લખાણ પર જાઓ

ચામુંડી હીલ, મૈસુર

વિકિપીડિયામાંથી
ચામુંડી હિલ
ચામુડા દેવી મંદિર - ગોપુરમ
મહિષાસુર દૈત્ય મૂર્તિ

ચામુંડી હીલ એ દક્ષિણ ભારતમાં આવેલા કર્ણાટક રાજ્યના મૈસુર શહેર નજીક પૂર્વ દિશામાં આશરે ૧૩ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. દરિયાઈ સપાટીથી ૧૦૬૩ મીટર જેટલી ઊંચાઈ ધરાવતી આ ટેકરી પર દૈત્ય મહિષાસુરને ચામુંડા દેવીએ માર્યો હોવાથી ટેકરીનું નામ ચામુડા હીલ પાડવામાં આવ્યું છે[] . આસપાસના વિસ્તારમાં એકલો ઉચાંઈ ધરાવતો આ નાનો પર્વત આખા મૈસુર શહેરમાંથી દેખાય છે અને ટેકરી પરથી જ્યારે મૈસુર નગરનો વિસ્તાર અને આસપાસનો પ્રાકૃતિક નજારો જોતાં સુખદ અનુભવ થાય છે. મૈસુર આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે આ એક મહત્વપૂર્ણ આકર્ષણ છે. 

આ ટેકરી પર જવા માટે સડક માર્ગ ઉપલબ્ધ હોવાથી સરળતાથી મુલાકાત લઈ શકાય છે. આ ઉપરાંત નીચેથી ઉપર જવા પગથિયાં પણ બનાવવામાં આવેલ છે. આ રસ્તા પર વચ્ચે નંદીની વિશાળ પ્રતિમા પણ આવે છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Chamundi Hills". મૂળ માંથી 2018-04-14 પર સંગ્રહિત. મેળવેલ 2017-04-15.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]