જોડિયા પાવા

વિકિપીડિયામાંથી
જોડિયા પાવા
તુંબા અને જોડિયા પા
વર્ગીકરણ વીણા વાદ્ય
સંગીતકારો
ઉસ્તાદ ખામિસો ખાન, ઉસ્તાદ મિસરી ખાન જમાલી અને અકબર ખામિસો ખાન, ગુરમીત બાવા

જોડિયા પાવા ગુજરાતી, પંજાબી, સિંધી, રાજસ્થાની અને બલોચ લોક સંગીતકારો વડે વગાડાતું લાકડાનું વાંસળી જેવું વાદ્ય છે.[૧] તે મટ્ટિયાન, જોરહી, પાવા જોરહી, દો નાલી, દોનાલ, ગિરોહ, સતારા અથવા નાગોઝે તરીકે પણ ઓળખાય છે.[૨] તે બે જોડેલી વાંસળીઓ ધરાવે છે, જેમાંથી એક સૂર માટે હોય છે. આ બંને વાંસળીઓ જોડેલી હોય છે અથવા હાથમાં તેને અલગથી પકડવામાં આવે છે. બંને વાંસળીઓ વગાડવા માટે હવાને સતત ફૂંકવી પડતી હોય છે.[૩] દરેક ધબકાર પર શ્વાસ લેતા તે હિંડોળામય ધ્વનિ પેદા કરે છે. જોડિયા પાવાની બંને વાંસળીઓ શરૂઆતમાં સમાન લંબાઇ ધરાવતી હતી પરંતુ સમય જતાં તેમાંથી એક ટૂંકી થઇ ગઇ. જોડિયા પાવાની એક વાંસળી પુરુષ અને ટૂંકી વાંસળી સ્ત્રી વાદ્ય કહેવાય છે. આ વાદ્ય વડે કોઇ પણ ધૂન રજૂ કરી શકાય છે.[૪]

તે પંજાબમાં પરંપરાગત અને લોકસંગીતમાં વપરાય છે અને પંજાબી ભાંગરા સંગીતમાં મહત્વનું વાદ્ય બન્યું છે. રાજસ્થાની અને બલોચ લોકસંગીતમાં તે મહત્વનું વાદ્ય છે. જોડિયા પાવાના જાણીતા સંગીતકારોમાં સિંધી સંગીતકારો ખામિસો ખાન, ઉસ્તાદ મિસરી ખાન જમાલી અને અકબર ખામિસો ખાનનો સમાવેશ થાય છે.[૫] ગુરમીત બાવા આ વાદ્યનો ઉપયોગ કરતા જાણીતા પંજાબી લોકકલાકાર છે.[૬][૭]

મુસા ગુલામજત[૮] અને નુરમામદ સોઢા[૯] જાણીતા ગુજરાતી જોડિયા પાવા સંગીતકારો છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Indian Woodwind Instrument - Jodiya Pava". De Kulture (અંગ્રેજીમાં). મૂળ માંથી 2017-06-12 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ જુલાઇ ૨૦૧૭.
  2. "Alghoza". Asian Music Circuit. મૂળ માંથી 2017-02-27 પર સંગ્રહિત. મેળવેલ ૭ ડિસેમ્બર ૨૦૧૫.
  3. Pande, p. 70
  4. Usman, Maryam (૨૬ ઓગસ્ટ ૨૦૧૩). "Instrumental Ecstasy concert: A retreat into the rhythms of Sindhi classical tunes". The Express Tribune. મેળવેલ ૭ ડિસેમ્બર ૨૦૧૫.
  5. Peerzada, Salman (૧૩ સપ્ટેમ્બર ૨૦૧૪). "Cultural heritage and the French connection". Dawn. મેળવેલ ૭ ડિસેમ્બર ૨૦૧૫.
  6. Kaur, Simmypreet (૧ ઓક્ટોબર ૨૦૧૧). "ਲੰਮੀ ਹੇਕ ਦੀ ਮਲਿਕਾ ਗੁਰਮੀਤ ਬਾਵਾ" [The queen of the long vocal note]. The Punjabi Tribune (પંજાબીમાં). મેળવેલ ૧૭ ઓક્ટોબર ૨૦૧૩.
  7. Majari, Surjit (૨૫ ડિસેમ્બર ૨૦૧૦). "ਰਵਾਇਤੀ ਗਾਇਕੀ ਨੂੰ ਸੰਭਾਲਣ ਦੀ ਲੋੜ" [Need to preserve traditional music.]. The Punjabi Tribune (પંજાબીમાં). મેળવેલ ૧૦ મે ૨૦૧૨.
  8. "લોક કલા | ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર". sangeetnatak.gujarat.gov.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2017-04-30 પર સંગ્રહિત. મેળવેલ 2017-07-12.
  9. "માનકૂવા ગામે રવિવારે આર્ટ ફેસ્ટીવલ યોજાશે". દિવ્ય ભાસ્કર. ૧૪ ઓક્ટોબર ૨૦૧૬. મેળવેલ ૧૨ જુલાઇ ૨૦૧૭.
પુસ્તકો
  • Pande, Alka (૧૯૯૯). Folk Music & Musical Instruments of Punjab. Grantha Corporation. ISBN 818582262X.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]