ટીંબા રજવાડું

વિકિપીડિયામાંથી

ટીંબા રજવાડું વર્તમાન સમયમાં ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યમાં આવેલ ટીંબા ગામમાં આવેલું એક ભૂતપૂર્વ નાનું રજવાડું હતું.

ઇતિહાસ[ફેરફાર કરો]

ટીંબા રજવાડું સાતમા વર્ગમાં સમાવિષ્ટ તાલુકો અને રજવાડું હતું, જેમાં મહી કાંઠા વિસ્તારમાં વધુ ચાર ગામો સહિત સમાવેશ હતો. તેનું શાસન ગઢવારા થાણા અંતર્ગત કોળી સરદારો દ્વારા ચલાવવામાં આવતું હતું.

આ રજવાડાની સંયુક્ત વસ્તી વર્ષ ૧૯૦૧માં ૧૬૭૫ જેટલી હતી અને રાજ્યની આવક ૯૩૫ રૂપિયા (વર્ષ ૧૯૦૩-૦૪, મોટે ભાગે જમીનની મહેસુલી પેટે) જેટલી હતી અને ઈડરના રજવાડાને વાર્ષિક ૫૦ રૂપિયાની ચૂકવણી કરતું હતું.

સ્ત્રોત અને બાહ્ય કડીઓ[ફેરફાર કરો]