જે. પી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
જે. પી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ
પ્રકારગ્રાન્ટ ઈન
સ્થાપના૧૯૫૫[૧]
જોડાણવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત
સ્થાનભરૂચ, ગુજરાત, ભારત
એથ્લેટિક નામજેપી કોલેજ
વેબસાઇટwww.jpcollege.net

જે. પી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ (આખું નામ:શ્રી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ) એ ગુજરાત રાજ્યના ભરુચ જિલ્લાના મુખ્ય મથક ભરૂચ ખાતે આવેલ એક શૈક્ષેણિક સંસ્થા છે. સદ્‌વિદ્યા મંડળ, ભરૂચ દ્વારા સંચાલિત આ મહાવિદ્યાલયની સ્થાપના ઈ. સ. ૧૯૫૫ના વર્ષમાં કરવામાં આવી હતી. શરુઆતના સમયમાં વિનયન શાખા (આર્ટસ ફેકલ્ટી)ની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ ઈ. સ. ૧૯૫૮ના વર્ષમાં વિજ્ઞાન શાખા (સાયન્સ ફેકલ્ટી)ની શરુઆત કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં આ મહાવિદ્યાલય ખાતે વિનયન તેમ જ વિજ્ઞાન વિષયોમાં સ્નાતક, અનુસ્નાતક, પીએચડી કક્ષાના અભ્યાસક્રમો ચાલે છે[૨].

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલ આ શૈક્ષેણિક સંસ્થા યુજીસીની કલમ ૨-એફ અને ૧૨-બી હેઠળ માન્ય ગ્રાન્ટ ઇન છે. આર્ટસ એન્ડ સાયન્સના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરાઇઝ્ડ મેરિટ સૂચિના આધારે પ્રવેશ આપવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રવેશનું વ્યવસ્થાપન સમિતિ દ્વારા પારદર્શક રીતે કરવામાં આવે છે. અહીં ભવિષ્યની વાસ્તવિકતાઓને લક્ષમાં રાખી ગુણવત્તાયુક્ત શિક્ષણ વિદ્યાર્થીઓને પ્રાપ્ય કરાવવામાં આવે છે[૨].

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "About Trust". Retrieved ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૯. Check date values in: |accessdate= (મદદ)
  2. ૨.૦ ૨.૧ "courses". Retrieved ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૯. Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]