ચર્ચા:સંથાલ વિદ્રોહ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સંથાલ, સાંથાલ, સંતાલ કે સાંતાલ?[ફેરફાર કરો]

@Snehrashmi ભાઈ, અંગ્રેજી સ્પેલિંગ પરથી ગુજરાતી શબ્દ પકડવો એ અઘરું કામ છે, હિંદી વિકિમાં પણ સંથાલ વિદ્રોહના નામે લેખ છે. પરંતુ નામમાં કંઈક ગડબડ લાગતાં બંગાળી વિકિપીડિયાનો મૂળ લેખ જોવા ગયો તો ત્યાં সাঁওতাল বিদ্রোহ / সাঁতাল হুল નામો દર્શાવેલાં છે, બંગાળી મૂળાક્ષર ত એ ગુજરાતી ત માટેનો મૂળાક્ષર છે, બંગાળી થ એ ગુજરાતીના થને ઘણો મળતો આવતો અક્ષર છે (থ). આમ આ લેખનું બંગાળી શીર્ષક સાંતાલ વિદ્રોહ હોય એવું લાગે છે. લેખનું ઉદ્ધાટક વાક્ય પણ સાંતાલ વિદ્રોહ કે સાંતાલ હૂલ શબ્દોથી થાય છે (બંગાળીમાં વા/બા એટલે કે/અથવા). જો કે કોઈ ભાષાનાં જાણાકારને પૂછી ને આગળ વધવું સારું. ધવલચર્ચા/યોગદાન ૨૨:૨૧, ૪ જાન્યુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]

@Dsvyas લેખ શીર્ષક બાબતે આપની દ્વિધા અને એ અનુસંધાને આપે કરેલા શોધ-સંશોધન બદલ આભાર. આપની વાત સાચી હોઈ શકે છે. આમ છતાં, હિન્દી વિકિપીડિયા ઉપરાંત ગુજરાતી વિકિ. પરના સંથાલ પરગણા લેખ પરથી તેમજ ગુજરાતી વિશ્વકોશના તે સંબંધના લેખમાં[૧] પણ સંથાલ જાતિ, સંથાલ બળવા તરીકે ઉલ્લેખ જોવા મળે છે. આ ઉપરાંત અન્ય કેટલાંક અખબારી અહેવાલો [૨][૩] ને આધારે લેખના શીર્ષકને હાલ પૂરતું યથાસ્થિતિમાં રાખેલ છે.સ્નેહરશ્મિ (ચર્ચા) ૨૨:૩૫, ૪ જાન્યુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]
સહમત! ધવલચર્ચા/યોગદાન ૧૪:૩૭, ૫ જાન્યુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]