) ૧૦:૨૭, ૨૯ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]