લખાણ પર જાઓ

જગતપતિ જોશી

વિકિપીડિયામાંથી

જગતપતિ જોશી (જન્મ ૧૪ જુલાઈ, ૧૯૩૨) એક ભારતીય પુરાતત્ત્વવિદ્ છે, જેમણે ધોળાવીરા અને સુરકોટડાના સિંધુ ખીણપ્રદેશની શોધ કરી હતી. જોશીએ ૧૯૮૭ થી ૧૯૯૦ દરમિયાન ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (એએસઆઈ) ના મહાનિદેશક તરીકે સેવા આપી હતી.

પ્રારંભિક જીવન અને શિક્ષણ[ફેરફાર કરો]

જોશીનો જન્મ ૧૪ જુલાઈ, ૧૯૩૨ના રોજ સંયુક્ત પ્રાંતના અલ્મોડા ખાતે થયો હતો અને તેમનું શિક્ષણ લખનૌ વિશ્વવિદ્યાલયમાં થયું હતું, જ્યાં તેમણે ૧૯૫૪માં પ્રાચીન ઇતિહાસ અને સંસ્કૃતિમાં એમ.એ.ની પદવી મેળવી હતી. જોશીએ ૧૯૬૧ માં ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણની પુરાતત્ત્વ શાળા (સ્કૂલ ઓફ આર્કિયોલોજી)માંથી પી.જી. ડિપ્લોમા કર્યું હતું.

કારકિર્દી[ફેરફાર કરો]

જોશીએ ૧૯૫૬ થી ૨૦૦૧ દરમિયાન ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (એએસઆઈ)માં સેવા આપી હતી. તેમણે ૧૯૬૬માં ધોળાવીરાના સિંધુ ખીણ સ્થળની શોધ કરી અને એફ. રેમન્ડ ઓલ્ચિન સાથે માલવણનું ખોદકામ કર્યું હતું. તેમણે સુરકોટડાના હડપ્પીય સ્થળનું પણ ખોદકામ કર્યું હતું.

૧૯૮૭માં જોશીએ એએસઆઈના મહાનિદેશક (ડાયરેક્ટર જનરલ) તરીકે એમ. એસ. નાગરાજ રાવના સ્થાને કામ કર્યું અને ૧૯૯૦ સુધી સેવા આપી. ૧૯૯૩માં બાબરી મસ્જિદના ધ્વંસને પગલે પુરાતત્ત્વવિદ્ એમ. સી. જોશીના સ્થાને સનદી અધિકારી અચલા મૌલિકની નિમણૂક કરવામાં આવી ત્યારે જોશીને મૌલિકના સલાહકાર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જો કે, જોશીએ એએસઆઈમાં કામગીરીના સુકાન સંભાળતા એક સનદી અધિકારી સામે નારાજગી વ્યક્ત કરી હતી અને મતભેદો ઊભા થયા હતા. પરિણામે ૧૯૯૫માં સલાહકારનું પદ નાબૂદ કરવામાં આવ્યું હતું.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  • "C. V.:Sri Jagat Pati Joshi". Infinity Foundation.