જસદણ રજવાડું

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
જસદણ સ્ટેટ
જસદણ
રજવાડું
૧૬૬૫–૧૯૪૮

જસદણનો ધ્વજ

Flag
જસદણનું સ્થાન
જસદણનું સૌરાષ્ટ્રમાં સ્થાન
ઇતિહાસ
 •  સ્થાપના ૧૬૬૫
 •  ભારતની સ્વતંત્રતા ૧૯૪૮
વિસ્તાર
 •  ૧૯૨૧ ૭૬૭ km2 (૨૯૬ sq mi)
વસ્તી
 •  ૧૯૨૧ ૩૦,૬૩૩ 
વસ્તી ગીચતા ૩૯.૯ /km2  (૧૦૩.૪ /sq mi)

જસદણ રાજ્ય  બ્રિટિશ શાસન દરમિયાન સૌરાષ્ટ્રમાં આવેલું રજવાડું હતું. ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ તેના છેલ્લાં શાસકે ભારત ગણતંત્રમાં ભળવાની સંધિ કરી હતી.[૧] રાજ્યનું પાટનગર જસદણ શહેર હતું.

ઈતિહાસ[ફેરફાર કરો]

જસદણ રાજ્યની સ્થાપના ૧૬૬૫માં વિકા ખાચર દ્વારા ખેરડીના ખુમાણોને હરાવીને કરાઇ હતી. ૧૮૦૭માં તેના શાસક વજસુર ખાચરે બ્રિટિશરો અને ગાયકવાડ રાજ્ય જોડે સંધિ કરી હતી જેથી જસદણ બ્રિટિશ સંરક્ષિત રાજ્ય બન્યું. ૧૯મી સદીના અંતમાં જસદણ બોમ્બે પ્રેસિડેન્સીના કાઠિયાવાડ એજન્સીનો ભાગ બન્યું.[૨]

બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં પોતાની ટપાલ ટિકિટ ધરાવતા રાજ્યોમાં સૌથી નાનું રાજ્ય હતું.[૩]

શાસકો[ફેરફાર કરો]

જસદણ રાજ્યના શાસકો કાઠી ક્ષત્રિય વંશના રાજપૂતો હતો.[૪] રાજ્યના શાસકોને દરબાર કહેવાતા હતા.[૫]

  • .... - ૧૮૦૯ વજસુર ઓધા ખાચર (મૃત્યુ ૧૮૦૯)
  • ૧૮૦૯ - ૨૭ ઓક્ટોબર ૧૮૫૧ ચેલા વજસુર ખાચર બીજા (મૃત્યુ ૧૮૫૧)
  • ૧૮૫૨ - ૧૯૦૪ આલા ચેલા ખાચર શ્રી વજદુર ઓધા (જન્મ ૧૮૩૧ - મૃત્યુ ૧૯૦૪)
  • ૨૧ ૧૯૦૪ - ૨૧ ડિસેમ્બર ૧૯૧૨ ઓધા આલા ખાચર બીજા (મૃત્યુ ૧૯૧૨)
  • ૧૧ ડિસેમ્બર ૧૯૧૨ - ૧૦ જુલાઈ ૧૯૧૯ વજસુર ઓધા ખાચર બીજા (મૃત્યુ ૧૯૧૯)
  • ૧૧ જુલાઈ ૧૯૧૯ - ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ આલા વજસુર ખાચર (જન્મ ૧૯૦૫ - મૃત્યુ ૧૯૭૩)
  • જુલાઈ ૧૯૧૯ - ૧ ડિસેમ્બર ૧૯૨૪ - વાલીપણા હેઠળ

રાજવી પરિવારના જાણીતાં સભ્યો[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]