જલપરી

વિકિપીડિયામાંથી
જલપરી
અ મરમેડ (૧૯૦૦) - જ્હોન વિલિયમ વોટરહાઊસ
વર્ગીકરણદંતકથા
ઉપવર્ગજલ આત્મા
સમાન પ્રાણીઓજલમાનવ
સીરેન
અન્ડાઈન
પૌરાણીક કથાવિશ્વ દંતકાથા
દેશસ્મગ્ર વિશ્વ
નિવસનદરિયો, પાણી


જલપરી (અંગ્રેજી: Mermaid) એક જળચર પ્રાણી છે જેનું ધડ સ્ત્રીનું હોય છે અને નીચે પગના સ્થાને માછલીની પૂંછડી હોય છે. જલપરી ઘણી વાર્તાઓ અને દંતકથાઓમાં સ્થાન ધરાવે છે.

સંક્ષેપ[ફેરફાર કરો]

જલપરી અને જલ માનવ, ૧૮૮૬. અજ્ઞાત રશિયન દંતકથાનું ચિત્ર.

જલપરીને અંગ્રેજીમાં મર્મેડ કહે છે. મરમેડ શબ્દ ફ્રેંચ ભાષા પરથી ઉતરી આવ્યો છે. ફ્રેંચમાં મર એટલે સમુદ્ર અને મેડ એટલે સ્રી કે કન્યા. અમુક ફીલ્મોમાં તેનું પુરુષ્ પ્રારુપ પણ દર્શાવાયું છે. પરંતુ દંતકથા અનુસાર તે માત્ર સ્ત્રીઓ જ હોય છે.

દંતકથાઓ અનુસાર જલપરીઓ મધુર ધુનમાં ગીતો ગાઈને મનુષ્યો તથા દેવતાઓને તેમની તરફ આકર્ષિત કરે છે અને તેમનું ધ્યાન ભંગ કરે છે. તેમના આવા વર્તન ને કારણે ઘણાં પુરુષો સમુદ્રમાં કૂદી પડે છે અથવાતો પુરા વહાણ સમુદ્રમાં ડુબાડી દે છે.  અમુક વાર્તાઓ અનુસાર દુબતા મનુષ્યોને બચાવવાના પ્રયત્ન કરતા તેમને મારી પણ નાખે છે. અમુક વાર્તાઓ અનુસાર તે મનુષ્યને પોતાની સમુદ્રી દુનિયાની સફરે લઈ જાય છે.  હામ્સ ક્રિસ્છનની વાર્તા ધ લીટલ મરમેડ અનુસાર જલપરીઇ એ ભુલી જાય છે મનુષ્યો પાણીની અંદર શ્વાસ લઈ શકતા નથી. જલ્પરીઓનું ગાવું તેમની માટે શ્રાપ માનવવામાં આવે છે.

આધુનિક યુગમાં જલપરીઓ સમુદ્ર અને ચાંચિયાઓની વાર્તાઓમાં આવતી હોય છે. ઘણીવાર તેમને જળગાય (મૈનેટી)ના રૂપે જોવાય છે. નાવિકો ઘણીવાર જળગાયને જળપરી સમજી થાપ ખાઈ જાય છે.

સાંસ્કૃતિક રીતે જલપરીઓને કપદા વિના વર્ણવાઈ છે. ચિત્રણ કરતી વખતે બિભસ્તતા ટાળવા માટે તેમના સ્તનોને તેમના લાંબા વાળથી ઢાંકી દેવાય છે. અન્ય કલ્પનાઓમાં તેમને ફૂલ, છોડ, શંખ આદિથી બનેલા વસ્ત્રોમાં સજ્જ દેખાડવામાં આવે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

પૂર્વ પ્રાચીન કાળ[ફેરફાર કરો]

જલપરીઓની સૌથી જૂની વાર્તાઓ ઈ.સ. પૂર્વે ૧૦૦૦માં અસાયરિયામાં મળી આવી છે. તે અનુસાર દેવી અટાર્ગેટીસ એ અસાયરિયન અને રાણી સ્મિરમિસની માતા હતી. તે  એક ભરવાડને અત્યંત પ્રેમ કરતી હતી. પણ સંજોગ વસાત તેણે તેને મારી નાખવો પડ્યો. આ વાતનો તેને પસ્તાવો થયો અને તેણે તળાવમાં કૂદકો માર્યો અને માછલીનું રૂપ ધારણ કર્યું. પરંતુ તળાવ પણ તેની સુંદરતા છુપાવી ન શક્યું. અને તે જલપરીના સ્વરૂપે ફેરવાઈ ગઈ. ગ્રીક વાર્તઓમાં અટાર્ગેટિસને ડેરકેટો કહેવાય છે.

એક લોકપ્રિય ગ્રીક અનુસાર આ વાર્તા એલેક્ઝાન્ડરની બહેન થેસ્સાલોનિકી મૃત્યુ પામી એક મરમેઇડ બની.[૧] મરમેઇડ તરીકે તે જીવંત રહી અને જ્યારે તે જહાજ જોતી ત્યારે તેના ખલાસીઓને  તે  પ્રશ્ન પૂછતી: "શું મહાન એલેક્ઝાન્ડર જીવંત છે?" (ગ્રીક: "Ζει ο Βασιλιάς Αλέξανδρος; ") તેની યોગ્ય જવાબ હતો: "તે જીવંત છે અને વિશ્વ પર રાજ કરે છે" (ગ્રીક: "Ζει અને βασιλεύει અને τον κόσμο κυριεύει"). આ જવાબ થી તે અત્યંત ખુશ થતી અને  પાણી ને શાંત કરી તે જહાજને આગળ જવા દેતી.  જો કોઈ અન્ય જવાબ મલ્યો તો તે ગુસ્સાથી સમુદ્રમાં તોફાન લાવી જહાનને દુબાડી દેતી.[૨][૩]

અરેબિયન નાઈટ્સ[ફેરફાર કરો]

ધ લેંડ બેબી, જ્હોન કોલીયર (૧૮૯૯)

એક હજાર અને એક રાત (અરેબિયન નાઈટ્સ) માં એવી ઘણી કથાઓ છે, જેમાં જલમાનવાનો ઉલ્લેખ છે. અન્ય કથાઓથી વિપરીત આ માણસો સાથે હળેમળે છે,  તથા પાણીમાં શ્વાસ લેવાની ક્ષમતા  રાખે છે. તેઓ માનવો સાથે સંભોગ સમાગમ પણ કરે છે.  અને આ યુગલથી જન્મેલા બાળકો પણ પાણીની અંદર રહેવાની ક્ષમતા સાથે જન્મે છે.

અરેબિયન નાઈટ્સની એક અન્ય વાર્તા "અબદુલ્લા માછીમાર અને અબ્દુલ્લા જલમાનવ" માં મુખ્ય પાત્ર અબ્દુલ્લાને પાણીમાં શ્વાસ લેવાની ક્ષમતા મળે છે અને તે તરી જલમગ્ન વિશ્વમાં પહોંચી જાય છે. ત્યાં કપડાં અને ધન સંપત્તિનું કામી મૂલ્ય નથી. અન્ય અરેબિયન નાઇટ્સની વાર્તામાં  આવી અનેક સંસ્કૃતિઓનો ઉલ્લેખ છે, જે ઘણી વધુ અદ્યતન હોવા છતાં તેમના મતભેદો ને કારણે પડી ભાંગી છે.[૪]

ચીન[ફેરફાર કરો]

જૂની ચિની કથાઓ અનુસાર જલપરી એક ખાસ જીવ હતી જેમના આંસુ મોતી બની જતા હતા. આને કારણે માછીમારો તેઓને પકડવા હંમેશા પ્રયત્નશીલ રહેતા, પરંતુ જલપરીઓ તેમના ગાયનથી તેમને ભ્રમિત કરી પાણીના ઊંડાણોમાં ખેંચી જતી હતી.

રામાયણ[ફેરફાર કરો]

ભારતીય રામાયણ ની થાઈ અને કંબોડિઅન આવૃત્તિઓમાં રાવણની પુત્રી સુવર્ણમછા (સોનેરી જલપરી)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેણે હનુમાનના  શ્રીલંકા સુધીના સમુદ્ર પુલ બનાવવા પ્રયાસને વિફળ કરવા પ્રયત્નો કર્યા, પણ છેવેટે તેને જ પ્રેમ કરવા લાગી. ભારતીય દંત કથાઓમાં ભગવાન વિષ્ણુનો મત્સ્યાવતારનું વર્ણન આવે છે, જેમનો શરીરની ઉપરનો ભાગ માનવ અને નીચેનો ભાગ માછલીનો છે.

દેખાવાની ઘટના[ફેરફાર કરો]

જાવા, લઇને બ્રિટિશ કોલંબિયા સુધી જલપરી દેખાયાના દાવા ઘણાં લોકોએ કર્યા છે. આ સિવાય વાનકુંવર અને વિક્ટોરિયા નજીકના બે ક્ષેત્રોમાં પણ જલપરી દેખાયાનો દાવો થયો છે.[૫][૬]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Teacher's Guide" (PDF). મૂળ (PDF) માંથી 2008-04-09 પર સંગ્રહિત. મેળવેલ 2018-04-02. સંગ્રહિત ૨૦૦૮-૦૪-૦૯ ના રોજ વેબેક મશિન
  2. Mermaids and Ikons: A Greek Summer (1978) page 73 by Gwendolyn MacEwen ISBN 978-0-88784-062-3
  3. Folktales from Greece Page 96 ISBN 1-56308-908-4
  4. Irwin, Robert (2003). The Arabian Nights: A Companion. Tauris Parke Paperbacks. પૃષ્ઠ 211–2. ISBN 1860649831.Check date values in: 2003 (help)
  5. "Myths & Legends". મૂળ માંથી 2008-10-16 પર સંગ્રહિત. મેળવેલ 2018-04-02. સંગ્રહિત ૨૦૦૮-૧૦-૧૬ ના રોજ વેબેક મશિન
  6. "Folklore Examples in British Columbia". મૂળ માંથી 2014-06-24 પર સંગ્રહિત. મેળવેલ 2018-04-02. સંગ્રહિત ૨૦૧૪-૦૬-૨૪ ના રોજ વેબેક મશિન