લખાણ પર જાઓ

ડબગરવાડ હત્યાકાંડ

વિકિપીડિયામાંથી

ડબગરવાડ હત્યાકાંડ એ ૯ જૂન ૧૯૮૫ના રોજ ભારતના અમદાવાદમાં મણીબેનનાં ઘરને બાળી નાખવાની ઘટના હતી.[] આ ઘટનાના પરિણામે ૮ હિંદુઓ (૩ મહિલાઓ અને ૫ બાળકો) ના મોત નીપજ્યા હતા અને ૧૯૮૫ના અમદાવાદ તોફાનો દરમિયાન અંધાધૂંધી, સલામતીના ગેરવહીવટ અને નબળી તપાસના પ્રતીક માટે યાદ કરાય છે.

પૃષ્ઠભૂમિ

[ફેરફાર કરો]

ફેબ્રુઆરી ૧૯૮૫માં, ગુજરાત સરકારની જ્ઞાતિ આધારિત અનામતની નવી નીતિ વિરુદ્ધ એક જન આંદોલન અમદાવાદમાં શરૂ કરાયું હતું. કોંગ્રેસની સરકારે આંદોલનકારીઓ પર કડક પગલાં લીધા. અગ્રણી પ્રાદેશિક સમાચારપત્ર ગુજરાત સમાચાર પોલીસની બર્બરતા અને માનવાધિકાર ઉલ્લંઘનોને ઉજાગર કરવામાં મોખરે હતું. ૨૨ એપ્રિલ, ૧૯૮૫ના રોજ, પોલીસની આગેવાનીમાં ટોળાએ હુમલો કરી અખબારના મુખ્ય મથકને આગ લગાવી દીધી હતી, જેમાં તેનું પ્રિન્ટિંગ પ્રેસ પણ હતું. એસોસિએશન ફોર પ્રોટેક્શન ડેમોક્રેટિક રાઇટ્સે, તેની સિવિલ લિબર્ટીઝ ઇન ઈંડિયા-યર બુક, ૧૯૮૫માં, 'પોલીસ ઇઝ એ ઓર્ગેનાઇઝ્ડ ગેંગસ્ટર' લખ્યું હતું. સરકારની આ આરક્ષણની નીતિ વિરુદ્ધ, ફેબ્રુઆરી ૧૯૮૫માં શરૂ થયેલું આંદોલન માર્ચ, ૧૯૮૫માં હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે થયેલા કોમી રમખાણોમાં ફેરવાઈ, જે લાંબા ગાળા સુધી સતત ચાલતું રહ્યું, પરિણામે બંને સમુદાયોમાં મોટા પ્રમાણમાં જાન-માલનું નુકસાન થયું.[] અમદાવાદ શહેરમાં ઓક્ટોબર ૧૯૮૬ સુધી તોફાનો ચાલ્યા. હિંસાના કારણે અંદાજે ૨૭૫ જેટલા મૃત્યુ થયા, હજારોની સંખ્યામાં ઇજાઓ થઈ અને લાખો લોકો વિસ્થાપિત થયા.[] [] શરૂઆતમાં રમખાણો એ રાજ્ય સરકારની આરક્ષણ નીતિ પરનો એક આંતરિક મુદ્દો હતો, પરંતુ તે હિંદુઓ અને મુસ્લિમો વચ્ચેના કોમી રમખાણોમાં ફેરવાઈ ગયો. તોફાનીઓએ શરૂઆતમાં રાજ્યની સંપત્તિને નિશાન બનાવ્યું, પરંતુ એક મહિનાની અંદર [] તેમણે એકબીજાની માલિકીની સંપત્તિને લક્ષ્ય બનાવવાનું શરૂ કર્યું.[]

આ હુલ્લડના પરિણામે ડબગર હિંદુ સમુદાયના લોકોએ સામૂહિક સ્થળાંતર કર્યું હતું, જેઓ ડ્રમ જેવા વાદ્ય સાધનો, છત્રીઓ અને પતંગ જેવી વસ્તુઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. લશ્કરની હાજરીને કારણે જ્યારે શાંતિની પુનસ્થાપના થઇ ત્યારે અમુક ડબગરો પોતાના ઘરે તેમની મિલકત અને વ્યવસાયની દેખરેખ રાખવા માટે પાછા ફર્યા અને દિવસ દરમિયાન તેમના ઘરની મુલાકાત લેતા હતા. મણિબેન, એક ડબગર, જેમની એક પુત્રીએ મુસ્લિમ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેના પતિ સાથે તેના કૌટુંબિક સંબંધો તણાયેલા હતા અને તેનો પતિ તેમના ઘરે જ રહેતો હતો. લશ્કરી થાણું નજીક હોવા છતાં તોફાનોની ઘટના વારંવાર બનતા ૭ જૂન ૧૯૮૫ના રોજ આ વિસ્તારમાં સંચારબંધી લાગુ કરવામાં આવી હતી.[]

૯ જૂન ૧૯૮૫ના રોજ બપોરે ૧.૩૦ વાગે ડબગરવાડથી લશ્કરની વિદાય થઇ. મુસ્લિમ ટોળા બે બાજુથી એકઠા થઈ ગયા હતા અને જ્યારે તેઓ મણીબેન અથવા ઇલેક્ટ્રિક પાવર સબ સ્ટેશનના મકાન નજીક ક્યાંક ખૂણામાં ભેગા થયા હતા, ત્યારે પોલીસ ચોકીથી આશરે ૨૫૦ ફીટ દૂર આવેલા મણીબેનના ઘરે હુમલો કર્યો અને આગ લગાવી અને ઘરને બહારની બંધ કરી દીધું જેને કારણે મણિબેન, તેમની બે પુત્રીઓ, ચાર પૌત્રો અને એક પાડોશીના પુત્રનું મોત નીપજ્યું. તેની આગળના મકાનમાં આગ લાગી હતી જે, નવીનચંદ્ર, કાંતિલાલ, કાલિદાસ અને અન્ય લોકોનું હતું. ટોળાએ, જેમાં મહિલાઓ પણ હતી, ફાયર બ્રિગેડને આગ બુઝાવતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.[][]

૬૩ આરોપીઓ સામે આરોપ મુકવામાં આવ્યો હતો અને પૂરતા પુરાવાના અભાવે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ટ્રાયલ કોર્ટે ૫૫ અને સુપ્રીમ કોર્ટે ૬ને નિર્દોષ જાહેર કર્યા હતા. ભારતની સુપ્રીમ કોર્ટે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા બાદ તપાસકર્તાઓ અને રાજ્ય સરકારની ભારે ટીકા કરી હતી અને જણાવ્યું હતું:

What a tragedy? Eight human lives roasted alive. Five in waiting for gallows. Neighbours residing peacefully for generations sharing common happiness and sorrow even playing cricket together suddenly went mad. Blood thirsty for each other. Burning, looting and killing became order of the day. Even ladies attempted to prevent fire brigade from extinguishing fire. How pathetic and sad. Still sadder was the manner in which the machinery of law moved.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ Sheth, Pravin N. (1986). Caste and Communal Timebomb (અંગ્રેજીમાં). Golwala Publications.
  2. Spodek, Howard (2008). "From Gandhi to Violence: Ahmedabad's 1985 Riots in Historical Perspective". Modern Asian Studies. 23 (4): 765–795. doi:10.1017/S0026749X00010209.
  3. "History of Communal Violence in Gujarat". Outlook Magazine. 22 November 2002. મેળવેલ 25 October 2014.
  4. Fuller, C. J. (2011). A Companion to the Anthropology of India. Wiley-Blackwell. પૃષ્ઠ 2004. ISBN 978-1405198929.
  5. Shani, Ornit (2007). Communalism, Caste and Hindu Nationalism: The Violence in Gujarat. Cambridge University Press. પૃષ્ઠ 159. ISBN 978-0521727532.
  6. Economic and Political Weekly, March 16, 2012.
  7. ૭.૦ ૭.૧ "Dilaver Hussain S/o Mohammadbhai Laliwala, etc., vs. State of Gujarat and Anr. - (1991) 1 SCC 253". Supreme Court of India. 5 October 1990. મૂળ માંથી 25 ઑક્ટોબર 2014 પર સંગ્રહિત. મેળવેલ 25 October 2014. Check date values in: |archive-date= (મદદ)