લખાણ પર જાઓ

ચુડા રજવાડું

વિકિપીડિયામાંથી

ચુડા (હિંદી: चुड़ा) એ એક નાનું હિંદુ રજવાડું હતું. તેની રાજગાદીના નગર ઉપરથી તેનું નામ પડ્યું હતું. આ ગામ હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાની ચુડા નગરપાલિકા છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

વઢવાણના શ્રી અરજણસિંહજી માધવસિંહજી જ્યારે પહેલાં ઠાકોર શ્રી બન્યા ત્યારે તેમના નાના ભાઈ અભયસિંહજી માધવસિંહજીએ આ રજ્વાડાની સ્થાપના કરી હતી. ઝાલા રજપૂત કુળના રજપૂતો આ રજવાડા હેઠળ ૧૪ ગામને આવરી લેતા ૨૦૨ ચો.કિમી. ક્ષેત્ર પર રાજ કરતા હતાં. ઈ.સ. ૧૯૨૧માં આ રાજ્યની જનસંખ્યા ૧૧,૩૩૩ હતી, અને તેનું ઉત્પાદન ૧,૬૦,૦૦૦ રૂ. હતું.

બ્રિટિશ રાજમાં પૂર્વ કાઠિયાવાડ એજન્સી નીચે આ ગામ તૃતીય કક્ષાનું રજવાડું હતું.[]

૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના દિવસે સ્વતંત્ર ભારતના સૌરાષ્ટ્ર રાજ્યમાં વિલિનીકરણ પામતાં આ રજવાડાનો અસ્ત થયો. આ રાજ્યનું માનધન રૂ. ૫૧,૨૫૦ નક્કી થયું હતું.

ઠાકુર શ્રી

[ફેરફાર કરો]
  • ૧૭૦૭ - ૧૭૪૭ અભયસિંહજી માધવ સિંહજી (અવસાન ૧૭૪૭)
  • ૧૭૪૭ - ૧૭૬૮ રણજીતસિંહજી અભયસિંહજી, (ઉપરના પુત્ર) (અ. ૧૭૬૮)
  • ૧૭૬૮ - ૧૭૮૦ ગજસિંહજી રાયસિંહજી, (ઉપરના પુત્ર)(અ. ૧૭૮૦)
  • ૧૭૮૦ - ૧૮૨૦ હાથીસિંહજી ગજસિંહજી, (ઉપરના પુત્ર)(અ. ૧૮૨૦)
  • ૧૮૨૦ - ૧૮૩૦ અભાસિંહજી હાથીસિંહજી, (ઉપરના પુત્ર)
  • ૧૮૩૦ - ૧૮૫૪ રાયસિંહજી અભાસિંહજી, (ઉપરના પુત્ર)
  • ૨૪ જુલાઈ ૧૮૫૪ - ૧૩ જાન્યુઆરી ૧૯૦૮ બાચરસિંહજી રાયસિંહજી, (ઉપરના પુત્ર) (જ. ૧૮૪૦ - અ. ૧૯૦૮)
  • ૨૨ ફેબ્રુઆરી ૧૯૦૮ - ૨૦ જાન્યુઆરી ૧૯૨૧ જોરાવરસિંહજી બાચરસિંહજી, (ઉપરના પુત્રનો પ્રથમ પુત્ર) (જ. ૧૮૮૬ - અ. ૧૯૨૧)
  • ૨૦ જાન્યુઆરી ૧૯૨૧ - ૧૯૪૭ બહાદુરસિંહજી જોરાવરસિંહજી, (ઉપરના પુત્ર), છેવટના સાશક? (જ. ૧૯૦૯ - અ. ....)
  • ૨૦ જાન્યુઆરી ૧૯૨૦ - ૭ ફેબ્રુઆરી ૧૯૨૯ .... -સગીર
  • ધર્મેન્દ્રસિંહજી બહાદુરસિંહજી, (ઉપરના પુત્ર)
  • ? - ? કૃષ્ણકુમારસિંહજી ધર્મેન્દ્રસિંહજી, બહાદુરસિંહજીનો પુત્ર

૧૯૨૧માં રાજ્યની વસ્તી ૧૧,૩૩૩ હતી.

અર્થતંત્ર અને પરિવહન

[ફેરફાર કરો]

ચુડાની જમીન અત્યંત ફળદ્રુપ હતી અને પાણીની ગુણવત્તા સારી ગણાતી હતી. ભાવનગર-વઢવાણ રેલમાર્ગ પર ચુડા રેલ્વે સ્ટેશન આવેલું હતું.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૪૦૭–૪૦૮.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા પ્રકાશન Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૪૦૭–૪૦૮. માંથી માહિતી ધરાવે છે.