લખાણ પર જાઓ

જોગેશચંદ્ર ચેટરજી

વિકિપીડિયામાંથી

જોગેશચંદ્ર ચેટર્જી અથવા જોગેશચંદ્ર ચેટરજી (૧૮૯૫ – ૨ એપ્રિલ ૧૯૬૦) એક ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, ક્રાંતિકારી અને રાજ્યસભાના સભ્ય હતા.

જીવન પરિચય

[ફેરફાર કરો]

જોગેશચંદ્ર અનુશિલન સમિતિના સભ્ય બન્યા. તેઓ હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન (એચઆરએ)ના સ્થાપક સભ્યોમાંના એક હતા (૧૯૨૪માં) જે પાછળથી હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન બન્યું હતું.[] ક્રાંતિકારી પ્રવૃત્તિઓ બદલ તેમની ઘણી વખત ધરપકડ કરવામાં આવી હતી. ૧૯૨૬ માં કાકોરી ષડ્‌યંત્ર કેસમાં તેમના પર કેસ ચાલ્યો હતો અને આજીવન સખત કેદની સજા થઈ હતી.

તેમણે બે પુસ્તકો લખ્યાં છે .૧) ઈન્ડિયન રિવોલ્યુશનરીઝ ઇન કૉન્ફરન્સ ૨) ઇન સર્ચ ઑફ ફ્રિડમ (આત્મકથા)

૧૯૩૭માં જોગેશચંદ્ર કોંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ ટૂંક સમયમાં જ તેને છોડીને ૧૯૪૦માં રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટીના નામથી એક નવો પક્ષ રચ્યો હતો, જેમાંથી તેઓ ૧૯૪૦થી ૧૯૫૩ સુધી મહાસચિવ રહ્યા હતા. તેઓ ૧૯૪૯થી ૧૯૫૩ સુધી યુનાઇટેડ ટ્રેડ્સ યુનિયન કોંગ્રેસ (આરએસપીની ટ્રેડ યુનિયન પાંખ)ના અને માત્ર ૧૯૪૯ના વર્ષ માટે યુનાઇટેડ સોશિયાલિસ્ટ ઓર્ગેનાઇઝેશનના વાઇસ પ્રેસિડેન્ટ (ઉપપ્રમુખ) હતા.[]

આઝાદી બાદ તેઓ કોંગ્રેસમાં પાછા ફર્યા અને ૧૯૫૬માં ઉત્તર પ્રદેશથી રાજ્ય સભાના સભ્ય બન્યા અને ૨ એપ્રિલ ૧૯૬૦ના રોજ તેમના મૃત્યુ સુધી તેમના સભ્ય રહ્યા.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Gateway of India article". મૂળ માંથી 2012-06-29 પર સંગ્રહિત. મેળવેલ 2022-08-21. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  2. "Rajyasabha Who's Who". મૂળ માંથી 10 June 2003 પર સંગ્રહિત. મેળવેલ 5 March 2006. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  3. "List of Rajyasabha members". મૂળ માંથી 18 April 2006 પર સંગ્રહિત. મેળવેલ 5 March 2006. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]