લખાણ પર જાઓ

ડાફલા પહાડીઓ

વિકિપીડિયામાંથી

ડાફલા પહાડીઓ ભારત દેશના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલ આસામ અને અરુણાચલ પ્રદેશ રાજ્યોની સરહદના પશ્ચિમી ભાગ પર સ્થિત એક પર્વતશૃંખલા છે . તે તેજપુર અને લખીમપુર જિલ્લાના ઉત્તર ભાગમાં આવેલ છે.[]

લોકો અને ઇતિહાસ

[ફેરફાર કરો]

ડાફલા પર્વતીય વિસ્તારમાં ડાફલા નામથી ઓળખાતી આદિવાસીઓની વસ્તી રહે છે. ભારત ખાતે બ્રિટિશ રાજની શરૂઆતના સમયમાં આ વિસ્તારનો મોટો ભાગ બ્રિટિશ વ્યવસ્થાને આધીન ન હતો. વર્ષ ૧૮૭૨માં આ લોકો સ્વતંત્ર હતા પણ અચાનક જે વિસ્તારમાં બ્રિટિશ કબજો હતો, તે વિસ્તારમાં સ્થાયી તેમના જ પોતાના આદિજાતિના અન્ય લોકો પર હુમલો કર્યો હતો અને તેમાંથી ૪૪ લોકોને બંદી બનાવી લઈ ગયા હતા. તેના જવાબમાં વર્ષ ૧૮૭૪માં બ્રિટિશ રાજ દ્વારા ૧૦૦૦ સૈનિકોની ફોજ લઈને ડાફલા વિસ્તાર પર આક્રમણ કરવામાં આવ્યું હતું અને તેમને આધીનતા સ્વીકારવા માટે વિવશ કર્યા હતા.[]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Geography and Development of Hill Areas: A Case Study of Arunachal Pradesh," N. Sharma and Surya Pal Shukla, Mittal Publications, 1992, ISBN 9788170993834
  2. Chisholm, Hugh, ed. (1911). "Daphla Hills". Encyclopædia Britannica. 7 (11th ed.). Cambridge University Press. p. 825.