જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, ભરૂચ
Appearance
જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, ભરૂચ ભારત દેશના ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલ ભરૂચ જિલ્લાના મુખ્યમથક ભરૂચ ખાતે આવેલ છે.[૧][૨] ભરૂચ ખાતે આ લોક વિજ્ઞાન કેન્દ્ર, નવજીવન સંકુલ, પ્રિતમ સોસાયટી-૧ ખાતે આવેલ છે, જેનું સંચાલન હાલમાં પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે.
ગુજરાત રાજ્ય સરકાર પ્રેરિત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST-ગુજકોસ્ટ) સંલગ્ન જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, ભરૂચ વર્ષ ૨૦૦૯થી ચલાવવામાં આવે છે.
હેતુઓ
[ફેરફાર કરો]- બાળકો અને સમાજને વિજ્ઞાન સાથે અભિમુખ
- નાગરિકોમાં વૈજ્ઞાનિક વલણનો વિકાસ
- વિજ્ઞાન વિષયક પ્રવૃત્તિઓનું આયોજન અને સંચાલન
- જીવનના વિવિધ તબક્કે વિજ્ઞાન અને તેની ઉપયોગિતા વિશે સમજણ
- સામાજીક વિકાસમાં વિજ્ઞાનના ફાળા વિશે સમજણ
- નવી પેઢીને વૈજ્ઞાનિક વિચારસરણી આધારિત બનાવવાનો પ્રયત્ન
- સંગ્રહસ્થાનના માધ્યમ દ્વારા જનસંપર્કમાં વધારો
- જનસમાજમાં વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ
- અંધશ્રદ્ધા, વહેમ કે કુરિવાજો પ્રત્યે લોકજાગૃતિ
પ્રવૃત્તિઓ
[ફેરફાર કરો]- વિજ્ઞાન વ્યાખ્યાનો
- ફરતું વિજ્ઞાન પ્રદર્શન
- વિજ્ઞાન પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન
- અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ
- વિજ્ઞાન પ્રશ્નાવલી સ્પર્ધાનું આયોજન
- ધોરણ ૫ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે પ્રયોગશાળા
- સામુહિક વિજ્ઞાન કાર્યક્રમોનું આયોજન
- ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકો માટે પ્રશિક્ષણ કાર્યક્રમ તેમ જ સેમિનારનું આયોજન
- વિજ્ઞાન દિવસની ઉજવણી
- આકાશદર્શન
- વિજ્ઞાન ક્લબોની સ્થાપના
- વિજ્ઞાન પરિસંવાદનું આયોજન
- ખાદ્યપદાર્થોમાં ભેળસેળ અંગે જાગૃતિ કાર્યક્રમ
- રજાના દિવસોમાં વિદ્યાર્થીઓ માટે કોમ્યુટર તાલીમ વર્ગનું આયોજન
- પ્રકૃતિ શિક્ષણ, સાહસપ્રવૃત્તિઓની શિબિર, ટ્રેકિંગ શિબિર વગેરેનું આયોજન
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Gujarat Council on Science Technology (Gujcost)". ParamCommunity. મૂળ માંથી 2018-08-08 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ ઓગસ્ટ ૨૦૧૮.
- ↑ "Community Science Centres". GUJCOST, Department of Science & Technology, Gujarat. મૂળ માંથી 2020-05-14 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ ઓગસ્ટ ૨૦૧૮.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- અધિકૃત જાળસ્થળ સંગ્રહિત ૨૦૧૮-૦૮-૧૦ ના રોજ વેબેક મશિન