સભ્યની ચર્ચા:Dineshjk
Welcome Dinesh
[ફેરફાર કરો]Hello Dinesh
ગુજરાતી વિકિપીડિયામાં તમારું સ્વાગત છે!
Here are some tips to help you get started:
- Try the Tutorial, and feel free to experiment in the test area.
- If you need help, post a question at the Help Desk
- Eventually, you might want to read the Manual of Style and Policies and Guidelines.
- Remember Wikipedia:Neutral point of view
- Explore, be bold in editing pages, and, most importantly, have fun!
Good luck!
સ્પંદન (Spundun) ૦૭:૩૦, ૩ Mar ૨૦૦૫ (UTC)
P.S. One last helpful hint. To sign your posts like I did above (on talk pages, for example) use the '~' symbol. To insert just your name, type ~~~ (3 tildes), or, to insert your name and timestamp, use ~~~~ (4 tildes).
Also note that all the links above will take you to pages in english wikipedia. Since gujarati wikipedia is not as well developed as en: yet its a good idea to refer to help/documentation pages in english wikipedia.
Though very late, I would like to mention that now I do not have font rendering problem. Also, I have been using Gujarati IME so that my speed has also increased in Gujarati Typing. At present, I am concentrating on ગણિત.
દિનેશ કારીઆ (Dinesh Karia) ૨૦:૦૧, ૧૩ Jun ૨૦૦૫ (UTC)
- Thats good to hear Dinesh. :) We are glad to have a contributor with Ph.D. in math. I am looking forward to your contributions. By the way, if you want to learn more about wikipedia, explore the links I put above in the welcome message. At the moment english wikipedia has way more well documented guide lines on everything from how to edit pages, to neutral point of view etc. --સ્પંદન (Spundun) ૨૧:૨૪, ૧૩ Jun ૨૦૦૫ (UTC)
- Thanks સ્પંદન. I am humbled with your words. I had had a look at all the pages when you first mentioned. Today, also I will go through them at least for a revision. Besides, I usually note down the main points and syntax from such pages, so that it could be handy when I type the matter offline.
Once again with Thanks
દિનેશ કારીઆ (Dinesh Karia) ૧૭:૧૧, ૧૪ Jun ૨૦૦૫ (UTC)
Thanks
[ફેરફાર કરો]Hey, I just wanted to thank you for your good work on the site. --Hemanshu ૧૭:૧૮, ૧૬ August ૨૦૦૫ (UTC)
I am humbled. દિનેશ કારીઆ (Dinesh Karia) ૧૮:૫૬, ૧૮ August ૨૦૦૫ (UTC)
Article request
[ફેરફાર કરો]Greetings Dineshjk!
Can you please help me translate this article into the Gujarati language? Your help would be appreciated (I do not know what the correct Gujarati title should be). Thanks
Regards --Joseph, 09:11 Sunday ૨ April ૨૦૦૬ (UTC)
Welcome Back
[ફેરફાર કરો]દિનેશભાઈ, લગભગ ૩ વર્ષના લાંબા ગાળા બાદ પાછા ફરવા બદલ આપનું ફરી એક વખત સ્વાગત કરૂ છું. તમે વિકિને જ્યાં મુકીને ગયા હતા તેના કરતા આજે તે આગળ વધ્યું છે કે નહી તે જણાવશો અને ખાસ કરીને વિનંતિ કે આપના ગણિત તથા ભાષાના જ્ઞાનનો સુમેળ સંગમ કરીને ફરી યોગદાન કરવાનું ચાલુ કરી દેશો એવી અપેક્ષા છે. ફરી પાછા ક્યાંય ગાયબ ના થઈ જશો સાહેબ.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૩, ૩ એપ્રિલ ૨૦૦૯ (UTC)
આભાર
[ફેરફાર કરો]આભાર ધવલભાઇ, તમારી વાત સાચી છે. લગભગ ૩ વર્ષે ગુજરાતી વિકી પર કાંઇક લખ્યું. શક્ય હશે ત્યાં સુધી નિયમિત રહેવાનો સંકલ્પ કરી ને આ વખતે કામ શરૂ કરું છ્.
ડૉ. દિનેશ કારીઆ (Dr. Dinesh Karia)'(Talk) (contribs) ૦૬:૪૪, ૪ એપ્રિલ ૨૦૦૯ (UTC)
ઢાંચો:ગુજરાતની યુનિવર્સિટીઓ
[ફેરફાર કરો]દિનેશભાઈ, આવો સુંદર ઢાંચો:ગુજરાતની યુનિવર્સિટીઓ બનાવી તેમાં માહિતિઓનું સંકલન કરવા બદલ ફરી એક વખત આભાર. તમે નોંધેલી ઘણી યુનિવર્સિટીઓ અને સંસ્થાનોની તો જાણ જ નહોતી. તમે પોતે શિક્ષણ જગત સાથે જોડાયેલા છો એટલે આવું સુંદર યોગદાન કરી શકો છો, તે ચાલુ રાખજો. અને હા, તમે રચેલા ઢાંચા પર ચર્ચા ચાલી રહી છે તો ત્યાં તમારા અભિપ્રાયો આપશો.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૨૨, ૨૭ એપ્રિલ ૨૦૦૯ (UTC)
વિકિસોર્સ
[ફેરફાર કરો]દિનેશભાઈ, વિકિસોર્સની દરખાસ્તમાં મત આપવા બદલ આભાર. જરૂરી સંદેશાઓનું ભાષંતર પણ આપને કરતા રહીશું, પરંતુ એવા ઘણા સંદેશા હશે જેને આપણે અંગ્રેજીમાં યથાવત રાખીશું કેમકે ટેકનિકલ ટર્મ્સનું ગુજરાતી કરવા કરતા તેને અંગ્રેજીમાં જ રહેવા દેવા તે હિતાવહ છે. આપનોખકાર તેમાં પણ મળી રહે તેવી આશા છે.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૨૭, ૨૮ એપ્રિલ ૨૦૦૯ (UTC)
આપના પ્રતિભાવની આવશ્યકતા
[ફેરફાર કરો]મિત્ર દિનેશભાઈ, મેં તાજેતરમાં ચોતરા ઉપર બે ચર્ચાઓ શરૂ કરી છે જે વિકિપીડિયાની નીતિઓ નિર્ધારિત કરવામાં અને આવશ્યક ફેરફારો માટે જરૂરી છે. આપને વિનંતી છે કે જો શક્ય હોય તો ચોતરા પર Mailing List અને ચિત્રો ચઢાવવા અંગેની નીતિ પર ફેરવિચાર અંગેની ચર્ચામાં ભાગ લઈ આપના અભિપ્રાયો જણાવશો. આ અભિપ્રાયો જેટલા વહેલા જણાવી શકશો તેટલા ઝડપથી આપણે ફેરફારો અહીં લાવી શકીશું. પરિવર્તન એ સૃસ્ટિનો નિયમ છે, અને આપણું ગુજરાતી વિકી વિકસી રહ્યું છે એટલે આપણે વખતો વખત આપણી નીતિઓ ઘડતા રહેવું પડે અને નવા ફેરફારો લાવતા રહેવું પડે. આમ કરતી વખતે અહીં રહેલા બહુમતિ સક્રિય સભ્યોની સહમતી મેળવવી હું આવશ્યક માનું છું, અને માટે આપનો મત જાણવાની ઉત્કંઠા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૧૪, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
દૂર કરવા વિનંતી | ઢાંચો:ગુજરાતની યુનિવર્સિટીઓ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું. જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે. |
KartikMistry (ચર્ચા) ૦૪:૩૮, ૨૨ જુલાઇ ૨૦૧૫ (IST)
- @KartikMistry માફ કરશો, ઢાંચો દૂર કરવાની તમારી પોસ્ટ મેં આજે જ જોઈ. મને પહેલાં તો લાગ્યું કે કાંઈક અજુગતું છે. પણ જ્યારે નવો ઢાંચો જૌયો ત્યારે નવો ઢાંચો વધુ ગમ્યો. આભાર. ડૉ. દિનેશ કારીઆ (Dr. Dinesh Karia)'(Talk) (contribs) ૨૧:૦૫, ૧૯ ઓગસ્ટ ૨૦૨૩ (IST)
મહાભારતના પર્વો
[ફેરફાર કરો]સુંદર લેખો બનાવી રહ્યા છો દિનેશભાઈ! એક જ બાબતે ધ્યાન દોરવાનું કે તમે આદિપર્વનું પહેલા જે રીતે નામકરણ કર્યું હતું તે જ યોગ્ય હતું. નામ અને પર્વ એક જ શબ્દ તરીકે લખાશે, આદિપર્વ, સભાપર્વ, આરણ્યકપર્વ, વગેરે. ધવલચર્ચા/યોગદાન ૧૯:૪૩, ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)
- આભાર ધવલભાઈ,
- ધ્યાન દોરવા બદલ આભાર. હવેથી એ પ્રમાણે એક જ શબ્દમાં બન્ને રાખીશ. મેં આદિપર્વ પાનું તૈયાર કર્યા પછી જોયું તો મહાભારતના ઢાંચામાં આદિ પર્વ હતું, તેથી મેં બનાવેલા પાના પર નહોતું જતું. તેથી મેં પાનાનું નામ બદલ્યું. હવે તમે સુધાર્યું તે મુજબ કરીશ. તમે એક દ્વિધા પણ દૂર કરી. આરણ્યક કે વન બેમાંથી શું લખવું તે વિચારવામાં ઘણો સમય ગયો અને અનુવાદ રહી ગયો. હવે આરણ્યકપર્વનો અનુવાદ કાલે કરીશ આજે આટલું કર્યું છે. ડૉ. દિનેશ કારીઆ (Dr. Dinesh Karia)'(Talk) (contribs) ૦૧:૧૭, ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)
- જી, એ ઢાંચામાં લખેલું મરા ધ્યાને ચડ્યું એટલે એ પણ સુધારી દીધું. અને ખરું કહું તો મને પણ આરણ્યક કે વન બેમાંથી શું રાખવું એવી અવઢવ હતી પણ પછી લાગ્યું કે મૂળ સંસ્કૃતમાં આરણ્યકપર્વ નામ છે અને આપણે તો એ મૂળ ગ્રંથની જ સમજુતી આપી રહ્યાં છીએ તો પછી એ નામ જ રાખવું સારું છે. હા, કદાચ ગુજરાતી ભાષાંતરોમાં વનપર્વ હોય તો આપણે ક્યારેક વિકિસ્રોતમાં જો મહાભારત ચડાવીએ તો તે સમયે વિચારી શકીએ. ફરી એક વખત કહીશ કે તમે ખૂબ જ સરસ કામ કરી રહ્યા છો. આભાર! ધવલચર્ચા/યોગદાન ૧૮:૫૧, ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)
- @ધવલભાઈ, આપના અનુમોદન માટે આભાર. પ્રયત્ન કરું છું કે થોડું સરખી રીતે લખી શકું. ડૉ. દિનેશ કારીઆ (Dr. Dinesh Karia)'(Talk) (contribs) ૧૨:૪૨, ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)
- જી, એ ઢાંચામાં લખેલું મરા ધ્યાને ચડ્યું એટલે એ પણ સુધારી દીધું. અને ખરું કહું તો મને પણ આરણ્યક કે વન બેમાંથી શું રાખવું એવી અવઢવ હતી પણ પછી લાગ્યું કે મૂળ સંસ્કૃતમાં આરણ્યકપર્વ નામ છે અને આપણે તો એ મૂળ ગ્રંથની જ સમજુતી આપી રહ્યાં છીએ તો પછી એ નામ જ રાખવું સારું છે. હા, કદાચ ગુજરાતી ભાષાંતરોમાં વનપર્વ હોય તો આપણે ક્યારેક વિકિસ્રોતમાં જો મહાભારત ચડાવીએ તો તે સમયે વિચારી શકીએ. ફરી એક વખત કહીશ કે તમે ખૂબ જ સરસ કામ કરી રહ્યા છો. આભાર! ધવલચર્ચા/યોગદાન ૧૮:૫૧, ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)
- પ્રિય @ધવલભાઈ,
- આપણા ઉપરોક્ત સંવાદ બાદ, હું આરણ્યકપર્વ પ્રસિદ્ધ કરી શક્યો નથી. કદાચ તમારી ઉપર કહેલી વાતના કારણે મનમાં જ મારી જવાબદારી થોડી વધુ થઈ ગઈ હોય તેમ લાગે છે. પરિણામે અંગ્રેજી વિકિનો લેખ વાંચીને તેની ચકાસણી કરતાં મહાભારતના પૃથક્ વૃત્તાંતમાં જોવા મળતા ક્ષેપકો ધ્યાનમાં આવતાં તેનો પણ સંદર્ભ પુરો પાડવા, બે ત્રણ જુદી જુદી આવૃત્તિઓ પર નજર ફેરવવાનું વધુ યોગ્ય લાગ્યું, જેથી ગુજરાતી વિકિના વાચકને વધુ ન્યાયપૂર્ણ લખાણ મળે. આમ આ કામને (મારી ધારણાથી પણ) થોડી વધુ વાર લાગી રહી છે, તો ક્ષમ્ય ગણશો.
- બીજો એક મુદ્દો મારા ધ્યાન પર આવ્યો કે આપણે જેને હસ્તિનાપુર કહીએ છીએ તેનું મૂળ નામ હાસ્તિનાપુર છે, વળી આપણે જેમને શાંતનુ કહીએ છીએ તેમનું સાચું નામ શંતનુ છે. આ બાબત મહાભારતના તમામ સંસ્કરણોમાં એકસૂત્રી રીતે જોવા મળે છે. આ બાબત મારા એક વિદ્વાન સહકર્મી પ્રા. હેમંત દવે (જેમને નિયમિત રૂપે નવનીત સમર્પણમાં વાંચી શકાય અને જેઓ ફાર્બસ ગુજરાતી સભાના મુખપત્રના તંત્રી પણ છે)એ મારા ધ્યાન પર આણી. આશા છે, આ ફેરફાર આપણે ગુજરાતી વિકિમાં યોગ્ય કરી શકીએ. મારી દૃષ્ટિએ તે ઉચિત લાગે છે. આપનો અભિપ્રાય જણાવશો.
- ડૉ. દિનેશ કારીઆ (Dr. Dinesh Karia)'(Talk) (contribs) ૧૭:૩૧, ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)
- ચોક્કસ @દિનેશભાઈ આપણે હસ્તિનાપુર અને શાંતનુ વિશે સારી જાણકારી લાવ્યા છો. શંતનુ તો જો કે સાચું જ છે એટલે હું હમણાં જ આપણા પાનાનું નામફેર કરી ને શંતનુ કરી દઉં છું. હાસ્તિનાપુર નામ વિષે થોડિ વધા શોધ કરી શકો તેમ છો? કેમ કે હસ્તિ રાજાએ વસાવેલું હતું માટે તેને હસ્તિનાપુર કહેવાતું હતું. હસ્તિનું હાસ્તિ કેમ કરતા થયું હશે? લેક્સિકન પર પણ હસ્તિનાપુર જ નામ છે, જેમાં ભગવદ્ગોમંડલનો પણ સમાવેશ થયેલો છે. ધવલચર્ચા/યોગદાન ૧૮:૧૦, ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)
- सुहोत्रः खल्विक्ष्वाकुकन्यामुपयेमे सुवर्णां नाम | तस्यामस्य जज्ञे हस्ती |
- य इदं हास्तिनपुरं मापयामास | एतदस्य हास्तिनपुरत्वम् | ०३६ |
- Critical Edition आदिपर्व अध्याय 90 श्लोक 36 On this page this page. મેં પણ ઊપર ટાઈપ કરવામાં ભૂલ કરી છે. હાસ્તિનપુર નહીં કે હાસ્તિનાપુર.ડૉ. દિનેશ કારીઆ (Dr. Dinesh Karia)'(Talk) (contribs) ૨૧:૨૬, ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)
- ફરી એક વખત આભાર! હાસ્તિનપુર નામનું પાનું બનાવી ને તેને હસ્તિનાપુર પર વાળ્યું છે, કેમ કે હસ્તિનાપુર અત્યંત પ્રચલિત નામ છે માટે એ નામે પાનું રાખી એમાં સાચું નામ હાસ્તિનપુર છે એવું ઉમેર્યું છે. ધવલચર્ચા/યોગદાન ૧૬:૨૮, ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)
- ચોક્કસ @દિનેશભાઈ આપણે હસ્તિનાપુર અને શાંતનુ વિશે સારી જાણકારી લાવ્યા છો. શંતનુ તો જો કે સાચું જ છે એટલે હું હમણાં જ આપણા પાનાનું નામફેર કરી ને શંતનુ કરી દઉં છું. હાસ્તિનાપુર નામ વિષે થોડિ વધા શોધ કરી શકો તેમ છો? કેમ કે હસ્તિ રાજાએ વસાવેલું હતું માટે તેને હસ્તિનાપુર કહેવાતું હતું. હસ્તિનું હાસ્તિ કેમ કરતા થયું હશે? લેક્સિકન પર પણ હસ્તિનાપુર જ નામ છે, જેમાં ભગવદ્ગોમંડલનો પણ સમાવેશ થયેલો છે. ધવલચર્ચા/યોગદાન ૧૮:૧૦, ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)
બાહ્ય લિંક્સ
[ફેરફાર કરો]External links -તમારા પના પર બાહય લિંક મેં સુધારી છે. સર ..એક્સટર્નલ લિંક અલગ બોક્સ હતું તો ગુજરાતી પૂર્ણ લખ્યું .તમને તો વિકિપીડિયા ખુબ સરસ ફાવે છે છતાં મને લાગ્યું કે ટોટલ ગુજરાતી પગે છે તો ગુજરાતી કરી દવ .
હું સુરત થી છું , ફોટોગ્રાફર છું ફિલ્મ ઇન્ડુસટ્રી માં .વિદ્યાનગર મોગરી અનુપમ મિશન માં પણ ફોટો ની સેવા સુરત કહતે મંદિરે આપું છું ને વિદ્યાનગર પણ આવું છું ઘણીવાર Ashvin29 (ચર્ચા) ૦૦:૧૪, ૨૮ નવેમ્બર ૨૦૨૩ (IST)
- અન્ય સભ્યોના સભ્ય પાનાં પર કોઇ ફેરફાર ન કરવા વિનંતી છે. -- કાર્તિક ચર્ચા ૧૯:૫૬, ૨૮ નવેમ્બર ૨૦૨૩ (IST)
સમુદાય તકનિકી પરામર્શ પ્રક્રિયા 2024
[ફેરફાર કરો]પ્રિય મિત્રો,
The Indic MediaWiki Developers User Group is facilitating a community technical consultation process to understand the needs of the community members on various technical issues while contributing to Wikimedia projects. The goal is to better understand the challenges across communities, understand common problems, and streamline future technical development activities.
The first step is a survey where to report your common issues, ideas etc. Please fill the survey (in a language of your choice) at https://docs.google.com/forms/d/e/1FAIpQLSfvVFtXWzSEL4YlUlxwIQm2s42Tcu1A9a_4uXWi2Q5jUpFZzw/viewform?usp=sf_link
સર્વે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૪.
અમારી આ પહેલ વિષે વધુ જાણવા માટે મુલાકાત લો: https://w.wiki/AV78
સર્વે તમે ઉપરની કડી પર ગુજરાતી ભાષામાં પણ વાંચી શકો છો.
જો તમારી પાસે એક કરતા વધુ આઇડિયા કે સમસ્યાઓ હોય તો તમે આ સર્વે ફોર્મ એક કરતા વધુ વખત ભરી શકો છો.
આપ સૌના યોગદાન માટે આગોતરો આભાર! MediaWiki message delivery (ચર્ચા) ૨૨:૫૬, ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૪ (IST), on behalf of Indic MediaWiki Developers UG