ચીનુભઈ પટવા
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
ચીનુભાઈ પટવા (ઉપનામ: ફિલસૂફ) એ જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા. તેઓ ગુજરાતી સાહિત્યમાં હળવી શૈલીના લેખો લખનાર કટાર લેખક તરીકે ફિલસૂફ ઉપનામ વડે પ્રસિદ્ધ હતા.
જીવન અને કારકિર્દી
[ફેરફાર કરો]એમનો જન્મ ઈ.સ. ૧૯૧૧માં મુંબઈ મુકામે થયો હતો. એમણે લેખન પ્રવૃતિની શરૂઆત કોલેજકાળથી કરી હતી. 'ચા' ના શોખીન ચીનુભાઈએ ‘ચા પીતાં પીતાં’ની શ્રેણી નવ સૌરાષ્ટ્ર વર્તમાનપત્રમાં શરૂ કરી હતી, આ ઉપરાંત પાનસોપારી, શકુંતલાનું ભૂત, ચાલો સજોડે સુખી થઈએ જેવી કૃતિઓ તેમણે હળવી શૈલીમાં લખી છે. એમણે લખેલા નિબંધોમાં સાંપ્રત સામાજિક અને રાજકીય સમસ્યાઓને વક્રદૃષ્ટીએ અવલોકવાની, એમાં પણ સવિશેષ તો અમદાવાદી સમાજના રંગઢંગ વિશિષ્ટ રીતે આલેખ્યા છે. એમણે અમદાવાદથી મુંબઈ સુધીનો સાયકલ પ્રવાસ, સત્યાગ્રહમાં ભાગ લેવા જેવા અનેક સાહસપૂર્ણ કાર્યો કર્યા હતાં. એમના લેખોમાં તીક્ષ્ણ વ્યવહાર, બુદ્ધિ ઉપરાંત અવળવાણીની ફાવટ છે.
અવસાન
[ફેરફાર કરો]૮ જુલાઈ, ૧૯૬૯ના રોજ તેમનું અવસાન થયું હતું.