લખાણ પર જાઓ

ડો. મહેન્દ્રલાલ સરકાર

વિકિપીડિયામાંથી

ડો. મહેન્દ્રલાલ સરકાર નો જન્મ ભારત દેશનાં પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યનાં હાવડા જિલ્લાનાં પૈકપુરા ગામમાં થયો હતો. જયારે તેની ઉંમર ૫ વર્ષની હતી ત્યારે તેમના પિતા અને ૯ વર્ષની હતી, ત્યારે તેઓનાં માતાનું અવસાન થયુ હતું. નાનપણથી જ તેઓ જ્ઞાન અને વિજ્ઞાનનાં પુસ્તકો વાંચીને આગળ આવ્યા હતા. તેઓ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવીને એમ.ડી. સુધીનું શિક્ષણ મેળવ્યું હતું અને કોલકાતા માં પ્રખ્યાત તબીબ તરીકેની નામના મેળવી હતી. મહેન્દ્રલાલે તે સમયે " કલકતા જર્નલ ઓફ મેડિસિન " નામે એક પત્ર પ્રસારીત કરીને જ્ઞાનપિપાસુ અને ઉત્સાહિત વિધાર્થીઓનું એક અભ્યાસમંડળ તૈયાર કર્યુ હતું. જેનાથી વિજ્ઞાન અંગેના અવનવા પ્રયોગો, સંશોધનોને લગતી અદ્વિતીય કામગીરી બજાવી હતી. તેઓએ ભારત દેશનાં લોકોને વિજ્ઞાનની અગત્યતા સમજાવવામાં પોતાનું જીવન વિતાવ્યુ હતું, જેથી ભારત સરકારે તેમનુ બહુમાન કર્યુ હતું. ભારત દેશમાં વિજ્ઞાન શિક્ષણને પ્રથમવાર લોકપ્રિય બનાવનાર આ મહાન વિભુતિ ઈ.સ.૧૯૦૩ના વર્ષમાં અવસાન પામ્યા હતા.