ચુનીલાલ શાહ
Appearance
ચુનીલાલ શાહ | |
---|---|
જન્મનું નામ | ચુનીલાલ શાહ |
જન્મ | ચુનીલાલ વર્ધમાન શાહ 2 May 1887 વઢવાણ, ગુજરાત |
મૃત્યુ | 12 May 1966 | (ઉંમર 79)
ઉપનામ | સાહિત્યપ્રિય |
નોંધપાત્ર પુરસ્કારો | રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૩૭) |
ચુનીલાલ વર્ધમાન શાહ (ઉપનામ: સાહિત્યપ્રિય) (૨ મે ૧૮૮૭ – ૧૨ મે ૧૯૬૬) ગુજરાતી સાહિત્યકાર અને પત્રકાર હતા. તેમનો જન્મ વઢવાણ ખાતે થયો હતો. વ્યવસાયે તેઓ રાજસ્થાન અને જૈનોદય સામાયિકોના સંપાદક હતા. તેમણે અખંડ આનંદનું સંપાદન કરેલું અને પ્રજાબંધુ સાપ્તાહિકના સહતંત્રી હતા.[૧] ૧૯૩૭માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો.
સર્જન
[ફેરફાર કરો]નવલકથા
[ફેરફાર કરો]- પ્રમોદા અથવા દિલેર દિલારામ (૧૯૦૭)
- ધારાનગરીનો મુંજ (૧૯૧૧)
- ચાણક્ય અને ચંદ્રગુપ્ત
- નોકરીનો ઉમેદવાર (૧૯૧૪)
- કર્તવ્ય કૌમુદી (૧૯૧૫)
- પાટણની પડતીનો પારંભ (૧૯૧૫)
- ન્યાયના મૂળમાં નીતિ (૧૯૧૬)
- મૂળરાજ સોલંકી (૧૯૨૦)
- રૂપમતી (૧૯૪૧)
- વિષચક્ર(૧૯૪૬)
- કંટક છયો પંથ (૧૯૬૩) (બૃહદ નવલકથા)
- જિગર અને અમી (૧૯૪૪)
નાટકો
[ફેરફાર કરો]- ચાંપરાજ હાંડો (૧૯૦૬)
- દેવકીનંદન (૧૮૫૮)
- સાક્ષર મહાશય (૧૯૬૪)
નવલિકા સંગ્રહ
[ફેરફાર કરો]- વર્ષા અને બીજી વાતો (૧૯૫૪)
ચરિત્ર સંગ્રહ
[ફેરફાર કરો]- ધરતીને ખોળે (૧૯૪૪)
બાળસાહિત્ય
[ફેરફાર કરો]- હૈયાનું ધામ (૧૯૬૩)
સમીક્ષા
[ફેરફાર કરો]- ૧૯૩૦-૩૧ના ગ્રંથસ્થ વાડ્મય
અનુવાદ
[ફેરફાર કરો]- હૈયાની થાપણ (૧૯૫૬)
- ભોળો ખેડૂત (૧૯૫૬)
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ કચોટ, ડો. સંજય (2014-10-10). ગુજરાતી પત્રકારત્વનું સાહિત્યિક અને સામાજીક પ્રદાન. RED'SHINE Publication. Inc. ISBN 9789384190125.
આ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |