લખાણ પર જાઓ

ચર્ચા:શાપર (વેરાવળ)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

જીતેન્દ્રસિંહજી, આ શાપર (વેરાવળ) અને વેરાવળ (શાપર) બે અલગ અલગ પરંતુ જોડીયા ગામો લાગે છે. આ નવી માહિતી જાણવા મળી. અમે તો આ બધું એકજ સમજતા હતાં.'(GIDC)' આ પણ કૌતુક ગણાય કે બંન્ને ગામો એકબિજાનાં નામથી ઓળખાતા હોય. :-) આભાર.--અશોક મોઢવાડીયા ૧૧:૨૯, ૧ જૂન ૨૦૦૯ (UTC)

શ્રી અશોકભાઈ અને શ્રી ધવલભાઈ...જય માતાજી...સીતારામ...હરે કૃષ્ણ... તમારી વાત સાચી છે કે આવુ સાંભળીને કૌતુક લાગે, પરંતુ આ છે હકીકત. રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે ૮બી રોડ ઉપર રાજકોટથી આશરે ૧૩ કિ.મી.એ શાપર-વેરાવળનું પાટીયું આવેલુ છે. જે પાટીયાથી પશ્ચિમ દિશાએ ૨ કિ.મી. દુર શાપર ગામ આવેલુ છે, તેમજ પાટીયાથી પુર્વ દિશાએ ૨ કિ.મી. દુર વેરાવળ ગામ આવેલુ છે. હવે થયુ એવુકે ઈ.સ.૧૯૯૦ની આસપાસ અહીં ઉધોગો સ્થપાવાનાં શરૂ થયા અને જે આજે તો મોટી જી.આઈ.ડી.સી. તરીકે ઓળખાય છે અને બન્યુ એવુ કે સમગ્ર ભારતમાંથી ધંધા માટે લોકો આવવા લાગ્યા. તેથી કારખાનાઓ એટલા વધ્યા કે આપણે નક્કી ન કરી શકીયે કે શાપર અને વેરાવળ જુદા ગામ છે આપણને એમ જ લાગે કે કોઈ નગરની વચ્ચેથી હાઈવે પસાર થાય છે. બીજુ કે વેરાવળ નામનાં ગામ બીજા પણ છે (સોમનાથ પાસેનું). એટલે આ વેરાવળ ની બાજુમાં શાપર ગામ આવેલુ હોવાથી તેને વેરાવળ (શાપર) કહેવાય છે. અને શાપર નામનાં ગામ તો ઘણા બધા છે. એટલે આ ગામને શાપર (વેરાવળ) કહેવાય છે. અને અત્યારે તો આ બન્ને ગામનીકુલ વસ્તી ૪૫૦૦૦ હજાર કરતા પણ વધી ગઈ છે અને એકાદ બે વર્ષમાં તેને નગરપાલિકાનો દરજ્જો કદાચ મળી જાય તો ના નહી:) વેરાવળનું વર્ષ ૨૦૦૯નું કુલ મતદાન ૨૯૦૦૦ હતું. અહીંની જી.આઈ.ડી.સી.માંથી લગભગ વિશ્વનાં દરેક દેશમાં માલની હેરફેર થતી હોય છે. હવેતો તમને અને ધવલભાઈને આ બન્ને ગામનાં નામનો ભેદ પણ સમજાય ગયો હશે, અને આ સાથે શાપર પાટીયાનો ગુગલનાં નકશાની લીંક પણ મોકલેલ છે. જે જોઈ જશો એટલે વધારે ખ્યાલ આવી જશે. આ ઉપરાંત સમય મળશે એટલે આ બન્ને ગામ વિષેની વધારે માહિતી તેનાં લેખમાં ઉમેરી આપીશ. તો ચાલો, આ તો કથા નહી પણ મોટો કથો થઈ ગયો હોય તેવુ લાગે છે તમને શુ લાગે છે?:):):-)...જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૦૫:૩૬, ૩ જૂન ૨૦૦૯ (UTC)
જીતુભા, શાપર (વેરાવળ)નાં અસ્તિત્વ વિષે તો ખ્યાલ હતો, કેમકે મારો એક મિત્ર રાજકોટમાં રહેતો હતો અને ત્યાં જી.આઇ.ડી.સી.માં કામ કરતો હતો. કદાચ આસપાસનાં ગામડાઓમાં કામ કરતી વખતે હાઇવે પર તે ગામો પાસેથી પસાર થયાનું પણ યાદ છે. પરંતુ આવો ઈતિહાસ ક્યારેય નહોતો જાણ્યો. સુંદર જ્ઞાન આપવા બદલ આભાર.--ધવલચર્ચા/યોગદાન ૦૮:૩૭, ૩ જૂન ૨૦૦૯ (UTC)

શાપર (વેરાવળ) વિશે ચર્ચા શરુ કરો

ચર્ચા શરૂ કરો