તાઓ ધર્મ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

તાઓ ચીન દેશનો પ્રાચીન ધર્મ છે. લાઓત્સે આ ધર્મના સ્થાપક હતા. તેમનો જન્મ ઇ. પૂ. ૬૦૦માં થયો હોવાનું માનવામાં આવે છે. આ ધર્મને તાઓ તરીકે ઓળખવામાં આવ્યો, જેનો અર્થ 'માર્ગ' થાય છે. આ ધર્મનો પ્રાચિન ધર્મગ્રંથ તાઓ તે ચીંગ છે. આ ધર્મમાં ધ્યાનનું અધિક મહત્વ રહેલું છે. આ ધર્મ મનુષ્યને સરળ જીવન જીવવા માટે તેમજ નવું શીખવા માટેની પ્રેરણા આપે છે અને તેનો હેતુ સ્વસ્થ, સુસંસ્કૃત અને આદરણીય સમાજનું નિર્માણ થાય તેવો છે. કરુણા (compassion), સમધારણ (moderation) અને નમ્રતા (humility) એ તાઓ ધર્મના સિદ્ધાંતો માટે ત્રણ રત્નો ગણાય છે.