જૈન ધર્મ અને હિંદુ ધર્મ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

જૈન ધર્મ અને હિંદુ ધર્મ બે પ્રાચીન ભારતીય ધર્મો છે. બંને ધર્મો વચ્ચે કેટલીક સમાનતાઓ અને તફાવતો છે.[૧] મંદિરો, દેવતાઓ, ધાર્મિક વિધિઓ, ઉપવાસ અને જૈન ધર્મના અન્ય ધાર્મિક ઘટકો હિંદુ ધર્મ કરતા અલગ છે.[૧]

"જૈન" શબ્દ જિન પરથી ઉદ્ભવેલો છે, જિન તરીકે એવા મનુષ્યનો ઉલ્લેખ કર્યો છે જેણે તમામ આંતરિક જુસ્સા (ક્રોધ, આસક્તિ, લોભ અને ગૌરવ) પર વિજય મેળવ્યો છે અને કેવલ જ્ઞાન ધરાવે છે. જિને બતાવેલા માર્ગના અનુયાયીઓને જૈન કહેવામાં આવે છે.[૧] [૧] હિંદુ ધર્મના અનુયાયીઓને હિંદુ કહેવામાં આવે છે.[૨]

દાર્શનિક સમાનતા અને તફાવતો[ફેરફાર કરો]

જૈન ધર્મ અને હિંદુ ધર્મમાં સંસાર, કર્મ અને મોક્ષની વિભાવનાઓ સહિત ઘણી સમાન લાક્ષણિકતાઓ છે. જો કે તેઓની આ વિભાવનાઓ બદલાતી રહે છે. જૈન ધર્મના સિધ્ધાંતમાં ન્યાય-વૈશેષિક અને સાંખ્યવાદ સાથે નજીવી સમાનતા છે. જૈન સિધ્ધાંત એ પરમાણુતા શીખવે છે જે વૈશેષિક પદ્ધતિ, સાંખ્યવાદ અને નાસ્તિકવાદમાં પણ જોવા જોવા મળે છે.[૩] જૈન ધર્મના સિદ્ધાંતની અંદર કેટલાક ધર્મ અને અધર્મ તત્ત્વ છે (જેને જૈન આધ્યાત્મિક પદ્ધતિમાં પદાર્થો તરીકે જોવામાં આવે છે). ગુણસ્થાન અને લેશ્યા પણ આવેલા છે, એ એવી આધ્યાત્મિક વિભાવનાઓ છે કે જે હિંદુ ધર્મમાં જાણીતી નથી.[૩] અનેકાંતવાદ અને સ્યાદ્વાદની પદ્ધતિ હિંદુઓમાં નથી. ભૂતકાળમાં, હિંદુ દેવતાઓ અને જૈન ધર્મના તીર્થંકરની વિભાવનાઓને જોડવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. હિંદુઓની બ્રહ્માંડવિદ્યા જૈનોની જેમ જ સમાન છે અને આ પ્રણાલીઓમાં સ્વર્ગીય દેવતાઓનાં સમાન નામ છે.[૩]

ઉપનિષદમાં પણ જૈન ધર્મના ઉપદેશોની જેમ નિવેદન થાય છે કે પુનર્જન્મ અનિચ્છનીય છે અને મોક્ષ એ અંતિમ ધ્યેય છે.[૪]

મોક્ષ[ફેરફાર કરો]

જૈન ધર્મમાં મુક્તિ (મોક્ષ) પ્રાપ્ત કરવાનો એક નિશ્ચિત માર્ગ સૂચવવામાં આવ્યો છે. સૂચવેલા ત્રિગુણક પથમાં જૈન ધર્મની રત્નત્રયીમાં (સમ્યક દર્શન, જ્ઞાન અને ચરિત્ર) નો સમાવેશ થાય છે. હિંદુ ધર્મમાં કોઈએ પણ મુક્તિનો કોઈ એક ચોક્કસ માર્ગ સૂચવ્યો નથી.[૧]

બ્રહ્માંડ[ફેરફાર કરો]

જૈન બ્રહ્માંડવિદ્યા મુજબ બ્રહ્માંડ શાશ્વત છે; તે ન તો બનાવવામાં આવ્યું છે કે ન તો તેનો નાશ થઈ શકે છે. હિંદુ ધર્મમાં તે એક સર્જક દ્વારા બનાવેલું માનવામાં આવે છે અને ભગવાન દ્વારા નાશ પામે છે અને ફરીથી તેનું નિર્માણ થાય છે.[૧]

કર્મ[ફેરફાર કરો]

કર્મ હિંદુ ધર્મમાં એક અદૃશ્ય શક્તિ છે, જ્યારે જૈન ધર્મમાં તે એક પ્રકારનું પદાર્થ છે જે આત્માને ચોંટેલું રહે છે.[૧]

આત્મ રક્ષા[ફેરફાર કરો]

જૈનો હિંદુઓ સાથે સંમત થાય છે કે આત્મરક્ષણમાં હિંસાને ન્યાયી ઠેરવી શકાય છે, અને તેઓ સંમત થાય છે કે લડાઇમાં દુશ્મનોને મારનાર સૈનિક કાયદેસરની ફરજ બજાવી રહ્યો છે. જૈન સમુદાયોએ તેમના સંરક્ષણ માટે લશ્કરી શક્તિનો ઉપયોગ સ્વીકાર્યો હતો; ઘણાં રાજાઓ, લશ્કરી સેનાપતિ અને સૈનિકો જૈન હતા. [૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ Sangave 2001.
  2. "Hinduism". Encyclopædia Britannica.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ Glasenapp 1999.
  4. Dundas 2002.