કેસર મકવાણા

વિકિપીડિયામાંથી
(ડૉ કેસર મકવાણા થી અહીં વાળેલું)

કેસર મકવાણા ગુજરાતી ભાષા સાહિત્યના સંશોધક, વિવેચક, સંપાદક અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિનિયન વિદ્યાશાખામાં ગુજરાતી ભાષાના PhD ના માર્ગદર્શક છે. તેઓ સાવરકુંડલાની કાણકિયા કોલેજમાં ગુજરાતી ભાષાના અધ્યાપક પણ છે.[૧]

જીવન[ફેરફાર કરો]

કેસર મકવાણાનો જન્મ ૧૦ સપ્ટેમ્બર ૧૯૬૬ના રોજ કોડીનાર તાલુકાના મિતિયાજ ગામે માતા જેઠીબહેન અને પિતા મસરીભાઈને ત્યાં જન્મ થયો હતો. (તેમની કાયદાકીય જન્મ તારીખ ૧ જૂન ૧૯૬૫ નોંધાયેલ છે.) તેઓનું પ્રાથમિક શિક્ષણ પોતાના વતનમાં જ થયેલું અને તેઓ ગુજરાતી ભાષામાં અનુસ્નાતક (વિ. વિ. નગર) સુધીનો અભ્યાસ કરીને સાથે વિનોદ જોશીના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. થયા.

સર્જન અને કારકિર્દી[ફેરફાર કરો]

કેસર મકવાણા વિવેચક અને સંપાદક છે. કેસર મકવાણાએ ૧૫ જેટલા પરિસંવાદમાં વક્તવ્યો આપ્યાં છે જેમાં "અસ્મિતા પર્વ" અને "મનોજ પર્વ" પરિસંવાદોનો સમાવેશ થાય છે.

  • ગ્રામજીવનની સાઠોત્તરી- ગુજરાતી નવલકથા (સંશોધનાત્મક વિવેચન) (પ્રથમ આવૃત્તિ - ૨૦૦૨ બીજી આવૃત્તિ - ૨૦૧૪)
  • પરિમિત- (વિવેચન લેખો) - (૨૦૦૯)
  • નાનાભાઈ હ. જેબલિયા - વ્યક્તિ અને વાઙમય (સંપાદન - ૨૦૧૨)
  • અમે પાદરમાં ઝાટકે ખરેલા (નાનાભાઈ હ. જેબલિયાની બલિદાન કથાઓ) સંપાદન - (૨૦૧૪)
  • પરિસર (વિવેચન લેખોનો સંગ્રહ) ‍(૨૦૧૫‌)
  • દલિતાયન (દલિત સાહિત્ય વિવેચન સંગ્રહ) પ્રકાશક- ગુજરાત દલિત સાહિત્ય અકાદમી, અમદાવાદ. (૨૦૧૫)

સંદર્ભ[ફેરફાર કરો]

  1. રાધેશ્યામ શર્મા (૧૭ જાન્યુઆરી ૨૦૧૬). ""સાક્ષરજન તો... "". જનસત્તા (અમદાવાદ આવૃત્તિ).