ચંદ્રવંશ
ચંદ્રવંશ | |||||
સામ્રાજ્ય | |||||
| |||||
રાજધાની | મથુરા, હસ્તિનાપુર | ||||
ભાષાઓ | સંસકૃત | ||||
ધર્મ | સનાતન | ||||
સત્તા | રાજાશાહી | ||||
રાજા | પુરુરવાઃ | ||||
યયાતિ | |||||
પુરુ | |||||
કાર્તવીર્ય અર્જુન (સહસ્રાર્જુન) | |||||
જનમેજય | |||||
ઇતિહાસ | |||||
• | સ્થાપના | Enter start year | |||
• | અંત | Enter end year |
પુરાણોમાં જેનો વારંવાર ઉલ્લેખ થાય છે તે ચંદ્રવંશ (IAST: Candravaṃśa) ક્ષત્રિય વર્ણનો એક મુખ્ય વંશ છે.[૧] ચંદ્રવંશમાં જન્મેલ વ્યક્તિને ચંદ્રવંશી કહેવાય છે. આ વંશ રાજા ચંદ્રથી ઉતરી આવ્યો છે. આ રાજકુળ સોમ એટલે કે ચંદ્ર સાથે સંબંધિત છે.[૨] બહ્માના પુત્ર બ્રહ્મર્ષિ અત્રિ હતા અને અત્રિના પુત્ર સોમ હતા, જેની ચંદ્ર તરીકે પુજા થાય છે.
પુરુના પુત્રોથી પુરુવંશ સ્થાપિત થયો જેમાં આગળ જતાં શંતનુ, ભીષ્મ, ધૃતરાષ્ટ્ર, પાંડુ, અને કૌરવો તથા પાંડવનો સમાવેશ થાય છે. આ વંશને કુરુના નામે કુરુવંશ પણ કહેવાય છે. બીજી તરફ આ વંશમાં યદુનો પણ જન્મ થયો જેમના થકી યદુવંશની શરુઆત થઈ જેમાં આગળ જતાં વાસુદેવ, શ્રીકૃષ્ણ, શ્રી બલરામ ઇત્યાદિનો સમાવેશ થાય છે. આ કુળના લોકોને યાદવ પણ કહેવાય છે.
યાજ્ઞવલ્ક દ્વારા રચિત શતપથબ્રાહ્મણમ્ નામના યજુર્વેદના ભાષ્ય પ્રમાણે પુરુરવાઃના પિતા બુધ હતા, બુધના લગ્ન ઇલા સાથે થયા હતા. બુધ પોતાને સોમ એટલે કે ચંદ્રપુત્ર ગણાવે છે. ઇલા સ્વેચ્છિક સમયે પોતે નારી અથવા પુરુષ બની શકતા હતા. ઇલા મનુના સંતાન હતા.[૩] યયાતિ પુરુરવા અને તેમના પત્ની અપ્સરા ઉર્વશીના પ્રપૌત્ર હતા અને તેઓ ચક્રવર્તી હતા. યયાતિને પાંચ પુત્રો હતા. તેમના પરથી જે વંશ ચાલુ થયા તેનો વેદોમાં જુદી જુદી આદિવાસી જાતિઓ બન્યાનો ઉલ્લેખ છે.[૪]
- યદુ જેમનાથી યદુકુળ બન્યું જેમાં આગળ જતાં વાસુદેવ, શ્રી કૃષણ, શ્રી બલભદ્ર (જે દાઉ, બલરામના નામે પણ ઓળખાય છે.) જેવાં મહાન વ્યક્તિઓ થયા. યદુના માતા દેવયાની છે.
- તુર્વશુ તેમના સંતાનોથી યવનકુળ અસ્તિત્વમાં આવ્યું.[૫]
- દ્રુહુ તેમનાથી ત્વિપ્રા રાજવંશની સ્થાપના થઈ.
- અનુદ્રુહુ તેમનાથી મલેચ્છ જાતિ અસ્તિત્વમાં આવી. અનુદ્રુહુનું બીજું નામ અનુ પણ છે. વાયુપુરાણમાં દર્શાવ્યા મુજબ આગળ જતાં અનુના વારસદારોએ માદ્ર રાજ્યની સ્થાપના કરી, માદ્ર એ ગંધારની દક્ષિણસ્થિત પ્રદેશ છે. સહદેવ અને નકુળનાં માતા માદ્રી એ માદ્રના રાજકુમારી હતાં. આ માદ્ર નજીક બહ્લિકનો વાહિલક પ્રદેશ પણ આવેલો છે.
- પુરુ તેમના થી પુરુવંશ ચાલ્યો જેમાં આગળ જતાં મહાપ્રતાપી રાજા કુરુ થયા, જેમના બાદ આગળ ચાલેલા આ વંશને કુરુવંશ પણ કહેવાય છે.
મહાભારતમાં જણાવ્યા મુજબ ચંદ્રવંશના જનક ઇલાની રાજધાની પ્રયારરાજ હતી. તેમને શશબિંદુ નામનો પુત્ર હતો જેનું રાજ્ બાહલી હતું.[૬] બુધ અને ઇલાના પુત્ર પુરુરવાથી ચંદ્રવંશની શરુઆત થઈ હોવાનું મનાય છે.[૭]
મહાભારતમાં
[ફેરફાર કરો]સનાતની દસ્તાવેજ મહાભારત પ્રમાણે કુરુક્ષેત્રનું યુદ્ધ ચંદ્રવંશના બે પ્રતિદ્વંદ્વિ કૌરવો અને પાંડવો વચ્ચે થયું હતું. આ ચુદ્ધની શરુઆત પહેલાં વિષાદગ્રસ્ત અર્જુનને તેમના માર્ગદર્શક શ્રી કૃષ્ણ દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપવામાં આવ્યો હતો. તેમાં શ્રી કૃષ્ણ અર્જુનને બોધ કરાવે છે કે ધર્મ સૌથી ઉપર છે અને માનવજીવનની પ્રાથમિકતા છે.
કુરુક્ષત્રના યુદ્ધ બાદ યદુવંશનો સમુળગો નાશ થાય છે અને તે લગભગ લુપ્ત થઈ જાય છે. જો કે, તેમાં અપવાદરૂપે વજ્ર રાજાનો અર્જુન દ્વારા બચાવ થાય છે, જે વખત જતાં મથુરાના રાજા બને છે.
Branches and rulers of dynasty
[ફેરફાર કરો]See also
[ફેરફાર કરો]References
[ફેરફાર કરો]- ↑ Paliwal, B. B. (2005). Message of the Purans. Diamond Pocket Books Ltd. પૃષ્ઠ 21. ISBN 978-8-12881-174-6.
- ↑ Paliwal, B. B. (2005). Message of the Purans. Diamond Pocket Books Ltd. પૃષ્ઠ 21. ISBN 978-8-12881-174-6.
- ↑ Thapar 2013, p. 308.
- ↑ A. K. Warder (1972). An Introduction to Indian Historiography. Popular Prakashan. પૃષ્ઠ 21–22.
- ↑ Singh, Upinder (2008). A History of Ancient and Early Medieval India: From the Stone Age to the 12th Century. Delhi: Pearson Education. પૃષ્ઠ 187. ISBN 978-81-317-1120-0.
- ↑ Doniger, Wendy (1999). Splitting the difference: gender and myth in ancient Greece and India. University of Chicago Press. પૃષ્ઠ 273. ISBN 978-0-226-15641-5. મેળવેલ 25 August 2011.
- ↑ Encyclopaedia of the Hindu world, Volume 1 by Gaṅgā Rām Garg
Sources
[ફેરફાર કરો]- Thapar, Romila (2013), The Past Before Us, Harvard University Press, ISBN 978-0-674-72651-2, https://books.google.com/books?id=aei9AAAAQBAJ