જસમલનાથજી મહાદેવ મંદિર
જસમલનાથજી મહાદેવ મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના આસોડા ગામ માં આવેલું એક પ્રાચીન મંદિર છે. સ્થાનિક લોકોમાં તે વૈજનાથ મહાદેવ મંદિર તરીકે પણ ઓળખાય છે. આ મંદિર શિવ ભગવાનને સમર્પિત છે.[૧] આ મંદિર રાષ્ટ્રીય મહત્વનું સ્મારક (N-GJ-153) છે અને ભારત સરકારના પુરાતત્વ ખાતા વડે સુરક્ષિત છે.
આ મંદિર ૧૦મી સદીમાં બંધાયેલું હોવાનું માનવામાં આવે છે. તે ગર્ભગૃહ, મંડપ અને તોરણ ધરાવે છે.
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ K. V. Soundara Rajan; Chedarambattu Margabandhu (૧૯૯૧). Indian archaeological heritage: Shri K.V. Soundara Rajan festschrift. Agam Kala Prakashan. પૃષ્ઠ ૫૭૨.

વિકિમીડિયા કોમન્સ પર જસમલનાથજી મહાદેવ મંદિર સંબંધિત માધ્યમો છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |