લખાણ પર જાઓ

ઈન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટ

વિકિપીડિયામાંથી
(ટીસીપી/આઈપી મોડેલ થી અહીં વાળેલું)

ઈન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટ (અંગ્રેજી: Internet protocol suite) ઈન્ટરનેટ કે તેના જેવા નેટવર્કો માટે સંચાર પ્રોટોકોલોનો એક સમૂહ છે અને સામાન્ય રીતે વાઈડ એરિયા નેટવર્ક માટેનો સૌથી લોકપ્રિય પ્રોટોકોલ સમૂહ છે. તેમાં અગત્યના બે પ્રોટોકોલો રહેલા છે : Transmission Control Protocol (TCP/ટીસીપી) અને ઈન્ટરનેટ પ્રોટોકોલ (IP/આઈપી), જેને કારણે આ સમૂહ સામાન્યરીતે TCP/IPથી ઓળખાય છે, સૌપ્રથમ આ બંને (ટીસીપી અને આઈપી) પ્રોટોકોલો પ્રમાણભૂત થયા હતા. ARPANET ના પાયાના પ્રભાવને લીધે તે કયારેક ક્યારેક DoD મોડેલ તરીકે ઓળખાય છે. (ARPANET ૧૯૭૦માં DARPA (યુ.એસ. દ્વારા સંચાલિત હતું)

ટીસીપી/આઈપી end-to-end જોડાણ પુરા પાડે છે જેમાં ડેટા કેવી રીતે, કેવા રૂપમાં, કયા રસ્તેથી પ્રસાર થઇ તેના સરનામાં પર પહોચશે તે સ્પષ્ટ કરેલું હોય છે. તેમાં રહેલા ચાર સ્તરો જે પોતે દરેક પોતાના પ્રોટોકોલ ધરાવે છે. નીચે થી ઉપર જતા આ સ્તરો આ પ્રમાણે છે :

૧.લીંક સ્તર (સામાન્ય રીતે “ઈથરનેટ”) લોકલ નેટવર્કમાટે સંચાર તકનીકો ધરાવે છે.

૨.ઈન્ટરનેટ સ્તર (આઈપી) લોકલ નેટવર્કો ને જોડવા, ત્યારબાદ એકથી વધુ ઇન્ટરનેટવર્કોને જોડવા માટે.

૩.પરિવહન સ્તર (ટીસીપી) હોસ્ટ-ટુ-હોસ્ટ ના સંચારનું સંચાલન કરે છે.

૪.એપ્લીકેશન સ્તર (દા.ત. HTTP) પ્રક્રિયા-થી-પ્રક્રિયા ના સ્તર પર થતા ડેટા સંચારો ને સ્પષ્ઠ કરતા પ્રોટોકોલોને સમાવે છે. (દા.ત. વેબ બ્રાઉઝર વેબ સર્વર સાથે કઈ રીતે સંપર્ક કરે છે)

ટીસીપી/આઈપી મોડેલ અને તેને લગતા પ્રોટોકોલો Internet Engineering Task Force (IETF) દ્રારા જાળવવામાં આવે છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

શરૂઆતના સંશોધનો

[ફેરફાર કરો]
પ્રથમ ઇન્ટરનેટવર્કના જોડાણ દર્શાવતી રેખાકૃતિ.
સ્ટેનફોર્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ પેકેટ રેડિયો વાન, પ્રથમ ત્રણ માર્ગીય ઇન્ટરનેટવર્કના પ્રસારણ સ્થળે.

૧૯૭0ની શરૂઆતમાં DARPA (Defense Advanced Research Projects Agency) સંચાલિત સંશોધન-વિકાસ ના નીપજ આ ઈન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટ છે. ૧૯૬૯માં ARPANET ની શરૂવાત પછી DARPA એ બીજા ઘણા ડેટા પ્રસારણના પ્રોજેક્ટો ચાલુ કર્યા. ૧૯૭૨માં Robert E. Kahn DARPAની Information Processing Technology Office જોઈન કરી, જ્યાં તેઓ સેટેલાઈટ પેકેટ નેટવર્ક અને ગ્રાઉન્ડબેઝડ રેડીઓ પેકેટ નેટવર્ક બંને નેટવર્ક પર કાર્ય કરતા તેમના ધ્યાનમાં આવ્યુકે, તે બંને નેટવર્ક એકસરખી રીતે સંચાર કરતુ હતું. ૧૯૭૩ના વસંતમાં Vinton Cerf જેઓ ARPANETના Network Control Protocol (NCP) ના ડેવેલોપર હતા, તેમણે Kahnના પ્રોજેક્ટને જોઈન કર્યો અને ARPANET માટે આગલી પેઢી માટે સાર્વજનિક-સ્થાપત્ય વાળા ઇન્ટરકનેક્શન મોડેલો પર કામ ચાલુ કર્યું.


૧૯૭૩ની ગરમીમાં, Kahn અને Cerf બંનેએ તેની મૂળભૂત પુનઃરચના પર કાર્ય કર્યું, જેમાં નેટવર્ક પ્રોટોકોલ સામાન્ય ઇન્ટરનેટવર્ક પ્રોટોકોલના ઉપયોગથી નેટવર્ક પ્રોટોકોલના તફાવતો ને છુપાવવામાં આવ્યા, અને ARPANETમાં વિશ્વાસનીયતા માટે નેટવર્ક જવાબદાર હતું તે જવાબદારી હવે હોસ્ટે (યજમાને) લીધી. Cerf એ આનો શ્રેય CYCLADES નેટવર્કના ડિઝાઈનરો Hubert Zimmerman અને Louis Pouzin આપે છે, તેમનો આ ડીઝાઇન પર મહત્વપૂર્ણ પ્રભાવ છે.


આ નેટવર્ક ડીઝાઇન ચોકસાઈપૂર્વક પ્રસારણ કરી શકે તેવું અને છેવાડાના નોડ સુધી ટ્રાફિકને પહોચાડનારૂ હતું. સરળ ડીઝાઇનનો ઉપયોગ કરીને લગભગ કોઈપણ નેટવર્કને (તેમની અસંબદ્ધ લાક્ષણીકતાઓ સાથે) ARPANET સાથે જોડી દેવાયા, ત્યારબાદ Kahanની શરૂવાત સમસ્યાનું નિરાકરણ થયું. ત્યારના વખતમાં મજાકમાં કહેવાતું કે, “ટીસીપી/આઈપી - Kahn અને Cerf ની (સહયોગમાં થયેલ) કામગીરીનું અંતિમ ઉત્પાદન જે બે ટીનના ડબ્બા અને દોરી થી ચાલશે”. આઈપી over Avian Carries નામનો સામાન્ય પ્રોટોકોલ બન્યા બાદ તેને સફળતાપૂર્વક ચકાસ્યો પણ ખરો. (આ પ્રોટોકોલની મદદથી કબુતર વડે ઈન્ટરનેટના ટ્રાફિક પ્રસારણ થયું)


એક કમ્પ્યુટર જેને રાઉટર કહેવાયુ જે દરેક નેટવર્કને એક ઇન્ટરફેસ પૂરો પાડે છે. તે નેટવર્કૉની વચ્ચે પેકેટો ની આપ લે કરે છે. પહેલા રાઉટર ગેટ-વે કહેવતો હતો, પણ બીજા પ્રકારના ગેટ-વે સાથે થતી ગુંચવણ ટાળવા માટે તેનું નામ બદલવામાં આવ્યું.

વિસ્તૃત વિગતવર્ણન

[ફેરફાર કરો]

૧૯૭૩ થી ૧૯૭૪ દરમિયાન, સ્ટેનફોર્ડમાં કાર્ય કરતા Cerfના નેટવર્કિંગ ગ્રુપે પહેલું ટીસીપીનું વિસ્તૃત વિગતવર્ણન આપ્યું, આ વર્ણન Xerox PARCમાં થયેલ શરૂઆતના નેટવર્કિંગના કાર્ય (જેમાં તેઓએ બનાવેલ PARC Universal Packet Protocol બનાવ્યો હતો) ના પ્રભાવ હેઠળ હતું.

ત્યારબાદ DARPAએ BBN Technologies, સ્ટેનફોર્ડ વિશ્વવિદ્યાલય અને યુનિવર્સિટી કોલેજ લંડન સાથે વિવિધ હાર્ડવેર પ્લેટફોર્મ પર કાર્ય કરતી આવૃત્તિઓ વિકસાવવા કરાર કર્યો. આ કરારના નીપજરૂપે ટીસીપીની ચાર આવૃતિઓ વિકસાવી: ટીસીપી V1, ટીસીપી V2, ટીસીપી V3 અને ટીસીપી/આઈપી v4. આ છેલ્લા પ્રોટોકોલનો ઉપયોગ આપને આજે પણ કરીએ છે.

૧૯૭૫માં, Stanford University અને College London(UCL) વચ્ચે બે ટીસીપી/આઈપી નેટવર્કો વચ્ચે સંચાર પરીક્ષણ કરવામાં આવ્યું. નવેમ્બર ૧૯૭૭માં, US, UK અને Norwayના સ્થળો વચ્ચે ત્રણ ટીસીપી/આઈપી નેટવર્કો વચ્ચે હાથ ધરવામાં આવી, ૧૯૭૮ અને ૧૯૮૩ વચ્ચે બહુવિધ સંશોધન કેન્દ્રો ખાતે કેટલાક અન્ય ટીસીપી/આઈપી પ્રોટોટાઇપ વિકસાવવામાં આવ્યા. જયારે નવા પ્રોટોકોલ ને કાયમી સક્રિય કરી ARPANET થી ટીસીપી/આઈપી સુધીનું સ્થાનાંતરનું સત્તાવાર કાર્ય ૧ જાન્યુઆરી ૧૯૮૩ના દિવસે સંપન્ન થયું.

સ્વીકાર

[ફેરફાર કરો]

માર્ચ ૧૯૮૨માં, US Department of Defenseએ જાહેર કર્યું કે ટીસીપી/આઈપી ને લશ્કરના તમામ કોમ્પુટર નેટવર્કિંગ માટે પ્રમાણભૂત કર્યો. ૧૯૮૫માં, Internet Architecture Board દ્રારા કમ્પ્યુટર ઉદ્યોગ માટે યોજાયેલ ત્રિ-દિવસીય ટીસીપી/આઈપી વર્કશોપ માં ૨૫૦ વિક્રેતા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો આ વર્કશોપ પ્રોટોકોલ પ્રોત્સાહન અને તેની વધતી જતી વ્યાપારી માંગ પર હતો.

૧૯૮૫માં, પહેલો Interop(ઇન્ફોર્મેશન ટેકનોલોજી નો વાર્ષિક વ્યાપારી મેળો) પરિષદ યોજોઈ જેનું પ્રયોજન ટીસીપી/આઈપીને વધુ અપનાવીને નેટવર્કની આંતરકામગીરી પર કેન્દ્રિત કરવાનું હતું, તે પરિષદ Dan Lynch – પ્રારંભિક ઈન્ટરનેટ કાર્યકર્તાએ સ્થાપી હતી. જેમાં શરૂવાતથી IBM અને DEC જેવા મોટા કોર્પોરેશનોએ હાજરી આપી હતી. આ પરિષદો દરવર્ષે યોજાય છે અને તેમાં હાજર રહેનાર સભ્યોની હાજરી દરવર્ષે વધતી જાય છે.

પોતાના આંતરિક પ્રોટોકોલો (SNA, XNS વિ.) વચ્ચે સ્પર્ધા હોવા છતાં IBM, ATT અને DEC જેવી મુખ્ય કોર્પોરેશનોએ ટીસીપી/આઈપીનો સ્વીકાર કર્યો, Barry Appelmanના જુથે ૧૯૮૪થી IBMમાં ટીસીપી/આઈપીને વિક્સાવાનું ચાલુ કર્યું. (પાછળથી Appelman AOLમાં ગયા અને ત્યાં થયેલા તમામ વિકાસ પ્રયાસના વડા રહ્યા). IBM સિસ્ટમમાં ટીસીપી/આઈપીના ઉત્પાદનો (MVS, VM અને OS/2 સહીત )ને પ્રવાહિતતા મળે તે માટે કોર્પોરેટ રાજકારણ કર્યું. આ જ સમયે, કેટલીક નાની કંપનીઓએ DOS અને MS Windows માટે ટીસીપી/આઈપી સ્ટેકની ઓફર કરવાનું શરૂ કર્યું; જેમકે કંપનીનું FTP સોફ્ટવેર. સૌપ્રથમ VM/CMS ટીસીપી/આઈપી સ્ટેક University of Wisconsinથી આવ્યો હતો.

વળી પાછા, આ મોટેભાગેના ટીસીપી/આઈપી સ્ટેકનું પ્રોગ્રામિંગ થોડા પ્રતિભાશાળી પ્રોગ્રામરોએ એકલા હાથે કર્યું હતું આવા પ્રોગ્રામરોમાં દા.ત. FTP સોફ્ટવેર ના John Romkey MIT PC/આઈપી Package ના લેખક હતા. Johan Romkey ના PC/આઈપીનું અમલીકરણ IBM PC ટીસીપી/આઈપી સ્ટેકમાંથી હતું. IBM Researchના Jay Elinsky અને Oleg Vishnepolskyએ અનુક્રમે VM/CMS અને OS/2 માટે ટીસીપી/આઈપી સ્ટેક લખ્યા.

ટીસીપી/આઈપીનો ફેલાવો ૧૯૮૯માં વધુ થયો જયારે UNIX માટે વિક્સેલા ટીસીપી/આઈપી કોડને સાર્વજનિક ડોમેઈન પર મુકવા AT&Tએ સંમતી આપી. IBM સહીત વિવિધ વિક્રેતાઓએ પોતાના ટીસીપી/આઈપી સ્ટેકમાં તેનો સમાવેશ કર્યો. માઈક્રોસોફ્ટે પોતાનો ટીસીપી/આઈપી સ્ટેક Windows95માં પ્રકાશિત કર્યો તે પહેલા ઘણી કંપનીઓ વિન્ડોસ માટે ટીસીપી/આઈપી સ્ટેક વેચતી હતી. ઈન્ટરનેટની ઉત્ક્રાંતિમાં આ ઘટના મોડી હતી, પણ તેણે બીજા પ્રોટોકોલો (જેઓ પછીથી નામશેષ થયા) પર ટીસીપી/આઈપીનું પ્રભુત્વ સ્થપાવ્યું. આ પ્રોટોકોલોમાં IBMના SNA, OSI, માઈક્રોસોફ્ટનો મૂળ પ્રોટોકોલ એવા NetBIOS અને Xeroxના XNS નો સમાવેશ થાય છે.

ચાવીરૂપ સ્થાપત્ય સિદ્ધાંતો

[ફેરફાર કરો]

શરૂઆતના સ્થાપત્ય દસ્તાવેજ RFC 1122 માં લેયરીંગના સ્થાપત્ય સિદ્ધાંતો પર ભાર મુકે છે.

  • End-to-End સિધ્ધાંત : આ સિધ્ધાંત સમય સાથે વિકસ્યો છે.
  • Robustness સિધ્ધાંત : સામાન્ય રીતે, ડેટા મોકલવા માટેનું અમલીકરણ રૂઢીચુસ્ત હોવું જોઈએ તેને મેળવવાની રીત સ્વતંત્ર હોવી જોઈએ. એટલેકે, તેણે સારી-રચના વાળા ડેટાગ્રામ મોકલવા તકેદારી લેવી જોઈએ, પણ આ સ્વીકારેલા ડેટાગ્રામનું અર્થઘટન થવું જોઈએ. આ સિદ્ધાંતનો બીજો ભાગ પણ મહત્વનો છે બીજા હોસ્ટ પર રહેલા સોફ્ટવેરો ખામી ધરાવતા હોઈ શકતા તે પ્રોટોકોલ ના લક્ષણોને બગાડીને ખોટો બનાવી શકે છે.

ઈન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટમાં રહેલ સ્તરો

[ફેરફાર કરો]
બે રાઉટરની મદદથી બે ઈન્ટરનેટ હોસ્ટને કનેક્ટ કરેલ છે અને દરેક હોપ પર ખાતે લગતાવળગતા લેયરો ઉપયોગમાં આવે છે. એપ્લીકેશન લેયર દરેક હોસ્ટની એપ્લીકેશનને વાચવા અને લખવા જેવા કાર્યો માટે એવી રીતે કાર્યરત કરે છે જેમકે તેઓની ક્રિયા એકબીજા સાથે સીધી રીતે એક જ ડેટા પાઈપમાં જોડાયેલ હોય. સંદેશવ્યવહારની બીજી બધી વિગતો એકબીજાથી ગોપનીય રહેલી છે. આ અંતર્ગત પધ્ધતિઓ જે નીચલા સ્તરોમાં રહેલ પ્રોટોકોલો રહેલ છે તે હોસ્ટ કમ્પ્યુટરો વચ્ચે ડેટાનું પ્રસારણ કરે છે.
RFC 1122માં દર્શાવ્યા મુજબ, લેયરો દ્વારા ઉતરતાક્રમમાં એપ્લીકેશન ડેટાનું ઇનકેપ્સ્યુલેશન.

ઈન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટ પ્રોટોકોલની અમૂર્તતા અને સેવાઓ માટે ઇનકેપ્સ્યુલેશનનો ઉપયોગ કરે છે. ઇનકેપ્સ્યુલેશન સામાન્ય રીતે સામાન્ય વિધેય સ્તરોમાં પ્રોટોકોલ ડીવીઝન સાથે સંકળાયેલું છે. સામાન્ય રીતે, એપ્લીકેશન (મોડેલમાં રહેલું સૌથી ઉચ્ચ સ્તર) ડેટાને નીચેના સ્તર પર મોકલવા પ્રોટોકોલના સેટ નો ઉપયોગ કરે છે જે આગળ જતા દરેક સ્તર પર સમાઈ જાય છે. મોડેલમાં ઉચ્ચ સ્તર પર રહેલો પ્રોટોકોલ તાર્કિક રીતે વપરાશકર્તાના કાર્યક્રમને મળતો હોય છે, જયારે નીચેના સ્તર પર રહેલા પ્રોટોકોલો ડેટાના ભૌતિક પ્રસારણને મળતા હોય છે. RFC 1122 ચાર-સ્તરો વાળું મોડેલનું સમર્થન કરે છે, જે નીચે પ્રમાણે છે.

  • એપ્લીકેશન લેયર (પ્રોસેસ-ટુ-પ્રોસેસ) : આ અવકાશમાં જે તે એપ્લીકેશનો વપરાશકારોના ડેટા બનાવે છે અને તેને બીજા કે તેજ હોસ્ટ પરની બીજી પ્રોસેસ કે અપ્લીકેશનો સાથે વાતચીત કરાવે છે. આ વાર્તાલાપ કરતા ભાગીદારોને આપને પેએર (Peer)થી ઓળખીએ છે. આ અવકાશમાં ઉચ્ચસ્તરીય પ્રોટોકોલો જેવા કે SMTP, FTP, SSH, HTTP વિ. સંચાલિત થાય છે.
  • ટ્રાન્સપોર્ટ સ્તર (હોસ્ટ-ટુ-હોસ્ટ) : ટ્રાન્સપોર્ટ (પરિવહન) સ્તર લોકલ નેટવર્ક કે રાઉટર થી છુટા પડેલ બે નેટવર્કો કે બે નેટવર્ક હોસ્ટ વચ્ચે નેટવર્કિંગ શાશન રચે છે. પરિવહન સ્તર સમાન નેટવર્કિંગ ઇન્ટરફેસ બનાવી તેને અંતર્ગત જોડાણોથી વાસ્તવિક ટોપોલોજી (લેઆઉટ)ને છુપાવી દે છે. આ સ્તરમાં ફલો સંચાલન, ભૂલ-સુધારો અને કનેક્શન પ્રોટોકોલ રહેલા છે જેવાકે, ટીસીપી. આ સ્તર ઈન્ટરનેટ હોસ્ટો વચ્ચે કનેક્શન સ્થાપે છે અને તેને જાળવી રાખવા પ્રયત્ન કરે છે.
  • ઈન્ટરનેટ સ્તર (ઇન્ટરનેટવર્કિંગ) : આ ઈન્ટરનેટ સ્તર નેટવર્ક સીમાઓની પાર ડેટાગ્રામની આપલે કરવાનું કાર્ય કરે છે. તેથી તેનો ઇન્ટરનેટવર્કિંગ ને અધિષ્ઠાપિત સ્તર તરીકે સંદર્ભ લેવાય છે તે ખરેખર ઈન્ટરનેટ ને અધિષ્ઠાપિત કરે છે. આ સ્તર ટીસીપી/આઈપી પ્રોટોકોલ સ્યુટ માટે સંબોધન(સરનામાં) અને રાઉટીંગ માળખાને વ્યાખ્યાયિત કરે છે. આ સ્તરના અવકાશમાં ઈન્ટરનેટ પ્રોટોકોલ નો સમાવેશ થાય છે, જે આઈપી સંબોધન(સરનામાં) ને વ્યાખ્યાયિત કરે છે. જેનું કાર્ય રાઉટીંગમાં ડેટાગ્રામને આગામી માટે વહન કરે છે. આઈપી રાઉટર જે અંતિમ ડેટા ગંતવ્યની નજીકના નેટવર્કને જોડી આપવા માટે પ્રોગ્રામ કરેલ હોય છે.
  • લીંક સ્તર : આ સ્તરો લોકલ નેટવર્કોમાં નેટવર્કિંગની પદ્ધતિઓને વ્યખ્યાતીત કરે છે જેમાં હોસ્ટ સીધા એકજ (રાઉટરની મદદવિના) જોડાયેલ હોય તેવાને વાતચીત કરવા લીંક પૂરી પાડે છે. આ સ્તર એવા પ્રોટોકોલોને વ્યખાયિત કરે છે કે જે લોકલ નેટવર્ક ટોપોલોજીને અને બાજુમાં રહેલા પાડોશના હોસ્ટના ઈન્ટરનેટ લેયરમાં ડેટાગ્રામ ને પહોચાડતા ઈન્ટરફેસોને વ્યખાયિત કરે છે. (OSIના ડેટા લીંક લેયરની જેમ)

OSI મોડેલની રચના પહેલા ઈન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટ અને લેયર પ્રોટોકોલ સ્ટેક ડીઝાઇન નો ઉપયોગ થતો આવ્યો છે. ત્યારથી ટીસીપી/આઈપી અને ઈન્ટરનેટ મોડેલ વચ્ચે સરખામણી થતી આવી છે અને કોઈવાર તેમના પરિણામો ગુચવાડો કે મુઝવણ પેદા કરે છે આ પાછળ તેઓની વિવિધ ધારણાઓ જે તેમનાં ચુસ્ત સ્તરોને સંબંધિત મહત્વ ધરાવે છે.

નિમ્ન સ્તરોથી ન શક્ય થયેલ સેવા સંક્ષેપીકરણની મદદથી ઉચ્ચ સ્તરો આપે છે. પાછુ, મૂળ OSI મોડેલ કનેક્શન સિવાયની સેવાઓ (OSIRM CL) સહીત વિસ્તારવામાં આવી. દા.ત. આઈપીની બનાવટ વિશ્વસનીય માટે નહિ પણ તેને શ્રેષ્ઠ પ્રયાસ થી ડીલેવરી કરવા માટે કરી છે તેનો મતલબ એ થયો કે બધા પરિવહન સ્તરના અમલીકરણો વિશ્વસનીય ડીલેવરી કરવા માટે ડીઝાઇન થયા નથી. UDP ડેટાની સંકલિતતા પુરી પાડે છે (ચકાસણી કરીને) પણ ડીલેવરી કરવાની કોઈ ગેરંટી નથી, ટીસીપી આ બંને ડેટાની સંકલિતતા અને ડીલેવરીની ગેરંટી (પેકેટના સ્વાગત કરનાર જ્યાં સુધી સ્વીકારની બાહેધરી નહિ આપે ત્યાં સુધી તે પેકેટનું વહન કર્યા જ કરે છે. ) આપે છે.

આ મોડેલમાં OSIની ઔપચારીકતાનો અને તેને સંકળાયેલ દસ્તાવેજો નો અભાવ છે, પણ IETF તેને સામાન્ય મોડેલ તરીકે નથી જોતી અને તેની મર્યાદાને ધ્યાનમાં લેતી નથી. David D. Clark ના કહેવા પ્રમાણે “અમે રાજાને, પ્રમુખને અને ચુંટણીને નકારીયે છીએ, અમે કાચી સર્વસંમતી અને રનીગ કોડમાં વિશ્વાસ રાખીએ છીએ.” આ મોડેલની ટીકા જે OSI મોડેલને આદર સાથે કરવામાં આવેલ છે.

  1. મલ્ટીએક્સેસ ને તેમના પોતાના અડ્રેસ સિસ્ટમ સાથે લીંક કરવા (દા.ત. ઈથરનેટ) એક અડ્રેસ મેપિંગ પ્રોટોકોલની જરૂરી છે. આવા પ્રોટોકોલો આઈપી ની નીચે પણ હાલના ની લીંક સિસ્ટમ ની ઉપર હોય છે. જયારે IETF શબ્દાવલીનો ઉપયોગ કરતુ નથી, આ ઉપનેટવર્ક પર આધારિત આંતરિક વ્યવસ્થા છે જે OSI મોડેલના વિસ્તરણ આધારિત છે.
  2. ICMP અને IGMP આઈપી ની ઉપર સંચાલિત થાય છે પણ ટીસીપી અને UDPની ડેટાનું પરિવહન કરી શકતું નથી. પાછી, આ કાર્યક્ષમતા OSI મોડેલમાં સ્તર મેનેજમેન્ટ તરીકે તેના મેનેજમેન્ટ ફ્રેમવર્કમાં રહેલ છે.
  3. SSL/TLS લાઈબ્રેરી પરિવહન સ્તરથી ઉપર સંચાલિત (ટીસીપી ના ઉપયોગથી) થાય છે પરંતુ, એપ્લીકેશન પ્રોટોકોલની નીચે રહે છે. આ ઈરાદાપૂર્વક ન હતું પણ આ ભાગની ડીઝાઇન માટે OSIના સ્થાપત્યનું પાલન કર્યું.
  4. અહી લીંક ને કાળા-બોક્ષ (Black Box) તરીકે ગણવામાં આવે છે. IETF નિશ્ચિતપણે ટ્રાન્સમીશન સિસ્ટમ પર ચર્ચા કરતુ નથી પણ તે ઓછુ શેક્ષણિક અને OSI મોડેલનું વ્યવહારુ વિકલ્પ છે.


ટીસીપી/આઈપી નેટવર્કિંગના દરેક સ્તરનું વર્ણન નીચે પ્રમાણે છે. (શરૂવાત સૌથી નીચેના સ્તરથી.)

લીંક સ્તર

[ફેરફાર કરો]

લીંક સ્તર સ્થાનિક નેટવર્કમાં જે તે હોસ્ટના જોડાણ ને પરિભાષિત કરતુ નેટવર્કિંગ અવકાશ છે. ઈન્ટરનેટ સાહિત્યમાં લીંકને મોટાભાગના પ્રચલિત વ્યવહાર પધ્ધતિ કર્તા તરીકે જોવાય છે. આ સૌથી નિમ્નસ્થાને રહેલો ઈન્ટરનેટ પ્રોટોકોલનો ઘટક સ્તર છે, ટીસીપી/આઈપી ની જેમ તેને હાર્ડવેરથી સ્વતંત્ર રહે તેમ બનાવેલ છે. પરિણામે ટીસીપી/આઈપીનું પરોક્ષ રીતે કોઈપણ હાર્ડવેર નેટવર્કિંગ ટોપોલોજીના ઉપર અમલીકરણ કરી શકાય છે.

લીંક સ્તરનો ઉપયોગ એક જ લીંક પર રહેલા બે જુદા હોસ્ટ ના ઈન્ટરનેટ સ્તર વચ્ચે પેકેટોને ખસેડવા માટે થાય છે. આ પેકેટોનું પ્રસારણ અને પ્રાપ્તી આપેલ લીંક – જે નેટવર્ક કાર્ડના ઉપકરણ-ચાલક સોફ્ટવેર અને તેની અંદર રહેલ ચીપસેટ કે ફર્મવેર આધારિત હોય છે. ભૌતિક માધ્યમમાં ફ્રેમના પ્રસારણ પહેલા, ડેટા લીંક પેકેટમાં હેડરનો ઉમેરો કરે છે. ટીસીપી/આઈપી મોડેલમાં મીડિયા એક્ક્ષેસ કંટ્રોલ (MAC) જેવી પ્રણાલીનો ઉપયોગ કરી ઈન્ટરનેટ પ્રોટોકોલ નેટવર્ક ના સરનામાને ડેટા લીંકના સરનામાંમાં અનુવાદ કરે છે, જોકે કે સ્તરની નીચે તમામ અન્ય પાસાં સર્વથા લિંક લેયર માં હાજર માનવામાં આવે છે, પરંતુ સ્પષ્ટપણે વ્યાખ્યાયિત નથી.

વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN) કે બીજા નેટવર્ક ટનલમાં ડેટા આ જ સ્તરથી મોકલાય છે. આ સ્થિતિમાં, લીંક સ્તરના ડેટાને એપ્લીકેશનના ડેટા તરીકે ગણી બીજા આઈપી કનેક્શન પર પ્રસારિત કરે છે. આવા જોડાણ, કે આભાસી લીંક કદાચ ટ્રાન્સપોર્ટ (પરિવહન) પ્રોટોકોલ કે એપ્લીકેશન પ્રોટોકોલના અવકાશમાં પણ લીંક સ્તરના પ્રોટોકોલ સ્ટેકની ટનલની જેમ સેવા આપે છે. આમ, ટીસીપી/આઈપી મોડેલ ચુસ્ત અધિક્રમિક ઇનકેપ્સ્યુલેશન શ્રેણીનું પ્રણોદન કરતુ નથી.

ઈન્ટરનેટ સ્તર

[ફેરફાર કરો]

ઈન્ટરનેટ સ્તર સંભવિત સમગ્ર બહુવિધ નેટવર્કો પર પેકેટો મોકલવાની જવાદારી ધરાવે છે. સ્ત્રોત નેટવર્ક માંથી ડેટા નિર્દિષ્ટ નેટવર્ક મોકલવા ઇન્ટરનેટવર્કિંગની જરૂરીયાત છે. આ પ્રક્રિયા ને રૂટીગ/રાઉટીંગ (Routing) કહેવાય છે.

ઈન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટમાં, ઈન્ટરનેટ પ્રોટોકોલ ના મુખ્ય બે મૂળભૂત કાર્યો છે.

  • હોસ્ટનું સંબોધન (Addressing) અને ઓળખ : આ અધિક્રમિક સંબોધન સિસ્ટમ સાથે પરિપૂર્ણ થાય છે. (જુઓ : આઈપી સરનામાં)
  • પેકેટ રાઉટીંગ : ડેટા ના પેકેટો(ડેટાગ્રામ)ને તેના સ્ત્રોત થી નિર્દિષ્ટ સ્થાન કે તેની નજીકના નેટવર્ક નોડ (રાઉટર) પર મોકલવાનું મૂળ કાર્ય છે.

ઈન્ટરનેટ સ્તર પરિવહન સ્તર પર રહેલા એપ્લીકેશન ડેટાના બંધારણોથી અજાણ નથી પણ તે વિવિધ પરિવહન સ્તર પ્રોટોકોલોની કામગીરીને પારખતો નથી. તેથી આઈપી ઉચ્ચ સ્તરના વિવિધ પ્રકારના ડેટાને વહન કરી શકે છે. આ દરેક પ્રોટોકોલો એક અનન્ય પ્રોટોકોલ નંબરથી ઓળખાય છે. દા.ત. ઈન્ટરનેટ નિયંત્રણ સંદેશ પ્રોટોકોલ (ICMP) અને ઈન્ટરનેટ ગ્રુપ વ્યવસ્થાપન પ્રોટોકોલ (IGMP) અનુક્રમે ૧ અને ૨ છે. આઈપી દ્વારા વહન થયેલ કેટલાક પ્રોટોકોલો જેવાકે, ICMP (આઈપી પ્રસારણ અંગે ટ્રાન્સમીટ તપાસ માહિતી માટે ઉપયોગી.) અને IGMP (આઈપી મલ્ટીકાસ્ટ ડેટાનું વ્યવસ્થાપન માટે ઉપયોગી) આઈપી ની ઉપરના સ્તરોમાં છે પણ ઇન્ટરનેટવર્કિંગના કાર્યો કરે છે. આ ઈન્ટરનેટ અને OSI મોડેલના ટીસીપી/આઈપી સ્ટેકના સ્થાપત્યના તફાવત ને સમજાવે છે.

ઈન્ટરનેટ સ્તર પરિવહન સ્તર વડે પ્રસારણ પામેલા ડેટાગ્રામો વાળા સંભવત જુદા આઈપી નેટવર્કો પર સ્થિત હોસ્ટ માટેજ અવિશ્વાસુ પ્રસારણ પૂરું પાડે છે. આ કાર્યક્ષમતા સાથે, ઈન્ટરનેટ સ્તર સંભવ ઇન્ટરનેટવર્કિંગ પુરા પાડે છે. જુદા જુદા આઈપી નેટવર્કો વચ્ચે ઇન્ટરનેટવર્કિંગ કરી આવશ્યકપણે ઈન્ટરનેટ અધિષ્ઠાપિત કરે છે. ARPANETની મૂળભૂત સંબોધન વ્યવસ્થા અને તેના અનુગામી ઈન્ટરનેટ આજે ઈન્ટરનેટ પ્રોટોકોલની ચોથી (આઈપી V4) આવૃત્તિ પર કાર્ય કરે છે. તે ૩૨-બીટ આઈપી અડ્રેસ છે જેથી તે અંદાજે ૪ અબજ યજમાનો ઓળખવા માટે સક્ષમ છે. આ મર્યાદા ૧૯૯૮માં ઈન્ટરનેટ પ્રોટોકોલ આવૃત્તિ ૬ (આઈપી Ver. 6) ના માનકીકરણ દ્વારા દુર કરી, અને ૨૦૦૬માં આ આવૃત્તિ ૬ ને અમલીકરણ કરવાની શરૂઆત થઇ છે.

પરિવહન સ્તર

[ફેરફાર કરો]

પરિવહન સ્તર હોસ્ટ-ટુ-હોસ્ટ જોડાણનું સ્થાપન કરે છે, તેનો મતલબ એમ થાય કે, તે ડેટા પ્રવાહનની વિગતની વ્યવસ્થા કરે છે જે ઉપયોગકર્તાના ડેટાના બંધારણથી અને કોઈપણ વિશેષ હેરફેર માટેની વિનિમય માહિતીથી સ્વતંત્ર હોય છે. આ સ્તર ની જવાબદારી ભૂલ નિયંત્રણ, સેગ્મેન્ટેશન, ફ્લો કંટ્રોલ, કન્જેશન નિયંત્રણ, અને સંબોધન (પોર્ટ નંબરો) અરજી સાથે સંદેશો end-to-end અંતર્ગત નેટવર્ક પર સ્વતંત્ર ટ્રાન્સફર કરવાની છે. પરિવહન સ્તરમાં End-to-End સંદેશ પ્રસારણ કે એપ્લીકેશનનું જોડાણ કનેક્શન-આધારિત, ટીસીપી-UDP માં અમલીકરણ કે જોડાણ-રહિત જેવી જુદી જુદી રીતે વર્ગીકૃત હોઈ શકે. પરિવહન સ્તર ને પરિવહન રચનાની જેમ વિચારી શકાય. દા.ત. વાહનમાં લદાયેલ સમાન કે વ્યક્તિઓને તેમની મંજીલ સ્થાન પર સહી સલામત પહોચાડવાની છે. જ્યાં સુધી બીજો પ્રોટોકોલ આ સલામત ડીલેવરીની જવાબદારી ન લે ત્યાંસુધી આ કાર્ય પરિવહન સ્તરનું છે. આ સ્તર ખાલી મૂળભૂત માહિતી ચેનલ અધિષ્ઠાપિત કરે છે જેનો ઉપયોગ કાર્યક્રમ તેની ચોક્કસ માહિતીના વિનિમય માં વાપરે છે.

આ હેતુ માટે આ સ્તર પોર્ટ નો ખ્યાલ રજુ કરે છે, જેમાં વિશિષ્ઠ રીતે દરેક સંચાર ચેનલોને તેની જરૂર પરમને ક્રમબદ્ધ-તાર્કિક નંબર ફાળવવામાં આવે છે. ઘણા પ્રકારની સેવાઓ માટે, આ પોર્ટ નંબરોનું માનકીકરણ થયેલ છે, જેથી ક્લાયન્ટ કમ્પ્યુટરો આ પોર્ટ સાથે સંકળાયેલ સેવાનો લાભ સર્વર કમ્પ્યુટરો પાસેથી કોઈપણ જાતની સેવાની ઘોષણા કે ડીરેક્ટરી સર્વિસ વગર લઇ શકે છે.

જ્યાંસુધી આઈપી ની વાત કરીએતો તે શ્રેષ્ઠ પ્રયાસ વિતરણની વ્યવસ્થા કરે છે, પરિવહન સ્તરએ ટીસીપી/આઈપી સ્ટેકનું પહેલું સ્તર છે જે વિશ્વાસનીયતા પણ આપે છે. આઈપી એ ઉચ્ચ સ્તર ડેટા લિંક નિયંત્રણ (HDLC) જેવી વિશ્વસનીય માહિતી કડી પ્રોટોકોલ પર ચાલી શકે છે. ઉદાહરણ તરીકે, ટીસીપી જોડાણ-આધારિત પ્રોટોકોલ છે અને તેના સંબોધનો(Addresses)ના અસંખ્ય વિશ્વાસનીય મુદ્દાઓ વિશ્વસનીય બાઇટ પ્રવાહ પૂરો પાડે છે.

  • ડેટા ક્રમમાં આવે છે.
  • ડેટામાં ભૂલો આછી હોય છે. (એટલેકે, ભૂલ સુધારણા)
  • વધારાના નકલ થયેલ ડેટા ને ફગાવી દેવાય છે.
  • ખોવાઈ/ફગાવેલા ડેટા ફરીથી મોકલાવાય છે.
  • ટ્રાફિક અકસ્માત નિયંત્રણ નો સમાવેશ છે.

નવો સ્ટ્રીમ કંટ્રોલ ટ્રાન્સમીશન પ્રોટોકોલ (SCTP) પણ વિશ્વાસનીય, જોડાણ-આધારિત પરિવહન રચના ધરાવે છે. તે સંદેશ-પ્રવાહ-આધારિત છે – ટીસીપીની જેમ બાઈટ-પ્રવાહ-આધારિત નથી અને એકજ જોડાણમાં એક થી વધારે પ્રવાહને મલ્ટીપ્લેક્ષ કરી આપે છે. તે મલ્ટી-હોર્મિંગ ની વ્યવસ્થા કરે છે, જેમાં છેવાડાના જોડાણ એકથી વધારે આઈપી સંબોધનોથી રજુ થાય છે (એક થી વધારે ભૌતિક ઇન્ટરફેસોને રજુ કરે છે), જો એક બંધ થાયતો જોડાણમાં ભંગાણ પડતું નથી. શરૂવાતમાં આને ટેલીફોની કાર્યક્રમો માટે વિકસાવવામાં આવ્યા હતા (SS7 ને આઈપી પર પરિવહન કરવા) પરંતુ, તેને અન્ય કાર્યક્રમો માટે પણ વાપરી શકાય છે.

યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ એ આઈપી જેવો જોડાણ-રહિત પ્રોટોકોલ છે, તે શ્રેષ્ઠ પ્રયાસ વિતરણની વ્યવસ્થા વાળો અવિશ્વાસપાત્ર પ્રોટોકોલ છે. વિશ્વસનીયતા નબળા ચકાસણી અલગોરિધમનો ઉપયોગ કરી ને ચકાસવામાં આવે છે. UDP નો ઉપયોગ મોટેભાગે પ્રવાહિત મીડિયા જેવાકે ઓડીઓ, વિડીઓ, વોઈસ ઓવર આઈપી માં થાય છે. જ્યાં વિશ્વાસપાત્ર ડીલેવરી કરતા સમય પર ડીલેવરી વધુ અગત્યની છે. DNS એ તેનું બીજું ઉદાહરણ છે જેમાં સાદી પૂછપરછ/પ્રતિભાવના કાર્યક્રમોનો સમાવેશ છે. રીયલ ટાઈમ પ્રોટોકોલ ડેટાગ્રામ પ્રોટોકોલ છે જેની રચના ઓડીઓ કે વિડીઓ જેવા પ્રવાહિત ડેટા માટે થઇ છે.

આપેલ કોઈપણ નેટવર્ક સરનામાં પરના કાર્યક્રમો તેમની ટીસીપી અથવા UDP પોર્ટ દ્વારા અલગ કરી શકાય છે. રુપાંતરણ દ્વારા ચોક્કસ જાણીતા પોર્ટ ચોક્કસ કાર્યક્રમો સાથે સંકળાયેલ છે. (ટીસીપી અને UDP પોર્ટ નંબર યાદી જુઓ.)

કાર્યક્રમ (એપ્લીકેશન) સ્તર

[ફેરફાર કરો]

એપ્લીકેશન સ્તર નેટવર્કમાં સંચાર માટે ઉપયોગી કાર્યક્રમો માટેના ઉચ્ચ-સ્તરીય પ્રોટોકોલોનો સમાવેશ કરે છે. ઉદાહરણ તરીકે ફાઈલ ટ્રાન્સફર પ્રોટોકોલ (FTP) અને સિમ્પલ મેઈલ ટ્રાન્સફર પ્રોટોકોલ (SMTP). એપ્લીકેશન સ્તર મુજબ ડેટાનું કોડીગ થાય છે, અને પછી પરિવહન સ્તરના પ્રોટોકોલો (TCP ke UDP) આ ડેટાઓનું એક કે (કોઈકવાર) એકથી વધુ વખત ઇન્કેપ્સુલેશન થાય છે જેનું નીચેના સ્તરો વહન કરી તેને ખરેખર ભૌતિક વાયરોમાં પ્રવાહિત કરાય છે.

જયારે IP સ્ટેક વ્યાખ્યાયિત થયો ત્યારે એપ્લીકેશન સ્તર અને પરિવહન સ્તર ની વચ્ચે કોઈપણ સ્તર ન હતું, એપ્લીકેશન સ્તરે કોઈપણ પ્રોટોકોલને સમાવો રહ્યો જે OSI ના રજૂઆત સ્તર અને સત્ર સ્તરના પ્રોટોકોલ જેમ કાર્ય કરતો હોય. આ મોટેભાગે લાઈબ્રેરીઓની મદદથી શક્ય બન્યું.

સંચાર ને સ્થિર નેટવર્ક કનેક્શન પુરૂ પાડવા માટે સામાન્ય રીતે એપ્લીકેશન સ્તર પરિવહન (અને તેની નીચેના) સ્તરોને કાળા બોક્ષ તરીકે વર્તે છે. જ્યાં કાર્યક્રમોને છેવાડાના હોસ્ટનું IP સંબોધન તેના પોર્ટ નંબર, પરિવહન સ્તરની ગુણવત્તા વિષે જાણકારી હોય છે. ઉપર નોધ્યું તેમ, ઈન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટ માં જરૂરી સ્તરો સ્પષ્ટ નથી. એપ્લીકેશન સ્તરો મોટેભાગે ક્લાયન્ટ-સર્વર કાર્યક્રમો આધારિત હોય છે અને મોટેભાગેના સર્વરો ચોક્કસ પોર્ટ દ્વારા સેવા આપે છે જે IANA દ્વારા સોપેલ છે. HTTPનો પોર્ટ ૮૦ છે. ટેલનેટ નો પોર્ટ ૨૩ વિ. જયારે બીજી બાજુ ક્લાયન્ટો ક્ષણજીવી પોર્ટો નો ઉપયોગ કરે છે એટલેકે, હેતુ પ્રમાણે પોર્ટ નંબરોની શ્રેણીમાંથી કોઈ એક યાદચ્છિક નંબર નો ઉપયોગ કરે છે.

પરિવહન અને નીચે રહેલા સ્તરોને મોટેભાગે એપ્લીકેશન સ્તરના પ્રોટોકોલોના સ્પષ્ટિકરણો સાથે કોઈ લેવાદેવા નથી. રાઉટર અને સ્વીચ મોટે ભાગે ઇન્કેપ્સુલેટ થયેલ ત્રાફિકની અંદર રહેલ ડેટાની તપાસ ન કરતા આ ત્રાફિકના વહન માટે એક નળીની કાર્ય કરે છે. તેમ છતાં Resouce Reservation Protocol (RSVP) જેવા પ્રોટોકોલની મદદથી ફાયરવોલ, Unified Threat Management (UTM) અને બેન્ડવિથને માર્યાદિત કરે તેવા કાર્યક્રમો આવા ડેટાની અંદર તપાસે છે. આ Network Adress Translation (NAT) જેવા પ્રોટોકોલ ચોક્કસ એપ્લીકેશન સ્તર ના પ્રોટોકોલની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. (NAT પ્રોટોકોલની મદદથી ખાનગી નેટવર્કમાં રહેલ હોસ્ટને એક જાહેર IP એડ્રેસના ઉપયોગ થી ઈન્ટરનેટથી જોડી શકાય છે. જેમાં જાહેર IP અડ્રેસ ઈન્ટરનેટ આપનાર મોડેમ, રાઉટર કે ફાયરવોલ વિ. ના બહારી ઇન્ટરફેસ પર સોપાયેલ હોય છે.)  

નામી સાહિત્યોમાં સ્તરોના નામ અને સંખ્યા

[ફેરફાર કરો]
Kurose,[] Forouzan [] Comer,[] Kozierok[] Stallings[] Tanenbaum[] RFC 1122, Internet STD 3 (1989) Cisco Academy[] Mike Padlipsky's 1982 "Arpanet Reference Model" (RFC 871) OSI મોડેલ
પાંચ સ્તરો ચાર+એક સ્તરો પાંચ સ્તરો પાંચ સ્તરો ચાર સ્તરો ચાર સ્તરો ત્રણ સ્તરો સાત સ્તરો
"પાંચ સ્તરીય ઈન્ટરનેટ મોડેલ" or "TCP/IP પ્રોટોકોલ સ્યુટ" "TCP/IP 5-સ્તરીય સંદર્ભ મોડેલ" "TCP/IP મોડેલ" "TCP/IP પાંચ સ્તરીય ઈન્ટરનેટ મોડેલ " "ઈન્ટરનેટ મોડેલ" "ઈન્ટરનેટ મોડેલ" "ARPANET સંદર્ભ મોડેલ" OSI મોડેલ
એપ્લીકેશન એપ્લીકેશન એપ્લીકેશન એપ્લીકેશન એપ્લીકેશન એપ્લીકેશન એપ્લીકેશન /પ્રક્રિયા એપ્લીકેશન
રજૂઆત
સત્ર
પરિવહન પરિવહન હોસ્ટ-ટુ-હોસ્ટ કે પરિવહન પરિવહન પરિવહન પરિવહન હોસ્ટ-ટુ-હોસ્ટ પરિવહન
નેટવર્ક ઈન્ટરનેટ ઈન્ટરનેટ ઈન્ટરનેટ ઈન્ટરનેટ ઇન્ટરનેટવર્ક ઈન્ટરનેટ
ડેટા લીંક ડેટા લીંક (નેટવર્ક ઇન્ટરફેસ) નેટવર્ક પ્રવેશ ડેટા લીંક લીંક નેટવર્ક ઇન્ટરફેસ નેટવર્ક ઇન્ટરફેસ ડેટા લીંક
ભૌતિક (હાર્ડવેર) ભૌતિક ભૌતિક ભૌતિક

OSI અને TCP/IP સ્તરીય તફાવતો

[ફેરફાર કરો]
OSI અને TCP/IP મોડેલ વચ્ચે સ્તરીય સરખામણી/તફાવત

OSI સ્તરમાં રહેલા પ્રથમ ત્રણ જુદા જુદા સ્તરો – કાર્યક્રમ, રજૂઆત અને સત્ર સ્તરો TCP/IP મોડેલમાં માત્ર એક જ સ્તર કાર્યક્રમ સ્તર તરીકે દર્શાવેલ છે. જુદા જુદા લેખકોએ RFCનું જુદી જુદી રીતે અર્થઘટન કર્યું છે, લગભગ લીંક સ્તર (અને TCP/IP મોડેલ) OSI મોડેલ ના પહેલા સ્તર (ભૌતિક સ્તર)ના મુદ્દાઓ આવરી લે છે અથવા જો હાર્ડવેર સ્તર લીંક સ્તરની નીચે છે એમ માની લેવામાં આવે છે.

કેટલાક લેખકોએ OSIના સ્તર ૧ અને ૨ ને TCP/IP મોડેલ સાથે સમાવિષ્ઠ કર્યા છે, કેમકે આધુનિક માનકીકરણો(દા.ત. IEEE અને ITU)એ આ માટે સરખા સંદર્ભ આપ્યા છે. ઘણીવાર આનું પરિણામ પાંચ સ્તરોવાળા મોડેલ સાથે આવે છે જ્યાં લીંક સ્તર કે નેટવર્ક પ્રવેશ સ્તર ને OSI મોડેલના સ્તર ૧ અને ૨ માં વિભાજીત કરાય છે.


TCP/IPમાં સરનામાંલેખન

[ફેરફાર કરો]

TCP/IP પ્રોટોકોલો ચાર પ્રકારના સરનામાંઓ(એડ્રેસો) નો ઉપયોગ કરે છે : ભૌતિક (લીંક) એડ્રેસ, તાર્કિક (IP) એડ્રેસ, પોર્ટ એડ્રેસ અને વિશિષ્ટ એડ્રેસ.

TCP/IP સ્થાપત્યમાં ચોક્કસ સ્તર જોડે કોઈ એક એડ્રેસ સંકળાયેલો છે. જે નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે.

એપ્લીકેશન સ્તર પ્રક્રિયાઓ વિશિષ્ટ એડ્રેસ
પરિવહન સ્તર SCTP TCP UDP પોર્ટ એડ્રેસ
નેટવર્ક સ્તર IP અને બીજા પ્રોટોકોલો તાર્કિક એડ્રેસ
ડેટા લીંક સ્તર ભૌતિક નેટવર્કોની પાછળની ક્રિયાઓ ભૈતિક એડ્રેસ
ભૌતિક સ્તર

અમલીકરણ

[ફેરફાર કરો]

આ પ્રોટોકોલ કે સ્તરીય મોડેલનું અમલીકરણ કરવા માટે કોઈ ચોક્કસ હાર્ડવેર કે સોફ્ટવેરની જરૂર નથી તેથી આજે ઉપયોગમાં લેવાતા કમ્પ્યુટર, સંચાલક પદ્ધતિઓ, તમામ ગ્રાહક-લક્ષી પદ્ધતિઓ સહીત TCP/IPનું અમલીકરણનો સમાવેશ કરે છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. જેમ્સ એફ. Kurose અને કીથ ડબલ્યૂ. રૉસ (૨૦૦૮). કમ્પ્યુટિંગ નેટવર્કિંગ : ઍ ટૉપ-ડાઉન અપ્રોચ (અંગ્રેજીમાં). ઍડિસન-વેસ્લી. ISBN 0321497708.
  2. Behrouz A. Forouzan, Data Communications and Networking, 2003
  3. Douglas E. Comer, Internetworking with TCP/IP: Principles, Protocols and Architecture, Pearson Prentice Hall 2005, ISBN 0-13-187671-6
  4. Charles M. Kozierok, "The TCP/IP Guide", No Starch Press 2005
  5. William Stallings, Data and Computer Communications, Prentice Hall 2006, ISBN 0-13-243310-9
  6. Andrew S. Tanenbaum, Computer Networks, Prentice Hall 2002, ISBN 0-13-066102-3
  7. Mark A. Dye, Rick McDonald, Antoon W. Rufi, Network Fundamentals: CCNA Exploration Companion Guide, 2007, ISBN 1-58713-208-7