લોકનૃત્ય

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

[1].ગરબો ગરબો શબ્દ ‘ગર્ભદીપ’ ઊપરથી બન્યો છે. ગુજરાતમાં શક્તિપુજા પ્રચલીત થઇ ત્યારથી ગરબો લોકપ્રીય છે.ગરબામા માટલીમા છીદ્રો રાખીને દીવો ગોઠવવામા આવે છે આ ગરબાને માંથા ઉપર લઇને સ્ત્રીઓ આધશક્તિ અંબિકા,બહુચરા વગેરેના ગરબા ગાય છે [2].રાસ હલ્લીસન અને લાચ્ય નુત્યમાંથી તેનો જન્મ થયો છે. વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતાં રાસ લોકપ્રીય બન્યો છે [3].હાલી નૃત્ય હાલીનૃત્ય સુરત જિલ્લાના દુબળા આદીવાસીઓનુ નૃત્ય છે. એક પુરૂષ અને એક સ્ત્રી ગોળાકારમાં ગોઠવાઇને,કમ્મર ઉપર હાથ રાખીને નાચે છે સાથે ઢોલ અને થાળી વગાડતા હોય છે [4].ભીલનૃત્ય પંચમહાલનાં ભીલનૃત્યો પૈકી યુદ્ધનૃત્ય વિશેષ જાણીતુ છે યુદ્ધનુ કારણ પ્રેમપ્રસંગ હોય છે આ નૃત્ય પુરૂષો કરે છે ઉન્માદમા આવી જઇને તેઓ ચીચીયારી પાડે છે અને જોરથી કુદકા મારે છે આ નૃત્ય કરતી વખતે તેઓ તીરકામઢા ભાલા વગેરે સાથે રાખે છે અને પગમાં ઘુંઘરાબાંધે છે સાથે મંજીરા પુંગીવાઘ અને ઢોલ પણ વાગતા હોય છે ભરૂચ જીલ્લામા શિયાળામાં થતુ આનૃત્ય ‘આગવા’ તરીકે ઓળખાય છે ઓખામંડળના વાઘેરો અને પોરબંદરના મેર તલવાર સાથે કુદકા મારતા આ નૃત્ય કરે છે [5].દાંડિયા રાસ દાંડિયા રાસમા ભાગ લેનારા હાથમાંબે દાંડિયા હોય છે આદાંડિયા સાથે તે તાલબદ્ધ રીતે ગોળાકારમાં ફરે છે અને સામસામાં બેસીને અથવા ફરતા ફરતા પરસ્પર દાંડિયા અથડાવે છે આ રાસ સાથે ઢોલ,તબલા,મંજીરા વગેરે પણ વાગતા હોય છે [6].ગોફગુંથણ રંગીન કાપડની પટ્ટી રાશ કે દોરીને એક કડીમાં બાંધીને ગુચ્છો બનાવાય છે એક હાથમાં દોરીનો ચેડો અને બીજા હાથમાં દાંડીયો પકડીને નૃત્ય કરવામાં આવે છે આનૃત્ય માં દોરીની ગુંથણી અને હલનચલ મુખ્ય છે આનૃત્યમાં પુરૂષો ભાગલે છે [7].ટિપ્પણી નૃત્ય આનૃત્ય ધાબુ ભરવા માટે ચુનાને પીસતી વખતે થાય છે ચારવાડ અને વેરાવળની ખારવણ બહેનો ટિપ્પણી વડે ટીપવાની ક્રીયા સાથે તાલબદ્ધ નૃત્ય કરે છે [8].પઢારોનુ નૃત્ય નળકાંઠાના પઢારો મંજીરા લઇને ગોળાકારમાં નૃત્ય કરતા હોય છે પગ પહોળા રાખીને હલેસા મારતા હોય છે કે અડધા બેસીને,અડધા સુઇને નૃત્યની વિવિધ મુદ્રાઓ કરતા હોય છે આ નૃત્ય સાથે એકતારો,તબલાં,બગલિયું અને મોટાં મંજીરાં વગાડવામાં આવે છે [9].માંડવી અને જાગનૃત્ય ઉત્તર ગુજરાત માં નવરાત્રી માં સોજા,મહેરવાડા,રૂપાલ વગેરે સ્થળોએ તથા અમદાવાવાદમાં ઠાકરપડા,પાડીદાર,રજપુત વગેરે કોમની બહેનો માથે કે જાગ મુકીને આ નૃત્ય કરે છે [10].રૂમાલનૃત્ય મહેસાણા જિલ્લાનાં ઠાકોરો કોળી તથા મેળાના પ્રસંગોએ હાથમાં રૂમાલ રાખી નૃત્ય કરતા હોય છે ઘોડા કે અન્ય પશુનુ મહોરૂં પહેરીને પણ આનૃત્ય કરાય છે [11].હમચી કે હીંચનૃત્ય સીમંત,લગ્ન કે જનોયના પ્રસંગે રાંદલ માતાને તેડવામાં આવેછે રાંદલ માતા ફરતી બહેનો રાંદલ માતાની સ્તુતિ કરતાં હમચી ખુંદે છે ક હીંચ લે છે [12].રાસડા રાસડામા લોકસંગીત મુખ્ય હોય છે આ ત્રણ તાલી રાસનો એક પ્રકાર છે કોળી અને ભરવાડ કોમોમા સ્ત્રી-પુરૂષો સાથે રાસડા લે છે રાસડામા ઉપયોગમા લેવાતા વાઘોમાં મોરલી,પાવા,શરણાઇ,કરતાલ,ઝાંઝ,ઘુંઘરા,મંજીરા,ઢોલ,ઢોલક,ડફ અને ખંજરી મુખ્ય છે [13].કોળી નૃત્ય કોળી સૌરાષ્ટ્રની રંગીલી કોમ છે તેઓ મધ્યમ કદના હોય છે તેમના શરીર પાતળા અનેચેતવંતાં હોય છે તરણેતરનો મેળો ક્રળીઓનો જ હોય છે કોળી સ્ત્રી પણ તાલી ના રાસ મા ચંગે છે મીઠી હલકે,મીઠા કંઠે અને મોકળા મને ગાતી તેમજ વાયુના હીલોળાની જેમ ઝુમતી કોશળી-સ્ત્રીને જોવી એ એક લહાવો છે [14].મેર નૃત્ય મેરજાતી નુ લડાયક ખમીર અને આર્કશક બાહુબળ આ નૃત્ય માં આગવુ સ્વરૂપ ધરાવે છે ઢોલ અને શરણાઇ એમના શુરાતનને બીરદાવતા હોય છે મેર લોકોમા પગની ગતિ તાલબદ્ધ હોવા છતા તરલતા ઓચી હોય છે કયારેક તેઓ એકથી દોઢ મીટર જેટલા ઉચા ઉચળે છે અને વીરરસ તથા રૌદ્રરસની પ્રસન્ન ગંભીર ચટા ઉભીથાય છે [15].સીદીઓનુ ધમાલ નૃત્ય જાફરાવાદ પાસે જંબુસર ગામમાં સીદી લોકોની ત્રણસો વર્ષ જુની વસાહત છે તેઓ મુળ આફ્રીકાના અહિં આવીને વસેલા મુસલમાનો છે હાથમાં મશીરાને તાલબદ્ધ ખખડાવે છેમોરપીચ્છનું ઝુંડ નાના ઢોલકા એમના સાધન છે સદીઓનો મુખી ગીતોગાતો અને ગવરાવતો જાય,ઠેક મારતો જાય અને બધાને માથેમોરપીચ્છનો ઝુડો ફેરવતો જાય [16].મેરાયો આ બનાસકાંઠાના વાવ તાલ્લુકા ના ઠાકોરો નુ નૃત્ય છે સરખડ અથવા ઝુંઝાળી નામના ઘાંસમાંથી તોરણ જેવા જુંમખા ગુથીને મેરાયો બનાવવામા આવે છે મેરાયો ઘુમાવતી આટોળી મેળાના સ્થળે પહોંચે છે પછી ખુલ્લી તલવારોથી પટાબાજી ખેલતા બે મોટીયારો દ્ધદ્ધયુદ્ધ એકબીજાને પડકારે છે આદશ્ય જોનારને હદય થંભી જતુ હોય એમ લાગે છે ત્યા એકાએક બને લડવૈયા સામસામે એકબીજાને ભેટીપડે છે આ વખતે હુડીલા ગવાય છે [17].ડાંગીનૃત્ય ડાંગ જિલ્લાના આદિવાસિઓનું ડાંગી નૃત્ય ચાળો તરીકે ઓળખાય છે માળીનો ચાળો ઠાકર્યા ચાળો વગેરે ડાંગીનૃત્ય ના 27 જાતના તાલ છે તેઓ ચકલી,મોર,કાચબા વગેરે જેવાપ્રાણી ઓ અને પંખીઓની નકલ નૃત્ય સ્વરૂપે કરે છે થાપી,મંજીરા કે પાવરી નામના વાજિંત્રોમાંથી સુર વહેતા થતા જ સ્ત્રી-પુરૂષો નાચવા માંડે છે