ટીપણી નૃત્ય

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ટીપણી નૃત્યએ એક  લોકનૃત્ય છે. તેનું ઉદ્ગમ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રમાંના  ચોરવાડ પ્રદેશમાં થયું હતું.[૧]

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

ટીપણી  લાકડાની ૧૭૫ સેમી લાંબી લાકડીની બનેલી હોય છે જેને એક છેડે લાકડાનો અથવા ધાતુનો ઘનાકાર ટુકડો હોય છે, જેને ગરબો કહે છે. પ્રાચીન સમયમાં બાંધકામના પાયાને અથવા ઉપરના માળમાં વપરાયેલા ચૂનાના ગારાને ટીપી ટીપી મજબૂત બનાવવા માટે ટીપણી વપરાતી. ટીપવાના કામમાં આવતી એકવિધતાને રોચક બનાવવા માટે તે સાથે નૃત્ય કરવામાં આવતું. પથ્થર તોડીને જમીન સપાટ કરનારી કોળી જાતિના લોકોએ આ નૃત્યની શરૂઆત કરી.[૨][૩][૪]

નૃત્ય[ફેરફાર કરો]

આ નૃત્ય માત્ર સ્ત્રીઓ દ્વારાજ કરવામાં આવતું હતું. આ નૃત્યમાં ટીપવાનું કાર્યકરતી મહિલાઓ સામસામી હરોળમાં ઊભી રહી લોક ગીતો ગાતી નૃત્યો કરતી. આ સાથે સંગીત ઉત્પન્ન કરવા તુરી અને થાળીનો ઉપયોગ કરવામાં આવતો. આ સિવાય નૃત્યમાં ઝાઝ, મંજીરા, તબલા, ઢોલ અને શરણાઈ પણ વપરાય છે.[૨][૩][૪][૫][૬]  કાર્ય સિવાય ઉત્સવો અને લગ્ન  સમયે  કરવામાં આવે છે પર તહેવારો અને લગ્ન પ્રસંગે આ નૃત્ય કરવામાં આવે છે.[૭]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Vedanta Kesari (૬ ડિસેમ્બર ૨૦૧૦). Living Imprints of Indian Culture. Lulu.com. p. ૫૮. ISBN 978-1-312-73458-6. Check date values in: |date= (મદદ)
  2. ૨.૦ ૨.૧ Manorma Sharma (૨૦૦૪). Folk India: A Comprehenseive Study of Indian Folk Music and Culture. Sundeep Prakashan. pp. ૨૫૩–૨૬૫. ISBN 978-81-7574-136-2. Check date values in: |year= (મદદ)
  3. ૩.૦ ૩.૧ "Tippani Dance in India". India9. ૧ જન્યુઆરી ૨૦૧૦. Retrieved ૧૨ જૂન ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (મદદ)
  4. ૪.૦ ૪.૧ "Tippani Folk Dance in Gujarat". Discovered India. Retrieved ૧૨ જૂન ૨૦૧૬. Check date values in: |accessdate= (મદદ)
  5. Harkant Shukla (૧૯૬૬). Folk Dances of Gujarat. Directorate of Information and Tourism. pp. ૧૭–૧૮. Check date values in: |year= (મદદ)
  6. Dances Of India. Har-Anand Publications Pvt. Limited. ૧ ઑગસ્ટા ૨૦૧૦. p. ૫૨. ISBN 978-81-241-1337-0. Check date values in: |date= (મદદ)
  7. Anjali H. Desai (૨૦૦૭). India Guide Gujarat. India Guide Publications. p. ૪૪. ISBN 978-0-9789517-0-2. Check date values in: |year= (મદદ)