લખાણ પર જાઓ

વર્ચ્યુઅલાઈઝેશન

વિકિપીડિયામાંથી

કમ્પ્યુટર વર્ચ્યુઅલાઈઝેશન કમ્પ્યુટર હાર્ડવેર, ઓપરેટીંગ સિસ્ટમ (OS), સંગ્રાહક ઉપકરણો કે નેટવર્ક ઉપકરણોની આભાસી (વાસ્ત્વીકને બદલે) રચના છે.

જ્યાસુધી ભૌતિક કમ્પ્યુટરની વાત કરીએતો તે વ્યક્તિગત (વપરાશકર્તાની દ્રષ્ટીએ) રીતે અને હેતુલક્ષી(કમ્પ્યુટર એડમીનની દ્રષ્ટીએ) એક સંપૂર્ણ અને વાસ્તવિક યંત્ર છે, આભાસી યંત્ર વ્યક્તિગત રીતે સંપૂર્ણ યંત્ર કહી શકાય પણ હેતુલક્ષી રીતે જોઈએતો પ્રોગ્રામ કે ફાઈલોના સેટ વાસ્તવિક યંત્ર ની ગરજ સારે છે. (આની વપરાશકર્તાને જાણકારી હોય એવું જરૂરી નથી)

વર્ચ્યુઅલાઈઝેશને એન્ટરપ્રાઇઝમાં આઇટીના સ્વાયત કમ્પ્યુટિંગ (આઈટીના પર્યાવરણમાં થતી ઘટનાઓ ને આધારે સ્વયં સંચાલિત) ના રૂપમાં એક ભાગ તરીકે જોઈ શકાય છે અને યુટીલીટી કોમ્પુટીંગ જેમાં કમ્પ્યુટરની તાકાત ને યુટીલીટી તરીકે જોવાય છે.(વપરાશકર્તા પોતાના ઉપયોગ પ્રમાણે પૈસા ચુકવે છે.) વર્ચ્યુઅલાઇઝેશન નો સામાન્ય ધ્યેય કેન્દ્રિત વહીવટી ક્રિયાઓ કરવી સાથે માપનીયતા અને હાર્ડવેર-સંસાધનનો સંપૂર્ણ ઉપયોગ સુધારવા થાય છે. વર્ચ્યુઅલાઈઝેશનની મદદથી એક જ CPU પર એકથી વધારે ઓપેરેટીંગ સીસ્ટમ એક સાથે ચલાવી શકાય છે. સમાંતરતા (Parallelism) ઓફીસ-ધંધા ની આનુષંગિક ખર્ચ માં ઘટાડો કરે છે અને તે OSમાં એકસાથે એકથી વધારે પ્રોગ્રામ ચલાવતા મલ્ટી-ટાસ્કીંગથી અલગ છે. વર્ચ્યુઅલાઈઝેશનની મદદથી એન્ટરપ્રાઇઝને સારી રીતે સંચાલિત કરી શકાય છે તેના થકી વપરાશકર્તાને ખલેલ પહોચાડ્યા વિના વધુ સારી ઓપરેટિંગ સિસ્ટમ અને કાર્યક્રમો સુધારાઓ અને ઝડપી ફેરફારો મેનેજ કરવાનો પ્રયત્ન કરશે. "છેલ્લે”, વર્ચ્યુઅલાઈઝેશન નાટકીય રીતે સંસ્થાને અને તેના સાધનો, કાર્યક્રમો ની કાર્યક્ષમતા અને પ્રાપ્યતા સુધારે છે. આજે “એક એપ્લીકેશન માટે એક સર્વર” જેવા જુના મોડેલ હવે ભૂતકાળ બની રહ્યા છે.

વર્ચ્યુઅલાઈઝેશન ના પ્રકાર

[ફેરફાર કરો]

હાર્ડવેર

[ફેરફાર કરો]

હાર્ડવેર વર્ચ્યુઅલાઈઝેશન કે પ્લેટફોર્મ વર્ચ્યુઅલાઈઝેશનના સંદર્ભમાં બનેલા આભાસી મશીન (વર્ચ્યુઅલ મશીન) ઓપેરેટીંગ સીસ્ટમની મદદથી સાચા(ભૌતિક રીતે વાસ્તવિક) કમ્પ્યુટરની જેમ વર્તે છે. આ વર્ચ્યુઅલ મશીનો પર ચાલતા સોફ્ટવેર તેની ભૌતિક કમ્પ્યુટર મશીન પર ચાલતા સોફ્ટવેરથી અલગ હોઈ શકે. દા.ત. ભૌતિક મશીન પર માઇક્રોસોફ્ટ વિન્ડોઝ OS હોય અને તેમાં બનેલા આભાસી મશીન Ubuntu આધારિત OSથી સંચાલિત થઇ શકે છે.

હાર્ડવેર વર્ચ્યુઅલાઈઝેશનના માં, યજમાન-મશીન વાસ્તવિક મશીન હોય છે કે જેનું વર્ચ્યુઅલાઈઝેશન થાય છે, અને મહેમાન-મશીન વર્ચ્યુઅલ મશીન છે. યજમાન અને મહેમાન શબ્દો ભૌતિક મશીનના સોફ્ટવેર કે વર્ચ્યુઅલ મશીન સોફ્ટવેર ના તફાવત પાડવા માટે ઉપયોગ કરવામાં આવે છે. જે સોફ્ટવેર અથવા ફર્મવેર યજમાન હાર્ડવેર પર વર્ચ્યુઅલ મશીન બનાવે તેને હાઇપરવિઝર અથવા વર્ચ્યુઅલ મશીન વ્યવસ્થાપક કહેવામાં આવે છે.

હાર્ડવેર વર્ચ્યુઅલાઈઝેશનના વિવિધ પ્રકાર છે:

૧ સંપૂર્ણ વર્ચ્યુઅલાઈઝેશન: જેમાં સોફ્ટવેર(જે સામાન્ય રીતે ગેસ્ટ ઓપરેટીંગ સિસ્ટમ) ને દાખલ કરવા વાસ્તવિક હાર્ડવેરનું લગભગ સંપૂર્ણ સિમ્યુલેશન થાય છે.

૨.આંશિક વર્ચ્યુઅલાઈઝેશન: થોડા ગેસ્ટ પ્રોગ્રામ જેને ચાલવા માટે આભાસી પર્યાવરણની જરૂર છે તેના માટે આંશિક વર્ચ્યુઅલાઈઝેશન કરાય છે.

૩.પેરાવર્ચ્યુઅલાઈઝેશન: હાર્ડવેરનું સિમ્યુલેશન થતું નથી; જો કે, ગેસ્ટ કાર્યક્રમો તેમની પોતાની અલગ ડોમેઇનમાં ચલાવવામાં આવે છે, જો કે તેઓ અલગ સિસ્ટમ પર કાર્ય કરે છે. ખાસ આ પર્યાવરણમાં કાર્ય કરવા માટે ગેસ્ટ કાર્યક્રમો માં ફેરફાર કરવાની જરૂર પડે છે.

હાર્ડવેર આસિસ્ટેડ વર્ચ્યુઅલાઈઝેશનથી હાર્ડવેર હાર્ડવેર વર્ચ્યુઅલાઈઝેશનની કાર્યક્ષમતા વધે છે. તે ખાસ ડીઝાઇન કરેલા CPU અને હાર્ડવેરનો સમાવેશ કરીને ગેસ્ટ પર્યાવરણની કાર્યસિદ્ધિ વધારે છે. હાર્ડવેર વર્ચ્યુઅલાઈઝેશન અને હાર્ડવેર ઈમ્યુલેશન બંને એકબીજાથી અલગ છે. હાર્ડવેર ઈમ્યુલેશન માં એક હાર્ડવેર બીજાનું અનુકરણ કરે છે, પણ વર્ચ્યુઅલાઈઝેશનમાં હાઇપરવિઝર કમ્પ્યુટર હાર્ડવેર કે પુરા કમ્પ્યુટર નું અનુકરણ કરે છે અને બંને (હોસ્ટ અને ગેસ્ટ) પાસે એક સમયે અલગ અલગ કાર્ય લેવાની વ્યવસ્થા કરે છે.

ડેસ્કટોપ

[ફેરફાર કરો]

ડેસ્કટોપ વર્ચ્યુઅલાઈઝેશન ભૌતિક મશીન થી તાર્કિક મશીનને અલગ કરવાની સામાન્ય કલ્પના છે.

વર્ચ્યુઅલ ડેસ્કટોપ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (VDI) ડેસ્કટોપ વર્ચ્યુઅલાઈઝેશનનું એક સ્વરૂપ છે જેનાથી હાર્ડવેર વર્ચ્યુઅલાઇઝેશનને એક વધુ આધુનિક સ્વરૂપ તરીકે પ્રયોજી શકાય છે. આ ટેકનોલોજીમાં ભૌતિક હોસ્ટ સાથે કીબોર્ડ, માઉસ અને મોનીટર વડે સીધા સંપર્ક રહેવાને બદલે વપરાશકર્તા એક ડેસ્કટોપ કમ્પ્યુટર કે કોઈ મોબાઈલ ઉપકરણથી કોઈ નેટવર્ક કનેક્શન (મોબાઈલ કનેક્શન કે LAN કે WIFI, ઈન્ટરનેટ વિ) ની મદદથી સંપર્કમાં રહી કાર્ય કરે છે. વધારામાં, સર્વર કમ્પ્યુટર એકથી વધારે આભાસી મશીનો બનાવી એક થી વધારે વપરાશકર્તાઓ ને એક જ સમયે તેઓની એપ્લીકેશન પર કાર્ય કરાવે છે.

સંસ્થાઓ પોતાના ડેટા સેન્ટરને વર્ચ્યુલાઈઝ કરીને માહિતીના વ્યાપને વધારી શકે છે. ક્લાઈન્ટ આર્કીટેક્ચરોએ પણ તેમના કેન્દ્રાભિસૃત ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા વિતરિત સેવા વાળા ગુણવત્તા-લાભ લેવા માટે તેને અનુમાન, સાતત્ય સાથે સતત વિકસાવવાનું ચાલુ રાખ્યું છે. ઉદાહરણ તરીકે, HP અને IBM જેવી કંપનીઓ વર્ચ્યુઅલાઈઝેશન સોફ્ટવેર અને ડિલિવરી મોડલ શ્રેણી માટે વિતરિત ક્લાઈન્ટ કમ્પ્યુટિંગ મર્યાદાઓ પર સુધારા સાથે સંકર VDI મોડલ પુરા પાડ્યા છે. શ્રેષ્ઠ ક્લાઈન્ટ પર્યાવરણો PC તથા બીજા ઉપકરણોના ભારને કેન્દ્રિય સર્વર ને સોપીને વધુ વ્યવસ્થિત આભાસી ક્લાયન્ટ બનાવ્યા છે, જેમાં OS, ડેટા અને એપ્લીકેશનો કેન્દ્રીય સર્વર પર સુરક્ષિત રહે છે. આથી વપરાશકર્તાઓ પોતાના ડેસ્કટોપ (ડેટા, એપ્લીકેશન વિ.) ને ગમે ત્યારે ગમે તે જગ્યાએ થી ઉપયોગ કરે છે વળી IT એડમીન માટે આ પર્યાવરણનું સંચાલન તથા વ્યવસ્થાપન કેન્દ્રિય થયું હોવાથી સરળ રહે છે. દા.ત. OS કે એપ્લીકેશન માં એકવાર સુધારો (અપગ્રેડ) કર્યા બાદ તેની અસર બધા આભાસી મશીનો પર આવે છે જયારે દરેક ભૌતિક મશીનોને અલગથી કરવાનું રહે છે.

બીજા એક સ્વરૂપ સેશન(સત્ર) વર્ચ્યુઅલાઈઝેશન ઘણા વપરાશકર્તાઓને નેટવર્કની મદદથી એક તાકાતવાળા સર્વર સાથે જોડાઈને એકસાથે વાપરવાની પરવાનગી આપે છે. દરેક વપરાશકારો પોતાના વ્યતિગત ડેટા પોતના મળેલા ડેસ્કટોપમાં સંઘરી રાખે છે. સત્ર વર્ચ્યુઅલાઈઝેશનનું મલ્ટી સીટ રૂપરેખાંકન કરીએતો તેને બહુવિધ મોનિટરો, કીબોર્ડ અને માઉસ સાથે જોડાયેલ એક PCની મદદથી પરિપૂર્ણ કરી શકાય છે. ડેસ્કટોપ વર્ચ્યુઅલાઈઝેશન માં જોવા મળતા થીન ક્લાયન્ટ સામાન્ય અને/કે સસ્તા કમ્પ્યુટર હોય છે જેમાં નેટવર્કમાં જોડાઈ શકે તેની વ્યવસ્થા હોય છે તથા તેમાં અર્થપૂર્ણ હાર્ડડિસ્ક, રેમ કે પ્રોસેસિંગ પાવરનો અભાવ હોય છે. આમ છતાં, ઘણી સંસ્થાઓ આવા થીન ક્લાયન્ટનો ઉપયોગ કરી પોતાના કેન્દ્રીય એપ્લીકેશનો (કેન્દ્રીય સર્વર પર રહેલી)નો ઉપયોગ કરી સોફ્ટવેર License cost થી બચે છે. ડેસ્કટોપ વર્ચ્યુઅલાઈઝેશન સોફ્ટવેરના નવા વૃતાંત અને પેચ ના વહીવટને સરળ બનાવે છે સોફ્ટવેર ની નવી આવૃત્તિ કે પેચ ને સર્વરમાં નાખ્યા બાદ ડેસ્કટોપને રીબુટ કરતા તેમાં પણ નવું/સુધારેલું સોફ્ટવેર જોવા મળે છે.

વર્ચ્યુલાઈઝ ડેસ્કટોપ ના સમૂહ ને કલાઉડ દ્રારા બનાવેલ હોસ્ટેડ વર્ચ્યુઅલ ડેસ્કટોપ (HVD) માં ખસેડતા ડેસ્કટોપ ની કોપીઓ કેન્દ્રિય રીતે નિષ્ણાતોની દેખરેખ માં આવે છે તેથી તેનો નિભાવ(ઇલેકટ્રીસીટી, ઉન્નત હાર્ડવેર ખરીદી વિ.) અને દેખરેખ(બેકઅપ વે.) ના માસિક સંચાલન ખર્ચામાં કાપ આવે છે.

સામાન્ય PC (Thick ક્લાઈન્ટ) ના રક્ષણ માટે એક અલગ ગોપનીય / સુરક્ષિત વાતાવરણ બનાવવું પડે છે જેથી તેમાં રહેલા ડેટા કે મોંઘાં ઉપકરણોને બચાવી શકાય પરંતુ, થીન ક્લાઈન્ટ માં મોટેભાગે કોઈપણ પ્રકારના મોઘાં ઉપકરણો વપરાતા નથી અને તેના બધા ડેટા કેન્દ્રીય સર્વર પર સુરક્ષિત હોય છે. આ કેન્દ્રિય સર્વરને મૂળ કાર્યાલયથી દુર ગોપનીય સ્થાને પણ મૂકી શકાય.

સોફ્ટવેર

[ફેરફાર કરો]
  • ઓપરેટીંગ સીસ્ટમ-લેવલ વર્ચ્યુઅલાઈઝેશન : એકજ OS પર એકથી વધારે વર્ચ્યુલાઈઝ પર્યાવરણો બનાવે છે.
  • એપ્લીકેશન વર્ચ્યુઅલાઈઝેશન અને વર્કસ્પેસ વર્ચ્યુઅલાઈઝેશન: OS પર રહેલી એકલી એપ્લીકેશન ને વર્ચ્યુલાઈઝ પર્યાવરણ પૂરૂ પાડે છે. એપ્લીકેશન વર્ચ્યુઅલાઈઝેશન પોર્ટેબલ એપ્લીકેશનની કલ્પના સાથે ગાઢ રીતે સંકળાયેલ છે.
  • સર્વિસ વર્ચ્યુઅલાઈઝેશન : આશ્રીત(દાત. ત્રીજો પક્ષકાર, વિકસતું કે અમલમાંન હોય તેવું) સીસ્ટમ ઉપકરણોના વિકાસ કે ટેસ્ટીંગ માટે રહેલી ટેસ્ટ એપ્લીકેશનની વર્તણુક ને અનુસરે છે. બધા ઉપકરણોનું આભાસીકરણ કરવાને બદલે કોઈ ચોક્કસ ઉપકરણનું આભાસીકારણ કરે છે.
  • મેમરી વર્ચ્યુઅલાઈઝેશન પુરા નેટવર્ક સિસ્ટમમાંના સ્ત્રોતોમાંથી RAM (રેન્ડમ એક્સેસ મેમરી) ને ભેગી કરીને એક મેમરી પૂલ (મેમરી પુલ) બનાવે છે.
  • આભાસી મેમરી એ મેમરી સંચાલન તકનીક છે જેનો ઉપયોગ OS-કર્નલ મલ્ટી-ટાસ્કીંગ પ્રોગ્રામને સંચાલિત કરવા માટે કરે છે. વિન્ડોઝ જેવી OS હાર્ડડિસ્ક પર રહેલી મુક્ત જગ્યા (મેમરી) નો ઉપયોગ કરે છે આમાં ભૈતિક મેમરી (RAM) નો ઉપયોગ થતો નથી
  • મેમરી ઓવરકમીટમેન્ટ આભાસી મશીનને ભૌતિક કમ્પ્યુટરમાં રહેલી ભૌતિક મેમરી કરતા વધુ મેમરીથી કાર્ય કરાવે છે.

સંગ્રહ (Storage)

[ફેરફાર કરો]
  • સ્ટોરેજ વર્ચ્યુઅલાઈઝેશન ભૌતિક સ્ટોરેજ ને સંપૂર્ણ તાર્કિક સ્ટોરેજ બનવાની પ્રક્રિયા છે.
  • ડેટા વર્ચ્યુઅલાઈઝેશન ડેટા ને આદર્શ સ્તર પર પ્રદશિત કરે છે, જે ડેટાબેસ સિસ્ટમ, માળખા કે સંગ્રહ થી સ્વતંત્ર હોય છે.
  • ડેટાબેસ વર્ચ્યુઅલાઈઝેશન જે સ્ટોરેજ અને એપ્લીકેશન સ્તરની વચ્ચે રહેલા ડેટાબેસ સ્તર છુટા કરે છે.

નેટવર્ક

[ફેરફાર કરો]

નેટવર્ક વર્ચ્યુઅલાઈઝેશન નેટવર્કમાં કે નેટવર્ક સબનેટ ની પાર નેટવર્કનું વર્ચ્યુઅલાઈઝેશન બનાવે છે.

ઉન્નત ક્ષમતા

[ફેરફાર કરો]

સ્નેપશુટીંગ

[ફેરફાર કરો]

સ્નેપશોટ આભાસી મશીનની એક ચોક્કસ સમયની સ્થિતિ છે જેમાં જે તે સમયના ડેટાની કોપીનો સંગ્રહ ઉપકરણ પર કરે છે. સ્નેપશોટ ચોક્કસ સમયે હુકમ આપીને લઇ શકાય છે અને જરૂરિયાત પ્રમાણે તેમાં ઉમેરો કરી શકાય છે. તેને રી-સ્ટોર કરતા VM જે તે સમય (જે સમયે સ્નેપ શોર્ટ લીધો હોય) જેવું જ બની જાય છે. દા.ત., આ ક્ષમતાનો ઉપયોગ કોઈ જોખમી કામગીરી કરવા પહેલા કરાયો હોઈતો, જો કામગીરી સફળતાપૂર્વક પાર ના પડી હોઈ અને VMને જુના મોડમાં ચાલુ કરવુ હોયતો સ્નેપ-શોર્ટ ખુબજ ઉપયોગી બને છે.

વિગતવાર સમજૂતી