ઢાંચાની ચર્ચા:ગુજરાતની યુનિવર્સિટીઓ
માન.સાહેબ, આ સુંદર ઢાંચામાં "ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી" (સંદર્ભ માટે જુઓ:વેબસાઇટ],જે ગત વર્ષે એન્જીનિયરીંગનાં શિક્ષણ માટે રચવામાં આવેલ છે, નો યોગ્ય જણાયે સમાવેશ કરવા વિનંતી.--અશોક મોઢવાડીયા ૧૧:૦૨, ૨૬ એપ્રિલ ૨૦૦૯ (UTC)
અન્ય અભિપ્રાય
[ફેરફાર કરો]મિત્રો, મારા મતે જ્યારે ઢાંચાનું નામ "ગુજરાતની યુનિવર્સિટીઓ" છે, ત્યારે તેમાં ફક્ત અધિકૃત રીતે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીઓનો જ સમાવેશ કરવો યોગ્ય જણાય છે. અન્ય સંસ્થાનો કે જે ભલે પ્રચલિત હોય, પરંતુ યુનિવર્સિટીનો દરજ્જો પ્રાપ્ત ના હોય તેમને અલગ પાડવા જોઇએ, જેમકે, પર્યાવરણ આયોજન અને તકનીકી કેન્દ્ર, ધીરુભાઇ અંબાણી ઇન્સ્ટીટ્યુટ ઑફ ઇન્ફોરમેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ ડીઝાઇન, સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ ટેક્નોલોજી, વિગેરે. આ બધાને આપણે ચાહીએ તો આ જ ઢાંચામાં નિચે અલગ વિભાગ રચીને અન્ય શૈક્ષણિક સંસ્થાનો તરિકે મુકી શકીએ.
બીજી વાત કે, સામાન્ય રીતે આપણે ofને ઓફ જ લખીએ છીએ, ઑફ ભલે સાચો ઉચ્ચાર હોય, પરંતુ લેખનમાં તેનો ઉપયોગ થતો નથી. જેમકે બેંક ઓફ બરોડા, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, વિગેરે. માટે, આ વાતની પણ ચોક્કસાઇ કરીને જે સાચું હોય તે રાખવું (શક્ય છે કે હું ખોટો પણ હોઉં).--ધવલચર્ચા/યોગદાન ૧૨:૦૧, ૨૭ એપ્રિલ ૨૦૦૯ (UTC)
- ધવલ ભાઇ અને અશોકભાઇ,
- આભાર. "ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી" ભૂલથી રહી ગઈ. ધ્યાન દોરવા બદલ આભાર. બાકીની જે યુનિવર્સિટીઑ છે તે બધી ગુજરાત વિધાનસભા દ્વારા બીલ પાસ કરીને માન્યતા આપવામા આવી છે.
- Unfortunately, the motherboard of my PC at home got damaged and so I am up with my old PC that has Windows 98 on it. So, there could be the rendering problem in my above Gujarati writeup. I hope you will be able to read that correctly.
- First point first. The pronunciation and the Jodani of of in Gujarati is as I have done. At the same time, the Jodani suggested by you is also in practice by many institutions. I thought that we should go for the correct one. However such issues should be resolved and we should come to a common conclusion and then we should follow the same everywhere so that we can maintain the uniformity. Could we have some discussion page alloted to such guidelines agreed upon by us? As an admin, I am sure you must be able to create some such page that contains the full list of such guidelines and conventions as they evolve out of discussion.
- By the way Bills for Ahmedabad University, Kadi Sarva Vishwavidyalaya and Navrachana University have been passed by the Gujarat Government sometimes in February/March 2009 to the best of my knowledge.ડૉ. દિનેશ કારીઆ (Dr. Dinesh Karia)'(Talk) (contribs) ૧૭:૫૨, ૨૭ એપ્રિલ ૨૦૦૯ (UTC)
- દિનેશભાઈ, તમે લખેલી યુનિવર્સિટીઓની માન્યતા વિષે શંકા નહોતી, મારો કહેવાનો ભાવાર્થ એ હતો કે યુનિવર્સિટિઓ અને સંસ્થાનો ને છુટા પાડીએ તો સારૂ. મને ચોક્કસ ખાતરી છે કે આઇ.આઇ.એમ, આઇ.આઇ.ટી વિગેરે શૈક્ષણિક સંસ્થાનો છે. આઇ.આઇ.એમ. માટે તો એટલા માટે કે મેં તે સંસ્થા જોડે કામ કર્યું છે, અને કેમકે તે યુનિવર્સિટી નથી માટે તે ડીગ્રી નથી આપતી, પરંતુ તેના સર્ટિફિકેટની કિંમત કોઈ પણ ડિગ્રી કરતા અનેકગણી વધારે છે. આવા સંસ્થાનોને અલગ પાડવા વિષે તમારૂ શું માનવું છે તે જણાવજો.
- ઓફ અને ઑફ માટે તમે કહ્યુ તે સાચુ છે, કે બંને જોડણી વપરાય છે. સામાન્ય રીતે ગુજરાતી જોડણીના નિયમો (જેટલો મને ખ્યાલ છે) પ્રમાણે ગુજરાતીમાં પ્રચલિત કે અપનાવેલા શબ્દોની જોડણી ગુજરાતી પ્રમાણે કરવી, નવા શબ્દોને જે રીતે ઉચ્ચરાતા હોય તે રીતે લખવા. દાખલા તરિકે Chocolateનો ખરો ઉચ્ચર ચૉકલેટ થાય, પરંતુ તે શબ્દ ગુજરાતીમાં સ્વિકૃત છે માટે તેને ચોકલેટ લખાય છે. આ જ રીતે ઓફ વાંરવાર વપરાતો શબ્દ છે માટે બોલતી વખતે તેનો ઉચ્ચર શું કરવો તેની જાણકારી છે માટે તેને ઑફ લખવાની જરૂર રહેતી નથી. ટુંકમાં કહું તો ગુજરાતી બારાક્ષરીમાં ઓ અને એ જ આવેલા છે. ઑ અને ઍ ફક્ત ઉચ્ચર દર્શક છે, માટે જ્યારે અપરિચિત શબ્દને ગુજરાતીમાં લિપ્યાંતરિત કરતા હોઈએ ત્યારે જ ઑ કે ઍ વાપરવા તેવું મારા ધ્યાનમાં છે. વધુ સંશોધન કરવા જેવું છે. અને આ ઢાંચામાં તમને યોગ્ય લાગે તે રાખી શકો છો. મારો કોઇ પૂર્વાગ્રહ નથી.
- રહી વાતા આવા મુંઝવતા પ્રશ્નોના નિરાકરણને ક્યાંક રજીસ્ટર કરવાની તો, હું તે ટૂંક સમયમાંજ કરવા જઈ રહ્યો છું. આવા અન્ય સૂચનો આપતા રહેજો.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૫૨, ૨૮ એપ્રિલ ૨૦૦૯ (UTC)
પ્રિય ધવલભાઈ અને અન્ય મિત્રો,
ઘણા વખતે ફરી પરત ફરતાં આ પાનું જોઈ રહ્યો છું. આટલા સમય સુધી (અંગત કારણોથી) ન કોઈ યોગદાન કર્યું છે ન કોઈની ચર્ચાનો જવાબ આપ્યો છે, તે ક્ષમ્ય ગણશો.
હવે નિયમિત થવાનો પ્રયત્ન કરીશ.
--૧૬:૨૧, ૧૯ ઓગસ્ટ ૨૦૨૩ (IST)~~