ટેટ્રીસ (રમત)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
ટેટ્રીસ, એ એક પ્રખ્યાત કોયડા પ્રકારની 'વિડિયો ગેમ' છે. જેની રચના જૂન ૬, ૧૯૮૪ ના રોજ 'એલેક્ષી પાજીતનોવ' (Alexey Pajitnov) નામનાં, મોસ્કો, રશિયાનાં એક 'પ્રોગ્રામરે' કરેલ. [૧] [૨] આ રમતનું નામ તેમણે ગ્રીક અંક "ટેટ્રા", એટલેકે 'ચાર' - રમતનો દરેક ટુકડો ચાર ચોકઠાં વડે બનેલ હોય છે, (પરંતુ અલગ અલગ ગોઠવણીના કારણે તેના આકાર જુદા જુદા બનતા હોય છે.)- અને પોતાની પ્રિય રમત ટેનિસ નાં સંયોજનથી બનાવેલ છે. [૩]
આ રમત કોમ્પ્યુટર તેમજ મોબાઇલ ફોન પર રમવામાં આવે છે. આ એક પ્રકારની કોયડા રમત છે. જેમાં ઉપરથી નીચેની તરફ આવતા કોઇ પણ આકારનાં ચોકઠાને નીચેની લીટીમાં યોગ્ય જગ્યાએ ગોઠવી અને એક,કે એક કરતાં વધુ આડી રેખાઓ બનાવવાની હોય છે. આ રમતમાં ચોકઠાનાં આકાર પ્રકાર ને ઝડપથી યોગ્ય રીતે ગોઠવવાની નિપૂણતા કેળવવાની હોય છે. આ રમતમાં જેમ જેમ વધુ લાઇનો બનાવો તેમ તેમ નવા ચોકઠાં આવવાની ઝડપ વધતી જાય છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ http://www.reuters.com/article/technologyNews/idUSTRE5510V020090602
- ↑ The Tetris saga Retrieved August 24, 2007.
- ↑ Pajitnov interview, G4 "Icons", ep. 305 સંગ્રહિત ૨૦૦૫-૦૩-૧૧ ના રોજ વેબેક મશિન, originally aired on April 22, 2004.