લખાણ પર જાઓ

જેટ એરવેઝ

વિકિપીડિયામાંથી
Airbus A330-202 VT-JWL in Hong Kong

જેટ એરવેઝ ભારતની એક મુખ્ય વિમાન સેવા છે. જેનું મુખ્ય કેન્દ્ર મુંબઈમાં સ્થિત છે. વિસ્તારની દ્રષ્ટિએ જોવા જઈએ તો, આ સેવા એર ઇન્ડિયા પછીની બીજા ક્રમની સેવા છે.

ઈતિહાસ[ફેરફાર કરો]

SM Centre, the former head office
A Jet Airways ATR 72-500

જેટ એરવેઝની સ્થાપના ઈ.સ. ૧૯૯૨માં એક એર ટેક્સી ઓપરેટર તરીકે કરવામાં આવી હતી. જેના પછી ૫ મે ૧૯૯૩થી આ સેવાએ વ્યાવસાયિક પરિચાલન શરૂ કર્યાં. તે સમયે તેના ફ્લિટમાં ૪ બોઇંગ ૭૩૭-૩૦૦ વિમાન હતાં. આની સાથે સાથે માર્ચ ૨૦૦૪થી આ સેવાએ ચેન્નઈથી કોલમ્બો સુધીની સેવાની શરૂઆત કરી અંતરરાષ્ટ્રીય વિમાન સેવા ક્ષેત્રે ઝંપલાવ્યું. આ ઉપરાંત કંપનીને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં સુચીબદ્ધ કરવામાં આવી પરંતુ આના ૮૦% સ્ટોક્સનું નિયંત્રણ નરેશ ગોયલની પાસે રહેતું હતું, જેમ કે તેમનો આ કંપની પર માલિકીનો હક્ક પણ છે.

સેવા સ્થળ[ફેરફાર કરો]

જેટ અરેવેઝ ૫૨ (બાવન) ઘરેલું તથા ૨૧ અંતરરાષ્ટ્રીય સ્થળો માટે પોતાની સેવાઓ પ્રદાન કરે છે. આવી રીતે આ એશિયા, યુરોપ તથા ઉત્તર અમેરિકા જેવા ૧૯ દેશોમાં કુલ ૭૩ સ્થળોએ પોતાની સેવાઓ પૂરી પાડી રહી છે. આનું સંચાલન મુંબઈના છત્રપતિ શિવાજી અંતરરાષ્ટ્રીય એરપોર્ટથી કરવામાં આવે છે જે આ વિમાની સેવા માટે એક પ્રાથમિક સ્થાન તરીકે પણ કામ કરે છે. આ ઉપરાંત આ સેવાનું ભારતમાં બેંગ્લોરના કેમ્પેગોવડા અંતરરાષ્ટ્રીય વિમાન મથક, ચેન્નાઈ અંતરરાષ્ટ્રીય વિમાન મથક, દિલ્હીના ઇન્દિરા ગાંધી અંતરરાષ્ટ્રીય વિમાન મથક, કલકત્તાના નેતાજી સુભાષચંદ્ર બોઝ અંતરરાષ્ટ્રીય વિમાન મથક તથા પુણે વિમાન મથકથી પણ સંચાલન થાય છે.[૧]

ફ્લીટ[ફેરફાર કરો]

૪ એરબસ એ ૩૩૦ નવી દિલ્હી માં
જેટ અરેવેઝ Boeing 777-300ER with the present livery
Jet Airways Boeing 737-800

સપ્ટેમ્બર ૨૦૧૪ના આંકડાઓ અનુસાર જેટ એરવેઝની ફ્લીટમાં નીચે પ્રમાણે વિમાનોનો સમાવેશ થયો છે જેની સરેરશ ઉમર ૫.૪ વર્ષ છે. [૨][૩][૪][૫][૬]

જેટ એરવેઝ ફ્લીટ
વિમાન સેવામાં આદેશ યાત્રી નોંધ
એફ જે વાય કુલ
એરબસ એ૩૩૦-૨૦૦
૩૦ ૧૯૬ ૨૨૬
એરબસ એ૩૩૦-૩૦૦ ૩૪ ૨૫૯ ૨૯૩
એ-ટી-આર ૭૨-૫૦૦ ૧૫ ૬૨ ૬૨
૬૮ ૬૮
એ-ટી-આર ૭૨-૬૦૦ ૬૮ ૬૮ જેટ કનેક્ટ માટે સંચાલિત
બોઇંગ ૭૩૭-૭૦૦ ૧૨૬ ૧૩૪ જેટ કનેક્ટ માટે ૫ સંચાલિત
બોઇંગ ૭૩૭-૮૦૦ ૬૨ ૧૬ ૧૩૮ ૧૫૪ જેટ કનેક્ટ માટે ૫ સંચાલિત
૧૬૨ ૧૭૦
બોઇંગ ૭૩૭-૯૦૦ ૨૮ ૧૩૮ ૧૬૬ જેટ કનેક્ટ માટે ૨ સંચાલિત
બોઇંગ ૭૩૭ મેક્સ ૮ ૫૦ ૨૦૧૭ થી સેવામાં પ્રવેશ
બોઇંગ ૭૩૭-૩૦ ઈ આર ૧૦ ૩૦ ૨૭૪ ૩૧૨ ટર્કીશ વિમાની સેવા માટે ૩ ભાડા પર
૩૦ ૩૧૨ ૩૫૦
બોઇંગ ૭૮૭-૯ ૧૦ ટી બી એ ૨૦૧૫ થી વિતરણ શરૂ
કુલ ૧૧૭ ૭૦

સેવાઓ[ફેરફાર કરો]

જેટ એરવેઝ પોતાની નવી નવી સેવાઓને વધારવાની સાથે સાથે વૈભવી રેન્જ પણ વધારતી રહી છે. અત્યારે હાલમાં જ નવી એરબસ એ ૩૦૦-૨૦૦ તથા બોઇંગ ૭૭૭-૩૦૦ ઈ આર ના આગમનથી આ સેવાએ નવા કેબિનનું પ્રસ્તુતિકરણ કર્યું છે તથા તમામ ક્લાસમાં સીટોને વધારે સુવિધાજનક અને આરામદાયક બનાવી દીધી છે.

પુરસ્કાર તથા સમ્માન[ફેરફાર કરો]

આ એરવેઝને અનેક પુરસ્કાર તથા સમ્માન મળ્યા છે. જેમાનાં પ્રમુખ પુરસ્કાર નીચે પ્રમાણે છે

 • ભારતનું પોપ્યુલર ડોમેસ્ટિક એરલાઈન, સેટ ૨૦૦૬
 • પુરસ્કારમાં ભારતની વિમાની સેવા પુરસ્કાર વલ્ડૅ ટ્રાવેલ એવોડર્સમાં, ૨૦૦૬
 • બેસ્ટ ટેક્નિકલ ડીસ્પેચ રેલિબિલિટી ૨૦૦૨ માં બેબરની મારફતે

આ પણ જુઓ[ફેરફાર કરો]

 • નરેશ ગોયલ
 • જેટ લાઈટ
 • લીસ્ટ ઓફ એરલાઇન્સ ઇન્ડિયા
 • લીસ્ટ ઓફ એરપોર્ટ્સ ઇન ઇન્ડિયા
 • લીસ્ટ ઓફ કમ્પ્નીસ ઇન ઇન્ડિયા
 • ટ્રાન્સપોર્ટ ઇન ઇન્ડિયા

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "અવર નેટવર્ક". જેટ એરવેજ. ૧૬ નવેમ્બર ૨૦૧૨. મૂળ માંથી 2015-01-22 પર સંગ્રહિત. મેળવેલ ૧૬ નવેમ્બર ૨૦૧૨.
 2. "ફ્લીટ ઇન્ફોર્મેશન". જેટ એરવેઝ. ૧૯ ઓગસ્ટ ૧૯૯૬. મૂળ માંથી 2012-10-10 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૨-૧૦-૦૭.
 3. "ધી બોઇંગ કંપની". ધી બોઇંગ કંપની.કોમ. ૨૦૧૨-૧૦-૦૭.
 4. "જેટ એરવેઝ એરલાઈન્સ". ચ્લેઅર્ત્રીપ.કોમ. મૂળ માંથી 2014-01-22 પર સંગ્રહિત. મેળવેલ 2014-09-24.
 5. "જેટ એરવેઝ ફ્લીટ ડીટેલ્સ એન્ડ હિસ્ટ્રી". પ્લેનેટસ્પોર્ટ્સ.કોમ જસ્ટ એવિએશન. ૨૦૧૨-૧૦-૦૭. મૂળ માંથી 2011-09-04 પર સંગ્રહિત. મેળવેલ 2014-09-24.
 6. "જેટ એરવેજ ફ્લીટ". જેટ એરવેઝ. ૮ સપ્ટેમ્બર ૨૦૧૨. મૂળ માંથી 2012-10-10 પર સંગ્રહિત. મેળવેલ 2014-09-24.