દ્રુહ્યુ

વિકિપીડિયામાંથી

દ્રુહ્યુ એ ભારતમાં પૌરાણિક કાળમાં થયેલા એક રાજા હતા.

દ્રુહ્યુ ઐલ વંશના રાજા યયાતિના તેમની બીજી પત્નિ શર્મિષ્ઠાથી જન્મેલા પુત્ર હતા.[૧] [૨] શર્મિષ્ઠાને યયાતિથી ત્રણ સંતાનોનો જન્મ થયો હતો. એ પૈકી દ્રુહ્યુ તેમનું બીજુ સંતાન હતા. રાજા યયાતિને દેવયાની અને શર્મિષ્ઠા એમ બે પત્નીઓ હતી. શર્મિષ્ઠાના ત્રણ પુત્રોના નામ અનુ, દ્રુહ્યુ અને પુરુ હતા. પાંડવોની પત્ની દ્રૌપદીના પિતા રાજા દ્રુપદનો જન્મ રાજા દ્રુહ્યુના કુળમાં થયો હતો. જ્યારે દેવયાનીના ગર્ભથી યદુ અને તુર્વસુ નામના પુત્રોનો જન્મ થયો હતો.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "દ્રુહ્યુ". શબ્દકોશ. ગુજરાતીલેક્સિકન. મેળવેલ ૪ ઓક્ટોબર ૨૦૧૬.
  2. યોગેશ્વરજી. "મહાભારત, આદિપર્વ, અધ્યાય ૨૦". સ્વર્ગારોહણ. મેળવેલ ૪ ઓક્ટોબર ૨૦૧૬.