તાલિબાનનું મહિલાઓ માટે વર્તન

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
બુરખો પહેરેલી અફધાન મહિલા

અફધાનિસ્તાનમાં જ્યારે તાલિબાનનું વર્ચસ્વ હતું, ત્યારે તે ત્યાંની મહિલાઓ માટે ના વર્તનના લીધે આંતરાષ્ટ્રીયરીતે કુવિખ્યાત થયું હતું. ત્યાંની સરકારનો ધ્યેય હતો "તેવી સુરક્ષિત પરિસ્થિતિઓનું નિર્માણ કરવું કે જ્યાં શિસ્તબ્ધ અને શ્રેષ્ઠતાવાળી મહિલાઓને ફરી એક વાર રક્ષિત કરી શકાય,"[૧] પડદામાં રહેવાની પાશ્તુનવલી માન્યતાઓમાં નોંધ્યા મુજબ.[૨]

મહિલાઓને જાહેરમાં જબરદસ્તીપૂર્વક બુરખો પહેરવો પડતો હતો, કારણકે, તાલિબાનના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, "સ્ત્રીનો ચહેરો ભષ્ટ્રાચારનું મૂળ છે" માટે તેમની સાથે પુરુષોએ સંબંધ ન જોડવો જોઇએ.[૩] તેમને કામ કરવાની છૂટ ન હતી, તે આઠ વર્ષની ઉંમર બાદ શિક્ષા પ્રાપ્ત ના કરી શકે, અને ત્યાં સુધી પણ તેઓ માત્ર કુરા'નનો જ અભ્યાસ કરી શકતા હતા. મહિલાઓ શિક્ષણની શોધમાં દબાણ સાથે ભૂગર્ભ શાળાઓમાં હાજરી આપતી જેમ કે ગોલ્ડન નીડલ સોઇંગ સ્કૂલ, કે જ્યાં તેઓ અને તેમના શિક્ષકો પર જો પકડાઇ જાય તો દેહાંતદંડનો ખતરો રહેતો.[૪][૫] તેઓ પુરુષ ડૉક્ટર્સ દ્વારા તેમનો ઉપચાર ન કરાવી શકે સિવાય કે કોઇ પુરુષ પરિવારના સભ્ય કે જેને શૅપરોન કહેવાય તે તેમની સાથે રહે, જે રોગનો યોગ્ય ઉપચાર ન થવાની સ્થિતિ તરફ દોરી ગયો. તેમને જાહેરમાં ચાબુક વડે મારવામાં આવતુંસંદર્ભ ત્રુટિ: <ref> ટેગને બંધ કરતું </ref> ખૂટે છે[૬] તાલિબાનમાં 16 વર્ષથી નીચેની ઉંમરની છોકરીઓને લગ્ન કરાવવાની છૂટ હતી અને કેટલીક ઘટનાઓમાં તેમને આ માટે પ્રોત્સાહિત પણ કરવામાં આવતી. અમ્નેસ્ટી આંતરાષ્ટ્રીયમાં નોંધ્યા પ્રમાણે 80 ટકા અફધાન વિવાહો બળપૂર્વક થયા હતા.[૭]

લિંગ આધારીત નીતિઓ[ફેરફાર કરો]

ચિત્ર:Talibanbeating.jpg
તાલિબાનની ધાર્મિક પોલીસનો એક સભ્ય કાબુલની એક મહિલાને મારી રહ્યો છે. ઓગસ્ટની 26, 2001. આ ફૂટએજ, રવા(RAWA) દ્વારા તૈયાર કરવામાં આવી છે, જે અહીં દેખી શકાય છે.

આઠ વર્ષની ઉંમરથી, મહિલાઓને પુરુષોના પ્રત્યક્ષ સંપર્કમાં આવવાની મનાઇ હતી, તેમાં નજીકના લોહીના સંબંધી જેમ કે પતિ, કે સસરા બાકાત હતા (મહરમ જુઓ).[૮] અન્ય પ્રતિબંધો હતા:

 • મહિલાઓ લોહીના સંબંધી સિવાય કે બુરખા પહેર્યા વગર શેરીઓમાં દેખાઇ ન શકે (વધુમાં બુરખા, બુરકા કે બુરક્યા).
 • મહિલાઓ ઊંચી-એડીના ચંપલ પહેરી ન શકે કારણ કે કોઇ પુરુષ મહિલાઓના પગચિન્હોનો અવાજ સાંભળીને ઉત્તેજિત ન થઇ જાય તેટલા માટે.
 • મહિલાઓ જાહેરમાં મોટેથી બોલી ન શકે જેથી કોઇ અજાણી વ્યક્તિ તે મહિલાનો અવાજ સાંભળી લે.[૯]
 • તમામ ભોંય અને પહેલા માળના આવાસોની બારીઓને રંગી દેવી કે પડદો કરવો જેથી મહિલાઓનું શેરીમાં દેખાવવું અટકાવી શકાય.
 • મહિલાઓની ફ્રોટોગ્રાફી કે ફિલ્મીંગ પર મનાઇ હતી, જેમાં છાપાઓ, ચોપડીઓ, મકાનો કે ઘરમાં મહિલાઓના ચિત્રો પ્રદર્શિત કરવાનો પણ સમાવેશ થતો હતો.
 • "મહિલા" શબ્દનો સમાવેશ કરતા સ્થળના નામમાં ફેરફાર કરવો. ઉદાહરણ માટે, "મહિલાઓના બગીચા"ના નામ ફેરવીને "વસંતઋતુનો બગીચો" કરવામાં આવ્યો.
 • મહિલાઓનું તેમના ફ્લૅટ કે ઘરની અટારીઓમાં દેખાવવું વર્જિત હતું.
 • મહિલાઓનું રેડિયો, ટેલિવિઝન કે કોઇ પણ પ્રકારના જાહેર મેળવડાઓમાં હાજર રહેવાની મનાઇ હતી.[૧૦]


પોશાક અંગેની આચારસંહિતા[ફેરફાર કરો]

ઢાંચો:IslamicFemaleDress


ચળકતા રંગના કપડાઓ પહેરવા પર મનાઈ હતી કારણકે તેને કામુક આકર્ષણની રીતે જોવામાં આવતા હતા.[૧૦] 1996ના એક તાલિબાનના હુકમનામા પ્રમાણે, "જો કોઇ મહિલા પોતાને દેખાડવા માટે બહાર જતી વખતે પ્રચલિત શૈલીના,અલંકારસભર,તંગ અને મોહક કપડા પહેરે છે, તો ઇસ્લામિક શરીઆ દ્વારા તેને શ્રાપ અપાય છે,અને તેની સ્વર્ગમાં જવાની આશા કદી પણ પૂરી નથી થતી."[૧૧][૧૨] નખ રંગવાની પણ છૂટ ના હતી

ગતિશીલતા[ફેરફાર કરો]

જાહેર આચરણમાં તાલિબાનના ઠરાવો પ્રમાણે મહિલાઓની ફરવાની સ્વતંત્રતા પર સખતના નિયંત્રણો હતા અને જે મહિલાઓને બુરખા પરવડતો ન હતો કે જેમનો કોઇ મહરમ નથી તેમની માટે મોટી મુશ્કેલી ઉભી કરતા હતા. આવી મહિલાઓને વાસ્તવિક રીતે ઘરમાં અટકાઈ જતી.[૨] શેરીમાં એકલી ચાલતી મહિલા કે જેને તાલિબાનીઓ દ્વારા ખરાબ રીતે માર મારવામાં આવ્યો તેનું કહેવું હતું કે "મારા પિતા યુદ્ધમાં મરી ગયા છે... મારે કોઇ પતિ, ભાઈ કે પુત્ર નથી. જો હું એકલી બહાર ના જઉ તો હું કઇ રીતે જીવું?"[૧૩]

કાબુલના સૌથી વિશાળ, રાજ્ય દ્વારા ચાલતા અનાથઆશ્રમ, તસ્કીઆ મસકનમાં એનજીઓ(NGO) તેર્રે દેશ હોમ્મેસનો એક ક્ષેત્ર કાર્યકર્તાએ મહિલાની ગતિશીલતા પર થયેલી અસરનો શાક્ષી બન્યો. મહિલા કર્મચારીને તેમની ફરજમાંથી નીકાળ્યા બાદ લગભગ 400 છોકરીઓ જે, તે સંસ્થામાં રહેતી હતી તેમને એક વર્ષ સુધી અંદર બંધ કરી દેવામાં આવી તેમના મનોરંજન માટે પણ તેમને બહાર જવાની પરવાનગી અપાઇ ના હતી.[૮] હુકમનામાંઓ જે મહિલાઓની ગતિશીલતા પર અસર કરતા હતા:

 • મહિલાઓને સાઇકલો કે મોટર સાઇકલો ચલાવવાની મનાઇ છે, તે તેમના મહરમ સાથે હોય તો પણ.
 • તેમના મહરમ સિવાય ટેક્સીમાં સફર કરવું મહિલાઓ માટે નિષેધ હતું.
 • અલગ અલગ બસ સેવાઓ શરૂ કરવામાં આવી જે મહિલાઓ અને પુરુષોને એક જ બસમાં સફર કરતા રોકી શકે.[૯]

ગ્રામીણ મહિલાઓના જીવન પર તેની નાટકીય રીતે ઓછી અસર થઇ કારણ કે સામાન્ય રીતે તેઓનું જીવન અને કાર્ય સુરક્ષિત કુંટુંબી વાતાવરણની અંદર જ હતું. તેમના રોજીંદા કામ અને શ્રમને ચાલું રાખવા માટે સાપેક્ષ સત્તરની સ્વતંત્રતા તેમના માટે પણ જરૂરી હતી . જો આ મહિલીઓને તેમના નજીકના શહેરમાં જવું હોય, તો સમાન શહેરી નિયંત્રણો તેમના પર પણ લાગુ પડતા હતા.[૧]

રોજગારી[ફેરફાર કરો]

તાલિબાન ભૂતકાળની અફધાન સરકારનો કાયદા જે મહિલાઓને મિશ્રિત લિંગના કાર્યક્ષેત્રમાં નોકરી કરવાની છૂટ આપતો હતો તેની સાથે મતભેદ ધરાવતો હતો. તેમનો દાવો હતો કે આ પરદા અને શરીઆ કાયદાનો ભંગ કરે છે.[૩] સપ્ટેમ્બર 30, 1996માં, તાલિબાને હુકમનામું બહાર પાડ્યું જેમાં તમામ મહિલાઓને નોકરી કરવા પર પ્રતિબંધ લગાવી દીધો.[૧૪] સરકારી કર્મચારીઓમાં અંદાજે 25 ટકા મહિલાઓ હતી, અને જ્યારે તમામ ક્ષેત્રોમાં થયેલા નુકશાનને મેળવીએ તો, અનેક હજાર મહિલાઓને તેની અસર થઇ હતી.[૮] આની અસરથી આખા ઘરનું આવક તંત્ર ઉજડી ગયું, ખાસ કરીને ભેદ્ય કે વિધવાની આગેવાનીથી ચાલતા ઘરતંત્ર પર, જે અફધાનિસ્તાનમાં સામાન્ય છે.

બીજું નુકશાન એ લોકોને થયું જેમને ત્યાં આ મહિલાઓ કામ કરતી હતી. કાબુલમાં બાળકોનું પ્રાથમિક શિક્ષણ, ખાલી છોકરીઓ જ નહીં, બંધ કરી દેવામાં આવ્યું, જ્યાં વાસ્તવિક રીતે તમામ પ્રાથમિક શિક્ષણ શાળાની શિક્ષકાઓ મહિલાઓ હતી. 1996માં જ્યારે તાલિબાને કાબુલને તેના હસ્તકમાં લીધું ત્યારે હજારો શિક્ષિત પરિવારો કાબુલ છોડી પાકિસ્તાન ભાગી ગયા.[૧૫][૨] આમાંથી જે અફધાનિસ્તાનમાં રહી ગયા, તેમાં આવશ્યક આવકના ઘટાડાથી કેટલાય પરિવારોનો જીવતા રહેવાની શક્યતા એક કોર થઇ ગઇ, માતા અને બાળકની ભીખ માંગવાની સંખ્યામાં વધારો થયો.

તાલિબાન સર્વોચ્ચ વડા મોહમ્મદ ઓમરે સરકારી નોકરી કરતી મહિલાઓને અને શિક્ષકોને ખાતરી આપી હતી કે તેમને લગભગ 5 યુએસ ડોલરનું વેતન પ્રતિ મહિને મળશે, જોકે આ એક ટૂંકા સમયગાળા માટે કહેલી કિંમત હતી.[૧૬] તાલિબાનના પ્રતિનિધિ જણાવ્યા મુજબ "તાલિબાનના કાયદા પ્રમાણે 30,000 નોકરીમાંથી નીકાળેલી મહિલાઓને દર મહિને પગાર આપવામાં આવે છે, જે હાલ આરામથી ઘરે બેઠી છે, જે તાલિબાનને ઉલ્લેખીને મહિલાઓના અધિકાર અંગે બોલનારાઓના મોઢા પર ચાબુકનો ફટકો મારવા સમાન છે. આવા લોકો આધારવિનાની ભ્રામક માહિતીનો પ્રચાર કરી કાબુલની મહિલાઓને તાલિબાન વિરુદ્ધ ઉશ્કેરી રહ્યા છે".[૩]

તાલિબાને વિસ્તૃત કરેલ પરિવારનો લાભ લેવાને પ્રોત્સાહન આપતી હતી, કે જકાતની દાન કરવાની પધ્ધતિથી જેમાં મહિલાઓને કામ કરવાની જરૂર ના પડે. જોકે, વર્ષોના ઝગડાઓથી બનેલા બીજકુટુંબો મોટાભાગે તેમના પરિવારને ટકાવી રાખવા સંધર્ષ કરતા હતા તેઓ માટે તેમના વધારાના સંબંધીઓને સહાય કરવી અશક્ય હતી.[૨] મોટાભાગે ઘડેલા કાયદા માટે લાયકાત પુરુષોને આધીન હતી, જેમ કે ખોરાકની સહાય માત્ર પુરુષ સંબંધી દ્વારા જ એકત્રિત કરી શકાતું હતું. કોઇ મહિલાને એકપણ પુરુષ સંબંધી ન હોય તેવી શક્યતાને નકારતા મુલ્લાહ ઘૌસ, જે કાર્યરત વિદેશી પ્રધાને, આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ખૂબ જ નાની લોકસંખ્યા ધરાવતા અફધાન માટે કેટલી હદે આંતરાષ્ટ્રીય સ્તરે કાળજી અને રસ લેવાઇ રહ્યો છે.[૮] ગ્રામીણ મહિલાઓની પરિસ્થિતીમાં આ સામાન્યરીતે ખુબ નાનો બદલાવ હતો, કારણ કે તેમનું જીવન પગાર વિનાના ઘરગથ્થુ, કૃષિ અને ગુજરાન માટે પુનરુત્પાદન શ્રમની જરૂરિયાતની પ્રભાવિત હતું.

મહિલા આરોગ્ય કર્મચારીઓને રોજગારીના પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી હતી, જોકે તેઓ ખૂબ જ નીચલી પાયરીની સ્થિતીમાં કામ કરતા હતા. પ્રત્યક્ષ રીતે કામ મેળવવા માટે અલગ અલગ બસ પ્રણાલી અને મોટાપાયે ફેલાયેલી મહિલાઓની પજવણી તેમના માટે અગ્નિ પરીક્ષા સમાન હતી આ કારણે કેટલીક મહિલાઓએ સ્વૈચ્છાએ તેમની નોકરી છોડી દીધી. આમાંથી જે બાકી રહ્યા, તેમાંથી મોટાભાગના પ્રચલિત વ્યવહાર પદ્ઘતિના ડર અને ચોસમાં જીવતા હતા દવાખાનામાં કામ કરવાના સપ્તાહ દરમિયાન ઓછામાં ઓછા તાલિબાન સેનાના સંપર્કમાં અવાય તેવો તે પ્રયાસ કરતા હતા.[૨] આ મહિલાઓની સ્ત્રીરોગવિજ્ઞાન, જન્મ પહેલાના અને દાયાઓની સેવાઓને સુનિશ્ચિત કરવા માટે આવશ્યક હતી, જે જોખમી હોવા છતા ચાલુ રહી. રબ્બાની રાજ્યતંત્રની અંદર, 200 મહિલા કાર્મચારીઓ કાબુલની મુલ્લાલાઇ દવાખાનામાં કામ કરતી હતી, જોકે તાલિબાન હેઠળ આવ્યા બાદ માત્ર 50 જ ટકી રહી. અફધાનિસ્તાનમાં તાલિબાનનું 2002માં પતન થયું ત્યારે અફધાનિસ્તાનમાં કામ કરતા નેજીઓને(NGOs) મહિલા સ્વાસ્થકર્મીઓની અછત ઊભી થઇ જે તેમના કામમાં મહત્વનો વિધ્ન બન્યું.[૧૭]

રોજગાર પર પ્રતિબંધમાં અન્ય અપવાદ મુજબ ઓછી સંખ્યામાં લોકોપકારી કાર્યકરોની સેવાઓને ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી હતી. તાલિબાનના અલગ મૂકવાના આચારસંહિતા જે મહિલાઓ માટે બનેલો હતો તેમાં ટકી ન શકનાર મહિલાઓ કે પકડની બહાર રહી સંશોધનનું સંચાલન કરનાર અમૂલ્ય પ્રવેશ મેળવ્યું. આ અપવાદને સમગ્ર તાલિબાન આંદોલન દ્વારા અસંમતિ આપવામાં આવી હતી, જેનું ઉદાહરણ મહિલાની ભાગેદારી, કે ત્યાંબાદની અછત, પ્રત્યેક પરિસ્થિતિ સાથે બદલાતી હતી.[૨] તાલિબાનના મહિલાઓના માટે વર્તનની ગોઠવણના લીધે હેરાત નામના શહેરને ખાસ અસર થઇ, કારણકે 1995ના પહેલાના સમયમાં તે અફધાનિસ્તાનનો એક સર્વદેશી અને આઉટવર્ડ દેખતો પ્રદેશ હતો. મહિલાઓને મર્યાદિત સ્થળે નોકરી કરવાની છૂટ હતી, પણ તાલિબાનની સત્તા હેઠળ તેને બંધ કરવામાં આવ્યું. હેરાતના નવા રાજ્યપાલ, મુલ્લાહ રઝાકે, મહિલાઓના ધ્યાન ખેંચવાના સ્વભાવના ડરથી મહિલાઓ માટે આદેશ બહાર પાડ્યો કે મહિલાઓએ તેમના કાર્યલય પાસેથી પસાર ન થવું.[૧૮]

શિક્ષણ[ફેરફાર કરો]

તાલિબાનનો દાવો હતો કે તે ઇસ્લામિક ફરજને જાણીને છોકરા અને છોકરીઓ બેઉને શિક્ષણ આપે છે, જોકે બહાર પાડેલા હુકમનામાં પ્રમાણે 8 વર્ષથી મોટી છોકરીઓ માટે શિક્ષણ પર પ્રતિબંધના આદેશ માન્ય કર્યો હતો. મોલવી કલામદીને તે વાત પર ભાર મૂક્યો કે આ માત્ર હંગામી સ્થિતિ છે અને જ્યારે સુવિધાઓ અને શેરીની સુરક્ષા મિશ્ર- જાતિના સંપર્કને અટકાવવા માટે અનુકૂળ બનશે ત્યારે ફરીથી મહિલાઓને શાળામાં મોકલવામાં આવશે. તાલિબાનની ઇચ્છા હતી કે તે આખા અફધાનિસ્તાન પર પોતાનું નિયંત્રણ કરે ઉલેમા જૂથને બોલાવવાના પહેલા નવા અભ્યાસક્રમ સાથે સમાધાન કરી તેને ઇસ્લામનું પણ અસ્વીકાર્ય મુજાહદ્દીન વૃતાન્તં સાથે અદલબદલ કરવાનું નક્કી કરવામાં આવ્યું.[૨]

આ અંત સુધી પહોંચવા માટે તાલિબાને સમયની માંગણી કરી તથા આંતરાષ્ટ્રીય સહાય સમાજની તેના તાત્કાલિક મહિલાઓના હકો પર પરત ફરવાના ફરજિયાત જોગવાઇની ટીકા કરી.[૧] તાલિબાનને તેના કાર્યોની લાયકાતમાં વિશ્વાસ હતો, અને એક ઇરાનીયન મુલાકાતમાં એક પ્રતિનિધિએ કહ્યું હતું કે "અન્ય કોઇ પણ રાષ્ટ્રે મહિલાઓને એટલા મહિલા અધિકારો નથી આપ્યા જેટલા અમે આપ્યા છે. અમે મહિલાઓને તે અધિકાર આપ્યો છે કે જે ભગવાન અને તેના દૂતએ સૂચવ્યો છે, જે પ્રમાણે હિજાબમાં ઘરમાં રહીને તેમને તેમનો ધાર્મિક નફાને શીખવાનો છે [એકાન્તની સ્થિતિ]”.[૨]

મહિલા રોજગાર પ્રતિબંધની મોટી અસર શિક્ષણ પદ્ધતિ પર પડી. આ ઠરાવથી કાબુલ માત્ર માં 106,256 છોકરીઓ, 148,223 છોકરાઓ અને 8,000 મહિલા વિદ્યાપીઠ ઉપસ્નાતકોને અસર થઇ. 7,793 મહિલા શિક્ષકોને કાઢી દેવામાં આવ્યા, આ બદલાવે શિક્ષણ પુરવઠાને પાંગળો બનાવી દીધો અને આ જ કારણે 63 શાળાઓને ઓચિંતા શિક્ષકોની અપૂરતીને લીધે બંધ કરી દેવામાં આવી.[૮] કેટલીક મહિલાઓ ચોરીછૂપી રીતે સ્થાનિક બાળકો માટે ઘરમાં બનાવેલી શાળાઓમાં, કે કેટલીક મહિલા સીવણ વર્ગના નામે હેઢળ ચાલતી શાળાઓ, જેવી કે ગોલ્ડન નીડલ સોંઇગ સ્કૂલમાં જતા હતા. ભણનારા, વાલીઓ અને શિક્ષકો સારી રીતે જાણતા હતા કે જો તાલિબાનને આ પ્રકારની પ્રવૃતિઓની જાણ થશે તો પરિણામ શું આવશે, પણ જે લોકો તાલિબાનના સખત નિયમોમાં પોતાને ફસાઇ ગયેલા પામતા હતા, તેમના માટે આ કામ તેમને સ્વ-નિશ્ચય અને આશાની પ્રેરણા પૂરી પાડતું હતું.[૧૩]

સ્વાસ્થ સંભાળ[ફેરફાર કરો]

અફધાનિસ્તાનને તાલિબાને પોતાના કાબુમાં લીધું તે પહેલા પુરુષ ડોક્ટર્સ દવાખાનામાં મહિલાઓનો ઉપચાર કરી શકતા હતા, પણ જલ્દી જ એક હુકમનામું બહાર પાડવામાં આવ્યું જે પ્રમાણે કોઇ પણ પુરુષ ડોક્ટર સલાહના બહાને મહિલાના શરીરને અડવા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો.[૧૩] નોકરીમાં ખૂબ જ ઓછી મહિલા સ્વાસ્થય વ્યવસાયકો સાથે, બાળકના જન્મ પહેલા લેવામાં આવતી વધારાની કાળજી માટે દૂરથી મુસાફરી કરીને આવતી મહિલાઓનું સ્તર નીચે આવ્યું.[૨]

કાબુલમાં કેટલીક મહિલાઓએ અનૌપચારિક ખાનગી ઇસ્પિતાલને તેમના ઘરની અંદર પરિવારીક અને પડોશીઓની સેવા માટે સ્થાપ્યા, પણ દવાના પુરવઠાને મેળવાની મુશ્કેલીઓના લીધે કરીને તેમની અસરકારતા મર્યાદિત હતી. કેટલીય મહિલાઓ લાંબો સમય સુધી દર્દને સહન કરવાથી કે યોગ્ય સારવારના અભાવે નિયત સમય કરતા પહેલા મૃત્યુ પામી. તેવા પરિવારો માટે જે વિશિષ્ટ છે, તેમના મહરમનો તેમને ટેકો અને રુચિ છે, જેને દાક્તરી કાળજીની ખૂબ જ જરૂર હોય તો તે પાકિસ્તાનમાં જતા હતા.[૧૩]

ઓક્ટોબર 1996માં, મહિલાઓને પારંમપરિક હમામ, જાહેર સ્નાન, કે જે સામાજિક થવાની તકો પૂરી પાડતો હતો તેને બિન-ઇસ્લામીક ગણાવીને બાધિત કરી દીધો. મહિલાઓના આનંદ માટે પરવડી શકે તેવી ગરમ-પાણીની આ વિધિ હતી અને એક એવા દેશમાં જ્યાં થોડાક જ વહેતા પાણીની સુવિધાઓ ઉપલબ્ઘ હોવાથી આ એક મહત્વની સુવિધા હતી. આજ કારણે યુએને (UN) આગાહી કરી હતી કે આનાથી ખૂજલીમાં વુદ્ધિ તથા યોનિમાર્ગના ચેપો મહિલાઓને થાય છે આવી પદ્ધતિ સ્વસ્છતા અને સ્વાસ્થય સંભાળ માટે અસ્વીકૃત છે.[૮] નસરીન ગ્રોસ્સ, એક અફધાન-અમેરિકન લેખકે, 2001માં કહ્યું હતું કે ચાર વર્ષથી કેટલીક અફધાન મહિલાઓ ભગવાનની પ્રાર્થના નથી કરી શકી કારણ કે "ઇસ્લામમાં મહિલાઓના માસિક સમય બાદ નાહ્યા સિવાય પ્રાર્થના કરવાની મનાઇ ફરમાવવામાં આવી છે”.[૧૯] જૂન 1998માં, તાલિબાને મહિલાઓને રાજધાનીના સાર્વજનિક દવાખાનામાં હાજર રહેવા પર પ્રતિબંધ મૂકી દીધો, જ્યાં પહેલા સાર્વજનિક દવાખાનાના મહિલાઓ માટે બનાવેલા વિભાગમાં તેઓ હાજર રહેતી હતી. આમ કાબુલનું એક જ દવાખાનું બાકી રહ્યું હતું જ્યાં તેઓ બિમાર થાય તો ઉપચાર કરવતા હતા.સંદર્ભ ત્રુટિ: અમાન્ય <ref> ચકતી; અમાન્ય નામો , દા.ત. ઘણાં બધાં

જબરદસ્તીથી બાંધી રાખવું[ફેરફાર કરો]

માનસિક તાણ, એકલતા અને ઉદાસીના લીધે કૌટુંબિક સુમેળને ગંભીર અસર થઇ હતી જે મોટાભાગે મહિલાઓને જબરદસ્તીથી બાંધી રાખવાથી જોડાયેલું હતું. 160 મહિલાઓનો એક સર્વેના નિષ્કર્ષ પ્રમાણે 97 ટકા ગંભીર ઉદાસીની નિશાની બતાવતા હતા અને 71 ટકા અહેવાલો શારીરિક સારી પ્રકૃતિમાં સતત ઘટાડો બતાવતો હતો.[૮] લતિફા, એક કાબુલની નિવાસી અને લેખકે લખ્યું હતું કે:[૧૩]

અપાર્ટમેન્ટ એક જેલ કે દવાખાના જેવું લાગે છે. મૌનના વજનનો સખત ભાર અમારા બધા પર છે. અમારા માંથી કોઇ પણ કશું ખાસ નથી કરતા, અમારી પાસે એકબીજાને કહેવા માટે કંઇ ખાસ નથી. અમે અમારી લાગણીઓને ફાળવણી કરવામાં અસક્ષમ છીએ, અમે પ્રત્યેક પોતાની જાતને અમારા ડર અને ઉદાસીમાં બંધ કરી લીધા છે. જ્યારથી, અમે બધા જ સમાન કાળા ખાડામાં છીએ, ત્યારથી અહીં કોઇ ચોક્કસ ક્ષણ નથી સમયને વારંવાર જોવાની તથા તે અમને સ્પષ્ટ રીતે દેખાતો પણ નથી.

તાલિબાને દેશના તમામ સૌદર્ય પ્રસાધકો બંધ કરાવી દીધા.[૨૦][૨૧][૨૨] પ્રસાધનો જેવા કે નખ રંગવા અને મેક-અપ કરવા પર મનાઇ ફરમાઇ દીધી.[૨૩]

મહિલાઓની સાંસ્કૃતિક ઉપસ્થિતિ પર તાલિબાનના પ્રતિબંધો કેટલાક ક્ષેત્રોને સાંકળતા હતા. જે સ્થળના નામમાં મહિલાઓ શબ્દનો સમાવેશ થતો હોય તેમાં ફેરફાર કરવામાં આવતા હતા જેથી તે શબ્દનો ઉપયોગ ના થાય. મહિલાઓને જોરથી હસવાની મનાઇ હતી કારણ કે કોઇ અજાણ પુરુષ મહિલાનો અવાજ સાંભળે તેને અશ્લીલ માનવામાં આવતું હતું. મહિલાઓ પર કોઇ રમતમાં ભાગ લેવો કે રમતની મંડળીમાં દાખલ થવા પર પ્રતિબંધ હતો.[૨૪] અફધાનિસ્તાનની મહિલાઓની ક્રાન્તિકારક સંસ્થા રાવા(RAWA) ખાસ કરીને આવા વિષયો અંગે પગલાં ભરતી હતી. આનો પાયો મીના કેશવર કમાલ, એ મહિલા કે જેને અન્ય વસ્તુઓના સ્થાપના વચ્ચે એક વિવિધ-ભાષીય સામાયિક જેનું નામ વુમન્સ મેસેજ એટલે કે સ્ત્રીઓને સંદેશો તેના દ્વારા 1981માં બહાર પાડ્યું હતું. જેનું 1987માં 30 વર્ષની ઉંમરે ખૂન કરવામાં આવ્યું હતું, પણ તેણીને અફધાનની મહિલાઓની આદરણીય નાયિકા માનવામાં આવે છે.

શિક્ષાઓ[ફેરફાર કરો]

શિક્ષાઓ મોટાભાગે જાહેરમાં આપવામાં આવતી, કાં તો ઔપચારિક જાહેર તમાશાની જેમ રમતના મેદાનમાં કે શહેરના કાટખૂણાઓમાં કે સ્વયંમસ્ફર્ત રીતે શેરીમાં મારવામાં આવતું હતું. નાગરિકો નિષ્ઠુર સજાના ડર હેઠળ રહેતા કારણ કે આ અંગે ખૂબ જ ઓછી દયા રાખવામાં આવતી જે મહિલાઓ હુકમનામાંને તોડતી તેમની સાથે હંમેશા શક્તિથી વર્તવામાં આવતું.[૮] ઉદાહરણોઃ

 • ઓક્ટોબર 1996માં, એક મહિલાને તેના નખ રંગવા બદલ તેના અંગૂઠાની ટોચને કાપી નાંખવામાં આવી હતી.[૮]
 • ડિસેમ્બર 1996માં, રેડિયો શરીઆએ જાહેરાત કરી કે કાબુલની 225 મહિલાને શરીઆના પહેરવેશની આચારસંહિતાનું ઉલ્લઘન કરવા બદલ પકડીને સજા આપવામાં આવી હતી. એક ન્યાયાલય નિયંત્રણ નીચે આ શિક્ષા માટે અને તેમના ખરાબ વર્તન માટે મહિલાઓના પગ અને પીઠ પર ચાબુકનો માર મારવામાં આવ્યો.[૨૫]
 • મે 1997માં, ધાર્મિક પોલીસના સભ્યો દ્વારા પાંચ મહિલા કેર (CARE) આંતરાષ્ટ્રીયના કર્મચારીઓ તથા આંતરીક ખાતા દ્વારા આધિકારીક રીતે સંકટ પોષણ કાર્યક્રમ પર સંશોધન કરવા મોકલેલા કર્મચારીઓને જબરદસ્તી તેમના વાહન પરથી ઉતારવામાં આવ્યા. સંત્રીઓએ અપમાન માટે જાહેર સંબોધન પ્રણાલી અને તે પહેલા ત્રાસ દેવા માટે તે મહિલાઓને ધાતુ અને ચામડાની 1.5 મીટર (લગભગ 5 ફીટ) લંબાઇની ચાબૂકથી ફટકાર માર્યો.[૧]
ચિત્ર:Taliban public execution of Zarmeena 1999.jpg
એક મહિલાનો જાહેરમાં દેહાતદંડ, જેનું નામ ઝર્મીના છે, ગાઝીના રમતના મેદાનમાં તાલિબાન દ્વારા, કાબુલ નવેમ્બર 16, 1999. સાત બાળકોની માતા જેના પર સૂતેલા પતિને મારી નાખવા માટે દોષીત જાહેર કરી છે, તેવો આરોપ છે કે તેના પતિએ તેણીને ખૂબ માર માર્યો હતો.<રેફ>તાલિબાનની મહિલાનો જાહેરમાં દેહાતદંડ</રેફ><રેફ>પડદો ઉઠાવવો ચેનલ 4 ન્યૂઝ યુકે, હુમલો12/11/07</રેફ> આ ફૂટએજ અહીં જોઇ શકાય છે.
 • 1999માં, સાત બાળકોની માતાને 30,000 દર્શકોની સામે કાબુલના ગાઝી રમતના મેદાનમાં તેના નિંદાત્મક પતિનું ખૂન કરવાના આરોપ સહ મારી નાખવામાં આવી (જમણે જુઓ). તેને ત્રણ વર્ષ સુધી કેદમાં રાખવામાં આવી અને દેહાતદંડના સમય સુધી વ્યાપક યાતના આપવામાં આવી, છતા પણ તેને તેની દીકરીને બચાવવા (નોંધ્યા પ્રમાણે ખરેખરમાં જે દોષી હતી) માટે કરીને પોતાની નિર્દોષતાની અપીલ કરવાની મનાઇ કરી.[૨૬]
 • જ્યારે તાલિબાને ધાડ પાડી એક મહિલાને તેના અપાર્ટમેન્ટમાં ઔપચારિક શાળા ચલાવતી શોધી કાઢી, તેઓએ બાળકોની પીટાઇ કરી અને તે મહિલાને પગથિયા પરથી હવામાં ફેકી નીચે પાડી (તેના પગ તોડી નાખ્યા), અને ત્યારબાદ તેની કેદમાં પૂરી લીધી. જો તેણી તાલિબાન અને તેના કાયદા પ્રત્યે વફાદારીના એકરારનામા પર સહી ના કરી તો તેઓ તેણીના પરિવારને જાહેરમાં પથરા મારશે તેવી તેને ધમકી આપવામાં આવી.[૧૩]

ધણી શિક્ષાઓ વ્યક્તિગત સેનાઓ દ્વારા આપવામાં આવતી હતી તે પણ તાલિબાનની આધિકારીક પરવાનગી લીધા વગર કારણ કે આધિકારીક રીતે તાલિબાન નીતિમાં મહિલાને શેરીમાં શિક્ષા આપવાની વિરુદ્ધ છે. અનેક અધિકૃત યોજનાઓ પુરુષોને શિક્ષા અપાતી હતી ઉદાહરણ માટે મહિલાનું ખરાબ વર્તન: જે કુટુંબ સમાજનું પ્રતીબંબ અને પુરુષો કર્તવ્ય નિયંત્રણ અને મહિલાઓને અંકુશમાં રાખે છે તે માન્યતાને બતાવે છે. મૌલવી કલામદીને 1997માં કહ્યું હતું કે, "જ્યારથી અમે પ્રત્યક્ષ રીતે મહિલાઓને શિક્ષા નથી આપી શકતા, અમે ટેક્સી ચાલકનો અને દુકાનદારોનો સાધન તરીકે ઉપયોગ કરી મહિલાઓ પર દબાણ લાવીએ છીએ" નિયમોનું પાલન થાય તે માટે.[૧] પુરુષોની શિક્ષાના ઉદાહરણો:

 • જો કોઇ ટેક્સી ચાલક તેવી કોઇ મહિલા ગ્રાહકને ગાડીમાં બેસાડે છે જેનો ચહેરો ઢાંકેલો ના હોય કે તે તેના મહરમની સંગાથે ન હોય તો તે ચાલકને જેલની સજા થવાની અને તેના પતિને સજા આપવામાં આવતી હતી.
 • જો કોઇ મહિલા નદી કિનારે કપડાં ધોતી પકડાઇ જાય તો ત્યાંના ઇસ્લામિક અધિકારીઓ દ્વારા તેની સાથે ઘર સુધી આવતા જ્યાં તેના પતિ મહરમને કઠક શિક્ષા આપવામાં આવતી.
 • દરજીઓ જો કોઇ મહિલાનું માપ લેતો પકડાઇ જાય તો તેને કેદ કરવામાં આવતો.[૧]

આંતરાષ્ટ્રિય પ્રતિક્રિયા[ફેરફાર કરો]

આંતરાષ્ટ્રીય મંડળીઓના વિરોધનું થોડુંક વજન તાલિબાનની સત્તા પર પડ્યું, જેથી ઇસ્લામના કાયદાઓના અર્થને સમજવામાં અગ્રેસરત્વ આવ્યું તથા યુએન(UN)ની આચારસંહિતાઓ કે માનવ અધિકારોની મર્યાદાને તપાસવામાં આવી નહી, કાયદા ઘડવાને પશ્ચિમ સામ્રાજ્યવાદના હથિયાર તરીકે દેખવામાં આવતા હતા.[૧] 1995માં જ્યારે તાલિબાને હેરાત પર કબજો પ્રાપ્ત કર્યા બાદ, યુએન (UN) આશા બતાવી કે જાતિ નીતીઓ વધુ નરમ બનશે કારણકે "તે દાતા સમૂહથી સાંકળવાની સાથે એક જાણીતા બળવાખોરમાંથી એક જવાબદાર સરકાર બની પરિપક્વ થઇ છે માટે".[૮] તાલિબાને આંતરાષ્ટ્રીય દબાણના વલણને નકાર્યું અને સહાયની અટકાયત અંગે શાંત પ્રતિક્રિયા બતાવી.

 • ડિસેમ્બર 1995માં, યુનીસેફે(UNICEF) તાલિબાનના નિયંત્રણમાં આવતા તમામ પ્રદેશોની શૈક્ષણિક સહાયને લટકાવી દીધી, તેમની દલીલ હતી કે શિક્ષણમાં પુરુષો અને મહિલાઓના મિશ્રણ પર પ્રતિબંધ લગાવવો તે બાળકના અધિકારો પર માન્ય સામાજિક આચારની ફરજનો ભંગ છે. 1995ની બેજીંગ મહિલાઓની પરિષદમાં તેના ખરાબ પ્રત્યાઘાત પડ્યા, આ કાર્યવાહીમાં યુનીસેફે( UNICEF) મહિલાઓ અને બાળકોને લગતી બાબતની એક મુખ્ય મંડળી તરીકે તેની ભૂમિકા નક્કર બનાવવી જોઇએ તેવી દરખાસ્ત મૂકવામાં આવી.[૮]
 • 1996માં, સેવ ધ ચિલ્ડ્રન એટલે કે બાળકોને બચાવ યુકે(UK) પણ પોતાનો ટેકો ખેંચી લેતા મહિલાઓ સાથે સામાજિક વહેવાર, પ્રથમ બાળક સંભાળ, વધુ મુશ્કેલ બની ગઇ.[૮]
 • યુએન(UN) મુખ્ય સચિવ બોયટ્રોસ બોયટ્રોસ ઘાલીએ અફધાન મહિલાઓની સ્થિતિ સંદર્ભે પોતાની ચિંતા વ્યક્ત કરી.[૨૭]
 • 1996માં, યુએસ(US) રાજ્ય સચિવ મડેલાઇન અલબ્રાઇટે જાહેરમાં કહ્યું કે, "અમે, જે ભોગ બની છે તેવી અફધાનિસ્તાનની મહિલાઓ અને છોકરીઓના વતી બોલીએ છીએ... તે શિકાર બની છે અને આપણા બધા પર તેને અટકાવવાની જવાબદારી છે" તાલિબાને આરોપિત ત્રાસવાદી ઓસામા બિન લાદેનને સુપરત કરવાની મનાઇ ફરવામી ત્યારપછી.[૨૮]

જાન્યુઆરી 2006ની લંડન પરિષદમાં અફધાનિસ્તાનને પહેલ કરી આંતરાષ્ટ્રીય કરારનું નિર્માણ કરવાની, જેમાં મહિલાઓના વર્તન માટે આધારચિહ્નોનો પણ સમાવેશ કરવામાં આવ્યો. આ કરારમાં આ પ્રમાણેના એકમોનો સમાવેશ થાય છે: "જાતિ:અંત સુધી-1389 (20 માર્ચ 2011): અફધાનિસ્તાનની મહિલાઓ માટે રાષ્ટ્રીય કાર્ય યોજના જેનો સંપૂર્ણ પણે અમલ કરાશે; અને, અફધાનિસ્તાનની એમડીજીસ(MDGs) શાખા સાથે, મહિલાઓ અફધાનિસ્તાનના તમામ સરકારી સંસ્થાઓમાં હિસ્સો લઇ શકે છે, તેમાં નિર્વાચનનો અને જૂથમાં નિયુક્તિ અને ફોજદારી દળોને સશક્ત બનાવવા માટેનો પણ સમાવેશ થાય છે."[૨૯] જોકે, એક સાર્વત્રિક આંતરાષ્ટ્રીય અહેવાલ જે જૂન 11, 2008ના રોજ જાહેર કરાયો હતો તે પ્રમાણે અફધાનિસ્તાનને લગતી બાબતોમાં "વધુ ખાલી વચનો નહીં" આપવાની જરૂરિયાત છે, જે મહિલાઓ માટેના વર્તનનો અસંતુષ્ઠ લક્ષને રજૂ કરે છે.[૩૦]

વધુ જુઓ[ફેરફાર કરો]

નોંધ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ નેન્સી હેચ ડુપર્રે 'અફધાન વુમન અન્ડર ધ તાલિબાન' વિલિયમ માલેયની(2001) આઇએસબીએન 0786410906. ફન્ડામેન્ટલીસમ રીબોર્ન? અફધાનિસ્તાન એન્ડ તાલિબાન . લંડન હુર્સ્ટ એન્ડ કંપની, આઇએસબીએન 0814755860 pp145-166.
 2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ ૨.૭ ૨.૮ માર્સડેન, પીટર. (1998) ધ તાલિબાન: વૉર, રિલિજન એન્ડ ધ ન્યૂ ઓર્ડર ઇન અફધાનિસ્તાન . લંડન: ઝેડ બુક્સ લિમીટેડ, આઇએસબીએન 1856495221 pp88-101.
 3. ૩.૦ ૩.૧ ૩.૨ એમ. જે. ગોહારી (2000). ધ તાલિબાન: અસેન્ટ ટુ પાવર . ઑક્સફોર્ડ: ઑક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ,, આઇએસબીએન 0195795601 pp. 108-110.
 4. સ્યનોવીટ્સ, રૉન. "અફધાનિસ્તાન: ઓથર અવેટ હેપી એન્ડીંગ ટુ 'સોઇંગ સર્કલ ઑફ હાર્ટ'", રેડીયો ફી યુરોપ ,માર્ચ 31, 2004.
 5. લામ્બ, ક્રિસ્ટીના. "વુમન પોએટ 'સલાઇન ફોર હર વર્સ", ધ સન્ડે ટાઇમ્સ , નવેમ્બર 13, 2005.
 6. "100 ગર્લ્સ' સ્કૂલ ઇન અફધાન કેપીટલ આર ઓર્ડર્ડ શટ", ધ ન્યૂયોર્ક ટાઇમ્સ , જૂન 17, 1998.
 7. અ વુમન અમોગ વૉરલોર્ડ્સ વાઇલ્ડ એન્ગલ, એસેડ 12/11/07
 8. ૮.૦૦ ૮.૦૧ ૮.૦૨ ૮.૦૩ ૮.૦૪ ૮.૦૫ ૮.૦૬ ૮.૦૭ ૮.૦૮ ૮.૦૯ ૮.૧૦ ૮.૧૧ મિચેલ ગરીફ્ફીન (2001). રેપીંગ ધ વ્રીર્લવીન્ડ: ધ તાલિબાન મુવમેન્ટ ઇન અફધાનિસ્તાન . લંડન: પુલ્ટો પ્રેસ, pp6-11/159-165.
 9. ૯.૦ ૯.૧ સમ ઓફ ધ રીસ્ટ્રીક્શન ઇમપૉસ્ડ બાય તાલિબાન ઇન અફધાનિસ્તાન
 10. ૧૦.૦ ૧૦.૧ રીસ્ટ્રીક્શન પ્લેસ ઓન વુમન બાય ધ તાલિબાન
 11. બુટ્ચેર & બોલ્ટ, ડેવીડ લોયન, પીજી 235
 12. અફધાનિસ્તાન વુમન ટેલ ટેલ્સ ઓફ બ્રુટાલીટી
 13. ૧૩.૦ ૧૩.૧ ૧૩.૨ ૧૩.૩ ૧૩.૪ ૧૩.૫ લતીફા માય ફોરબીડન ફેસ: ગ્રોઇંગ અપ અન્ડર ધ તાલિબાન . યુકે: વીરગો પ્રેસ pp29-107.
 14. UNHCR - ક્રોનોલોજી ઓફ ઇવેન્ટસ જાન્યુઆરી 1995 - ફ્રેબુઆરી 1997
 15. રશીદ તાલિબાન (2000), p.106
 16. તાલિબાન સેક ઓલ ફેમેલ સિવિલ સર્વન્ટ, ટીર્ચર્સ
 17. UNFPA: ન્યૂઝસ
 18. બુટ્ચેર & બોલ્ટ, ડેવીડ લોયન, p243
 19. અફધાન વુમન'સ રીકવેસ્ટ ફોર રેકોગનીશન એટ ધ યુ.એન
 20. વિલીયમ્સ, કારોલ જે. ધ બ્યુટી શોપ બેકોન્સ ઇન પોસ્ટ-તાલિબાન કાબુલ, લૉસ એન્જૅલસ ટાઇમ્સ , ડિસેમ્બર 15, 2001.
 21. કીંગસ્ટોન, હેઇડી. કાબુલ બ્યુટી સ્કૂલ ડ્રોપઆઉટ , જૂન 17, 2007.
 22. કાબુલ બ્યુટી સ્કૂલ - અફધાનિસ્તાન, યુ ટ્યૂબ , ઓક્ટોબર 21, 2008.
 23. પીબીએસ, તાલિબાન વુમન, માર્ચ 6 1998
 24. www.rawa.org
 25. વુમન ઇન અફધાનિસ્તાન: ધ વાયલેશન્સ કન્ટિન્યૂ અમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઍક્સેસડ12/11/07
 26. ઝાર્મીના'સ સ્ટ્રોરી
 27. યુનાઇટેડ નેશન ડેલી હાઇલાઇટ્સ 96-10-07
 28. વર્લ્ડ: વોર્ન્સ ટાલેબન ઓન વુમન બીબીસી, ઍક્સેસડ 12/11/07
 29. http://www.ands.gov.af/ands/jcmb/src/jcmb5/3C.%20Table%203%20Executive%20Summary%20of%20all%20benchmarks%20-%20Eng.pdf
 30. http://www.amnesty.org/en/for-media/press-releases/afghanistan-no-more-empty-promises-paris-20080611

સંદર્ભો[ફેરફાર કરો]

 • Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 • Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 • Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 • Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 • Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 • Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 • Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 • Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 • Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.dd
 • Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 • Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 • Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 • Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 • Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.

આગળ વધુ વાંચો[ફેરફાર કરો]


ઢાંચો:Segregation by type