સભ્ય:Dineshjk/અરયણ્ક પર્વ

વિકિપીડિયામાંથી

અરણ્યક પર્વ ભારતીય મહાકાવ્ય મહાભારતના અઢાર પર્વોમાંનો ત્રીજો પર્વ છે.[૧] તેને વન પર્વ પણ કહેવાય છે. અરણ્યક પર્વના ૨૧ ઉપપર્વોમાં કુલ ૩૨૪ પ્રકરણો છે.[૨] [૩] [૪] [૫] [૬]

અરણ્ય પર્વના નાપ પરથી સ્પષ્ટ છે તેમ તેમાં પાંડવોના બાર વર્ષના વનવાસની કથા છે. વનવાસ દરમ્યાનની ઝીણામાં ઝીણી ઘટનાઓનું વિવરણ આ પર્વમાં સામેલ છે. આ પર્વ ફિલસુફીના દૃષ્ટિકોણથી ખૂબ અગત્યનો છે. આ પર્વમાં પાંડવો જીવનના મહત્વના પાઠ ભણે છે. [૭]

વન પર્વ સદાચાર અને નૈતિકતાનો ઉપદેશ આપે છે. તેમાં અર્જુન, યુધિષ્ઠર અને ભીમની અનેક દંતકથાઓ છે. નહુષ નામના સર્પ અને યુધિષ્ઠિરની કથા આવે છે. નહુષ પણ ચંદ્રવંશી રાજા હતા જે કાર્યકારી ઇંદ્ર તરીકે કામ કરતા હોય છે, ત્યારે અગત્સ્ય ઋષિના શ્રાપ ને કારણે સર્પ બની ગયા હોય છે. આજ પર્વમાં "ઔશિનર અને બાજ"ની વાર્તા કહેવામાં આવી છે. ઔશિનરનું નામ શિબિ હતું તે શિવિના નામે પણ જાણીતા છે. તે ઉશિનર રાજાના પુત્ર હોવાથી તેમનો ઔશિનર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. "નળ અને દમયંતી"ની તથા "સાવિત્રી અને સત્યવાન"ની પ્રેમકથાઓ પણ આ જ પર્વમાં સામેલ છે. [૧] [૭]

માળખું અને પ્રકરણો[ફેરફાર કરો]

આ પુસ્તકમાં ૨૧ ઉપપર્વો અને ૩૨૪[૮] અધ્યાયો છે.[૩] [૯] તેમાં નીચેના પેટા પર્વો છે: [૧૦]

1. આરણ્યક પર્વ (અધ્યાય: ૧-૧૦) [૯]
પાંડવો કામ્યક નામના જંગલમાં જાય છે. આ જંગલ હસ્તિનાપુરથી ખૂવ નજીક છે. યુધિષ્ઠિર પોતાની સાથે આવેલા બ્રાહ્મણોમાંથી ધૌમ્યને યુધિષ્ઠિર પોતાના પુરોહિતનું પદ આપે છે. દ્રૌપદીના કહેવાથી યુધિષ્ઠિર સૂર્યદેવને પ્રાર્થના કરે છે, કે તેમને મળવા અતિથિઓ આવતાં રહે અને વનવાસને કારણે તેઓ યોગ્ય આતિથ્ય કરી શકે તેથી તેમને વરદાન આપે કે આવનાર મહેમાનોને જમાડી શકે. તેમની પ્રાર્થના સાંભળીને સૂર્યદેવ એક પાત્ર આપે છે અને કહે છે કે તેમાંથી તેઓ દરરોજ દ્રૌપદી જ્યાં સુધી જમે નહીં ત્યાં સુધી જેટલા અતિથિને જમાડવાં હોય તેટલાનો ખોરાક તે પાત્રમાંથી નીકળશે. દ્રૌપદી ખાશે પછી તે પાત્રમાંથી તે દિવસે અન્ન નહીં નીકળે. બીજા દિવસે ફરી પાત્રમાંથી અન્ન નીકળવાનું શરૂ થઈ જશે. વિદુર ધૃતરાષ્ટ્રને સલાહ આપે છે કે તેઓ યુધિષ્ઠિરને પાછા બોલાવે અને તેમને તેમનું રાજ્ય પાછું આપે. ધૃતરાષ્ટ્ર આ પ્રસ્તાવ ઠુકરાવે છે, તેથી વિદુર ત્યાંથી પાંડવો સાથે જોડાય છે, પરંતુ પાંડવોની વિનંતી પર, વિદુર ફરીથી હસ્તિનાપુર પરત ફરે છે. વેદ વ્યાસ ધૃતરાષ્ટ્રને પાંડવો સાથે શાંતિ કરવા સલાહ આપે છે; મૈત્રેય દુર્યોધનને સલાહ આપવા આવે છે કે તે યુધિષ્ઠિર સાથે સંધિ કરે, પરંતુ તે દુર્યોધન તેમનો અનાદર કરે છે, આખરે મૈત્રેય તેને ભીમના હાથે મરવાનો શ્રાપ આપે છે.
2. કિરમીરા-વધ પર્વ (અધ્યાય: 11)
માનવભક્ષી રાક્ષસ કિરમીરા અને વિશાળ પાંડવ ભાઈ ભીમ વચ્ચે યુદ્ધ થાય છે. કિરમીરા માર્યા ગયા.

ઢાંચો:Savitri and Satyavan [[શ્રેણી:મહાભારતના રાજ્યો]] [[શ્રેણી:મહાભારત]] [[શ્રેણી:મહાભારત પર આધારિત કૃતિઓ]]

  1. ૧.૦ ૧.૧ van Buitenen, J.A.B. (1975) The Mahabharata: Book 2: The Book of the Assembly Hall; Book 3: The Book of the Forest. Chicago, IL: University of Chicago Press
  2. Ganguli, K.M. (1883-1896) "Vana Parva" in The Mahabharata of Krishna-Dwaipayana Vyasa (12 Volumes). Numerous editions
  3. ૩.૦ ૩.૧ Dutt, M.N. (1896) The Mahabharata (Volume 3): Vana Parva. Calcutta: Elysium Press
  4. Williams, M. (1868) Indian Epic Poetry. London: Williams & Norgate, p 103
  5. van Buitenen, J.A.B. (1973) The Mahabharata: Book 1: The Book of the Beginning. Chicago, IL: University of Chicago Press, p 476
  6. Debroy, B. (2010) The Mahabharata, Volume 1. Gurgaon: Penguin Books India, pp xxiii - xxvi
  7. ૭.૦ ૭.૧ Bibek Debroy (2011), The Mahābhārata, Volume 3, ISBN 978-0143100157, Penguin Books
  8. Last Chapter of Vana Parva The Mahabharat, Translated by Manmatha Nath Dutt (1894)
  9. ૯.૦ ૯.૧ Arany Parva Mahabharat, Translated by Kisari Mohan Ganguli, Published by P.C. Roy (1884)
  10. "Mahābhārata (Table of Contents)". The Titi Tudorancea Bulletin. મેળવેલ 2021-03-01.