લખાણ પર જાઓ

શંભુદાન ગઢવી

વિકિપીડિયામાંથી

શંભુદાન ગઢવી ગુજરાતના ભૂતપૂર્વ કારકૂન અને કલાપ્રેમી ભૂસ્તરશાસ્ત્રી છે જેમણે ૧૯૬૦ના દાયકાની શરૂઆતમાં ધોળાવીરાની સિંધુ ખીણની જગ્યા શોધી કાઢી હતી.[૧][૨]

ધોળાવીરાની શોધ[ફેરફાર કરો]

૧૯૬૦ના દાયકામાં કચ્છના દુષ્કાળ દરમિયાન, શંભુદાન ગઢવી કોટડા (ધોળાવીરાથી ૧ કિમીના અંતરે) ખાતે દુષ્કાળ રાહતકાર્ય પર દેખરેખ રાખી રહ્યા હતા, ત્યારે તેમને પ્રાણીઓના આકારના હડપ્પા સંસ્કૃતિના સમયની મહોર મળી આવી હતી.[૩][૪][૫][૬]

ચોમાસાનું પાણી એકઠું કરવા માટે એક નાનકડા બંધના ખોદકામની દેખરેખ રાખતી વખતે તેમણે અસંખ્ય કલાકૃતિઓ મળી આવી; તેમાં સિંધુ ખીણ સભ્યતાની મુદ્રાઓના ટુકડાઓ મુખ્ય હતા. ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા તેમના પુત્રના ઇતિહાસના પાઠ્યપુસ્તકમાં તેમને જે ચિત્રો મળ્યાં હતાં તેની સાથે સરખામણી કરીને તેમણે ખાતરી થઈ કે આ મહોર હડપ્પા સંસ્કૃતિની છે. ત્યારબાદ તેમણે વધુ મહોરોની શોધ કરી, આ ઉપરાંત સુશોભનાત્મક ચિનાઈ માટીની વસ્તુઓ, ઇન્દ્રગોપ (કાર્નેલીયન) મણકાના ટુકડાઓ અને ધાતુની વસ્તુઓ જેવી અસંખ્ય કલાકૃતિઓ એકત્રિત કરી.[૨][૭]

શંભુદાને પોતાના ઘરમાં પ્રાચીન અવશેષોની જાળવણી કરી અને કચ્છ વિશ્વવિદ્યાલયમાં પણ અનેક અવશેષો મોકલ્યા હતા. તેમણે ધોળાવીરા સ્થળેથી કેટલાક મણકા, માટીના વાસણો અને કલાકૃતિઓ એકઠી કરી હતી અને ભૂજના કચ્છ મ્યુઝિયમના ક્યુરેટર પાસે જઇને આ સ્થળની જાણ પુરાતત્વ વિભાગને કરી હતી.[૧][૨]

ગઢવીએ સરકારનું સત્તાવાર સમર્થન મેળવવા માટે ભુજ ખાતે કચ્છમિત્રમાં આ શોધના સમાચાર પણ પ્રકાશિત કર્યા હતા.[૩]

ખોદકામ[ફેરફાર કરો]

શંભુદાન ગઢવીના સતત પ્રયાસોને કારણે આખરે ૧૯૯૦માં ખોદકામનું કામ શરૂ થયું અને ૨૦૦૫ સુધી ચાલ્યું. ભારત સરકારે કોટડામાં સંશોધન શરૂ કર્યું. રવીન્દ્રસિંહ બિષ્તના નિરીક્ષણ હેઠળ, લગભગ ત્રણ વર્ષમાં, તેમને એક શહેર મળી આવ્યું. તેમાં એક એવું શહેર મળી આવ્યું હતું જેમાં ગઢ (કિલ્લો), એક મધ્યવર્તી શહેર, એક નીચલું શહેર, તાજા પાણીના જળાશયો, ભૂગર્ભ ગટરના પાઇપ, મણકા બનાવવાની કાર્યશાળા, તાંબાની ચીજવસ્તુઓ બનાવવાની જગ્યા વગેરે હતા.[૮][૫][૩][૯][૧૦]

આર. એસ. બિષ્ટ એએસઆઈ (ASI)ના પ્રથમ અધિકારી હતા જેમણે ૧૯૮૦ના દાયકાના મધ્યમાં આ સ્થળની મુલાકાત લીધી હતી. તે સમય સુધીમાં ગઢવી પાસે સ્થળ પરથી કલાકૃતિઓ, ચિનાઈ માટી અને સંરચનાત્મક વસ્તુઓથી ભરેલા તેમના ઘરનો પાછળનો ભાગ હતો. જ્યારે આ વિસ્તારમાં ધોળાવીરા જ્યાં છે તે ખદીર ટાપુની વસાહતનો નકશો તૈયાર કરવા માટે વિસ્તૃત સંશોધન કાર્ય ચાલી રહ્યું હતું તે દરમિયાન ગઢવી ૧૯૮૦ના દાયકાના અંતભાગમાં આર.એસ.બિષ્ત સાથે મહત્વપૂર્ણ સહયોગી તરીકે રહ્યા હતા. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણને વધુ સ્થળો શોધવામાં મદદ કરવા માટે શંભુદાને અન્ય ગામોના લોકોનો પણ સંપર્ક કર્યો. ૧૯૯૦માં ખોદકામનું કામ શરૂ થયા બાદ ગઢવીએ એએસઆઈને કેમ્પ સ્થાપવા અને ખોદકામની પ્રથમ તબક્કા માટે ધોળાવીરા ગામના મજૂરોની ભરતી કરવામાં મદદ કરી હતી.[૨][૧૧]

માન્યતા[ફેરફાર કરો]

ધોળાવીરાની શોધમાં પ્રકાશ લાવવાના શંભુદાનના પ્રયાસો છતાં રાજ્ય સરકાર અને એ.એસ.આઈ. દ્વારા ધોળાવીરાની શોધનો શ્રેય તેમના બદલે જે. પી. જોષીને આપવામાં આવ્યો હતો.[૨][૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Arora, Namit (2021-01-18). Indians: A Brief History of A Civilization (અંગ્રેજીમાં). Penguin Random House India Private Limited. ISBN 978-93-5305-287-4. Most guides also resent that all credit for the discovery of Dholavira went to J.P. Joshi of the ASI, with no mention at all of two villagers, Shambhudan Gadhavi, master clerk and amateur geologist, and Velubha Sodha, former sarpanch, who had earlier found the site
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ {{Cite book|last=Avikunthak|first=Ashish|url=https://books.google.com/books?id=OPw7EAAAQBAJ%7Ctitle=Bureaucratic Archaeology: State, Science and Past in Postcolonial India|date=2021-10-31|publisher=Cambridge University Press|isbn=978-1-316-51239-5|language=en|quote=The official ASI marker—the painted iron board erected at the entrance of the Dholavira site—erased the local narrative of discovery and officially
  3. ૩.૦ ૩.૧ ૩.૨ "Kutchhi Family Directory". asanjokutch.com. મેળવેલ 2022-01-25. when famine stroked on Kutch, the relief work was going on at Kotda half km. from Dholavira. Clark Shambudan Gadhavi found some seals of the shape of animals. He informed the museum of Kutch that is at Bhuj but didn't found much encouragement, so he published the news in 'Kutchmitra' at Bhuj. In 1990, the government of India started research in Kotda.
  4. Vasa, Pulin. "Nani Rayan". jainebooks.org (અંગ્રેજીમાં). મેળવેલ 2022-01-25.
  5. ૫.૦ ૫.૧ Bandyopadhyay, Brishti (2003-12-22). "5000 Years Old Quake-proof Town". Pitara Kids Network (અંગ્રેજીમાં). મેળવેલ 2022-01-25.
  6. "Crisscrossing Rann of Kutch and Rajasthan - Dholavira - Frozen In Time". મૂળ માંથી 2020-06-05 પર સંગ્રહિત. મેળવેલ 2022-01-25.
  7. Gopinath, P. Krishna (2017-07-15). "Ruins on the Tropic of Cancer". The Hindu (અંગ્રેજીમાં). ISSN 0971-751X. મેળવેલ 2022-01-25.
  8. admin. "Sunday Story: Le village de Dholavira au Gujarat espère un renouveau grâce à l'étiquette du patrimoine mondial de l'UNESCO | AllInfo" (અંગ્રેજીમાં). મેળવેલ 2022-01-25.
  9. "Sunday Story: Gujarat's Dholavira village hopes for renewal via UNESCO world heritage tag". The Indian Express (અંગ્રેજીમાં). 2021-09-05. મેળવેલ 2022-01-25.
  10. Neha (2021-09-05). "Sunday Story: Gujarat's Dholavira village hopes for renewal through UNESCO world heritage tag". Newsislands.com (અંગ્રેજીમાં). મેળવેલ 2022-01-25.[હંમેશ માટે મૃત કડી]
  11. "Excavations at Dholavifra 1989-2005 (RS Bisht, 2015) | PDF | Nature". Scribd (અંગ્રેજીમાં). મેળવેલ 2022-01-25. How can I forget the untiring help and services of the villagers of Dholavira, Kharoda, Dungrani Vandh and Phapharani Vandh, in particular S/Shri Shambhudan, Ranmal Ahir, and Velubha Sodha!