ચોળા

વિકિપીડિયામાંથી

ચોળા
Black-eyed peas
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
Order: Fabales
Family: Fabaceae
Genus: 'Vigna'
Species: ''V. unguiculata''
દ્વિનામી નામ
Vigna unguiculata
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ

Vigna sinensis

ચોળાના દાણા

ચોળા એ ગુજરાતી રસોઈમાં જાણીતું કઠોળ છે. તેને અંગ્રેજીમાં કાઉ પી (cowpea = ગાય વટાણા) કહે છે. તેનું શાસ્ત્રીઅ નામ વિગ્ના ઉઙીક્યુલાટા (Vigna unguiculata) છે

ચોળા એ મધ્યમ શુષ્ક આબોહવા ધરાવતા ક્ષેત્રો જેમકે એશિયા, આફ્રિકા, દક્ષિણ યુરોપ અને મધ તથા દક્ષિણ અમેરિકા ક્ષેત્રમાં ઉગાળાતું મહત્વપૂર્ણ કઠોળ છે. જ્યાં અન્ય કઠોળ સારી રીતે ઉગી નથી શક્તા તેવા સુષ્ક સમષીતોષ્ણ અને ઉષ્ણ કટિબંધીય ક્ષેત્રોમા ચોળા સારી રીતે ઊગે છે. તેઓ સુષ્ક આબોહવા પ્રત્યે સહનશીલ હોય છે. ચોળાના છોડના મૂળની ગાંઠોમામ અવેલા જીવાણુઓ જમીનમાં નાઈટ્રોજન સ્થિરીકરણમાં મદદ કરે છે. તેઓ ૮૫% રેતી અને ૦.૨% જેટલી કાર્બનીક પદાર્થ અને અલ્પ પ્રમાણમાં ફોસ્ફરસનું સંયોજન ધરાવતી નબળી માટીમાં સારી રીતે ઊગે શકે છે.[૧] આ સિવાય તે પડછાયામાં ઊગી શક્તી હોવાથી તેને મકાઈ, બાજરી, જુવાર, શેરડી અને કપાસના પાક સાથે સાથે સહપાક તરીકે ઉગાડી શકાય છે. આને કારણે ચોળા આફ્રીકાના સવાના અને ઉપ-સહારા ક્ષેત્રની ખેતીમાં પરંપરાગર્ત સહપાક પધતિનું મહત્ત્વપૂર્ણ અંગ છે.[૨]

ચોળાએ દક્ષિણી યુનાયટેડ સ્ટેટ્સનું સામાન્ય ખોરાક છે. અહીં તેને બ્લેક આય્ડ પીસ (કાલી આંખવાળા વટાણા) કહે છે.

હિંદી ભાષામાં ચોળાને લોભિયા કે બુરા, ઉડિયા ભાષામાં જુડુંગા (ଝୁଡୁଂଗ), બંગાળીમાં "બારબોટી કોલાઈ", કન્નડમાં અલસન્દી, મરાઠી ભાષામાં ચવળી (चवळी). તમિળભાષામાં "કારામણિ કેથત્તા પયિર કહે છે. ભારતીય ભોજનમાં તે ખૂબ પ્રચલિત છે.

યુ.એસ. ડી. એ. ફૂડ ડાટાબેસ અનુસાર શકાહારી ખાદ્ય પદાર્થમાં ચોળાના પાંદડામાં પ્રોટીન કેલેરીની સૌથી વધુ ટકાવારી હોય છે. [૩]

પારંપારિક રસોઈ[ફેરફાર કરો]

ગુજરાતમાં ચોળાનું કઠોળ શાક તરીકે રોટલી ભેગુ ખવાય છે.

તામિલનાડુમાં તેમના માસી (ફેબ્રુઆરી) અને પાન્ગુની (માર્ચ) મહિના દરમ્યાન કોળુકટ્ટાઈનામની એક મીથી વાઙી બનાવવામાંઆવે ચેહ્ જે કેરળમાં અડાઇ પણ કહે છે. આવાનગી ચોળાને બાફી તેમાં ઘી - ગોળ ઉમેરીને બનાવામાં આવે છે. આ સિવાય ત્યાં ચોળાનો સાંબાર અને ચોળાનો પુળીકોળંબ (આંબલીના ઝાડા રસાવાળુ શાક ) બનાવાય છે

શ્રીલંકામાં ચોળા વિવિધ રીતે રંધાય છે. એક પ્રચલીત રીતે તેને નારિયલના દૂધમાં રાંધવાની છે.[૪]

ટર્કીમાં ચોળાને અધકચરાં બાફી તેમાં ઓલીવ તેલ, મીઠું, થાઈમ અને લસણનો સોસ ઉમેરી તેને એપેટાઈઝર (જમવાના પ્રથમ ચરણમાં ખવાતી વાનગી) ખવાય છે. ઘણી વખતે તેને ટમેટાં અને લસણ સાથે પન ખવાય છે. તેને સલાડ તરીકે પણ ખવાય છે.[૫]

ઉત્પાદન અને વપરાશ[ફેરફાર કરો]

સુષ્ક અને અલ્પ ભેક ધરાવતી આબોહવા ધરાવતા આફ્રિકાના ક્ષેત્રોના ખેડૂતો ચોળાનાં પ્રમુખ ઉત્પાદકો અને વપરાશકર્તા છે. આ ખેડૂતો તેને ખાય છે અને પ્રાણીઓને ખવડાવે છે અને તેના પાંદડા અને ફળોને પણ રાંધી ને ખાય છે. પૂર્વ આફ્રિકા અને દક્ષિણી એશિયામાં ચોળા વિશેષ ઉગાડવામાં આવે છે અને વિશેષ રીતે તેને ભાજી તરીકે ખવાય છે. આફ્રિકા અને એશિયામાં ચોળાના પાનમાંથી મળતા પ્રોટીન કેલેરીની માત્રા ૫૦ લાખ ટન સૂકા ચોળા બરોબર હોય છે [૬] Cowpea fields cover 12.5 million hectares worldwide annually. પશ્ચિમ આફ્રિકા અને મધ્ય આફ્રિકા વિશ્વમાં પ્રમુખ ચોળા ઉત્પાદક ક્ષેત્ર છે. તે વિશ્વના ૩૦ લાખ ટન ઉતાદનના ૬૪% છે. [૭] નાઈજીરિયા ચોળાનો પ્રમુખ ઉત્પાદક દેશ છે. આ સિવાય ઘાના, નાઈજર, સેનેગલ અને કેમેરુન પણ ચોળાના જાણીતા ઉત્પાદકો છે. આફ્રિકા બહાર બ્રાઝીલમાં ચોળા ઉગાડવામાં આવે છે. [૮]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. doi:10.1016/S0378-4290(03)00148-5
    This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand
  2. Blade, 2005[સ્પષ્ટ કરો]
  3. Shaw, Monica (2007-10-28). "100 Most Protein Rich Vegetarian Foods". SmarterFitter Blog. મૂળ માંથી 2011-08-27 પર સંગ્રહિત. મેળવેલ 2008-04-06. સંગ્રહિત ૨૦૧૧-૦૮-૨૭ ના રોજ વેબેક મશિન
  4. "Cowpea with coconut milk". Cecilia Carvalho.
  5. "Cowpea with olive oil". ozlem. મૂળ માંથી 2012-01-21 પર સંગ્રહિત. મેળવેલ 2012-01-19.
  6. (Steele, et al. 1985)
  7. Quin 1997)
  8. (Quazzelli 1988).

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]