ચર્ચા:શરૂઆત દૈનિક
Appearance
દૂર કરવા અંગે ચર્ચા
[ફેરફાર કરો]ભાઇઓ,
અાપણા વિકિ.ના ધારાધોરણો મુજબ અા લેખ ખરા ઉતરતો નથી. સમાચારપત્રોની શ્રેણીમાં ગુજરાતના મુખ્ય વર્તમાનપત્રો સાથે અા લેખ હતો તેથી ધ્યાન ખેંચાયું.
- અા કોઇ વિકિ.નોંધપાત્ર વર્તમાનપત્ર લાગતું નથી. તે જૂનાગઢનું અેક ચોપાનીયું હોય તેમ લાગ્યું .
- તેની પોતાની વેબસાઈટ કે ઇ-પેપર નથી, વર્ડપ્રેસ પર બ્લોગમાં સાઇટ બનાવી છે https://sharooatdaily.wordpress.com/ તેના પર સમાચારો મૂકે છે. ડોમાઈન નામ પણ પોતાનું નથી, વર્ડપ્રેસનું મફતનું છે.
- સાઇટ જોતાં માલુમ પડ્યું કે માહિતી માત્ર માહિતી ખાતાના સમાચારો મોટા મથાળા સાથે મૂક્યા છે. પ્રમુખ વર્તમાનપત્રોમાં સમાચારોમાં મુખ્ય ઘટનાઓ હોય છે, ચોપાનીયાઓમાં પ્રેસનોટ બેઠેબેઠી હોય છે તેવું અામાં છે.
- અાવા લાખો ચોપાનીયા છે, વિકિ.માં તેને સ્થાન અાપવા લાયક નથી.
- અા લેખ અાઇ.પી. અેડ્રેસથી બનાવાયો છે, વ્યક્તિએ પોતે જ પ્રચાર માટે મૂક્યો હોવાની શક્યતા છે.
--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૦:૦૨, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
- ચોક્કસ દૂર કરી શકાય. વેબસાઇટ વર્ડપ્રેસ.કોમમાં છે તેથી વિકિલાયક નથી જ. --KartikMistry (ચર્ચા) ૧૦:૩૮, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
- પ્રાથમિક રીતે સહમત, પરંતુ સ્થાનિક પ્રબંધકશ્રીનો મત જોઈને આગળ વધીશું.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૩૧, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)