યયાતિ

વિકિપીડિયામાંથી
યયાતિ

નહુષ રાજાના બીજા પુત્ર, શુક્રકન્યા દેવયાનીના પતિ યયાતિ યદુવંશના પુર્વજ હતા. તેમના મોટા ભાઈ યતિ વિરક્ત થવાથી અરણ્યમાં શેષ જીવન વ્યતિત કરવા ગયા તેથી યયાતિ પિતાની પછી રાજ્યના અધિકારી થયા.

જીવન[ફેરફાર કરો]

ચિત્ર:Yayathi ka Shap.jpg
શુક્રાચાર્યની માફી માંગતા યયાતિ

યયાતિની વાર્તા ભગવદ પુરાણના નવમાં પ્રકરણમાં કહેવામાં આવી છે.[૧]

એકવાર જંગલમાં મૃગિયા રમતા-રમતા એક કૂવામાં તેમણે શુક્રકન્યા દેવયાનીને પડેલી જોઈ અને તેને બહાર કાઢી. દેવયાની તેમના રુપ અને પરાક્રમ થી મોહિત થઇ અને તેની ઇચ્છાથી તેના શુક્રાચાર્યએ તેને યયાતિ સાથે પરણાવી. લગ્નમાં વસ્તુઓની સાથે વૃષપર્વાની કન્યા શર્મિષ્ઠા પણ તેની દાસી તરીકે તેની સાથે ગઈ. દેવયાનીને યદુ અને તુર્વસુ એમ પુત્રો થયા. આ બાજુ, ખાનગીમાં યયાતિથી શર્મિષ્ઠાને અનુ, દ્રુહ્યુ અને પુરુ એવા ત્રણ પુત્ર થયા. જ્યારે દેવયાનીને ખબર પડી કે શર્મિષ્ઠાને યયાતિથી પુત્રો થયા છે ત્યારે તે ગુસ્સે થઇને પિતાને ઘેર ચાલી ગઈ. આ વાતની જાણઆ થતા શુક્રાચાર્યે યયાતિને શાપ આપ્યો કે તું જરાગ્રસ્ત થા. શુક્રાચાર્યની બહુ પ્રાર્થના કરતાં તેમણે કહ્યું કે જો તારા પુત્રને તારી વૃદ્ધાવસ્થા આપીશ તો તું તરુણ થઈ શકીશ. પરંતુ તેના સૌથી નાના પુત્ર પુરુ સિવાય કોઈએ વૃદ્ધાવસ્થા લેવાની ના પાડી. આમ, પુરુના તારુણ્ય વડે યયાતિએ દેવયાની સાથે યથેચ્છ વિષયસુખ ભોગવ્યું ને પછી વૈરાગ્ય થતાં પુત્રનું તારુણ્ય પાછું આપ્યું અને તેને રાજય સોપ્યું.[૨]

સ્ત્રોત[ફેરફાર કરો]

  1. Venkatesananda. The Concise Śrīmad Bhāgavataṁ. SUNY Press. પૃષ્ઠ ૨૨૭-૨૨૯.
  2. "યયાતિ". ભગવદ્ગોમંડલ. મેળવેલ ૨૫ એપ્રિલ ૨૦૧૬.