તિમણ ગઢ કિલ્લો

વિકિપીડિયામાંથી
તિમણ ગઢ કિલ્લો

તિમણ ગઢ કિલ્લો ભારત દેશના રાજસ્થાન રાજ્યના કરૌલી જિલ્લા સ્થિત એક લોકપ્રિય દુર્ગ છે.

તીમંગઢ કિલ્લો, હિન્ડોન સીટી નજીક માસલપુર તાલુકામાં આવેલ છે. ઇતિહાસકારો માને છે કે અહીં નિર્મિત આ કિલ્લો ૧૧૦૦ ઈ.માં બંધાવવામાં આવ્યો હતો, જે ટૂંક સમયમાં નષ્ટ કરવામાં આવ્યો હતો. આ ગઢ ૧૨૪૪ ઇ.માં યદુવંશી રાજા તીમંપલ જે રાજા વિજય પાલના વંશજ હતા તેમના દ્વારા ફરીથી બાંધવામાં આવ્યો હતો.

લોકો માને છે કે આજે પણ આ કિલ્લામાં અષ્ટધાતુનાં પ્રાચીન શિલ્પો, માટીની વિશાળ અને નાની મૂર્તિઓ આ ગઢ પરિસરના મંદિરની નીચે છુપાવવામાં આવેલ છે. અહીં બનાવવામાં આવેલ મંદિરોની છત અને સ્તંભો પર ભૌમિતિક અને ફૂલના નમૂનાઓ કોઈપણ પ્રવાસીનું મન મોહી લેવા માટે પૂરતાં છે, સાથે જ અહીં આવતા પ્રવાસીઓ માટે મંદિરના થાંભલાઓ પર અલગ અલગ દેવો અને દેવીઓના ફોટા પણ બનાવવામાં આવેલ છે, જે પ્રાચીન કલાનો એક બેમિસાલ નમૂનો છે. ઘણા દસ્તાવેજોમાંથી આ સ્થળ વિશે પુષ્ટિ મળે છે કે આ કિલ્લો ૧૧૯૬ અને ૧૨૪૪ ઈ. વચ્ચે મુહમ્મદ ઘોરીના દળો દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. તેઓ માને છે કે ત્યાં એક સાગર તળાવના તળિયે પારસમણિ ગઢ પરિસરમાં હાજર છે. આ સ્થળ પરથી મળેલા ઘણા દસ્તાવેજો આ વાતની ખાતરી કરાવે છે કે ૧૧૯૬ થી ૧૨૪૪ના સમયગાળા વચ્ચે આ કિલ્લા પર મુહમ્મદ ઘોરીએ કબજો રાખ્યો હતો. લોકો માને છે કે આજે પણ આ કિલ્લા નજીક સ્થિત સાગર તળાવમાં પારસમણિ છે, જેના સ્પર્શ વડે કોઇપણ પદાર્થ સોનું બની જાય છે.

તિમણ ગઢ કિલ્લાનું બાંધકામ તિસમાનોએ કરાવ્યું હતું.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "DISTRICT KARAULI". મૂળ માંથી ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૨ પર સંગ્રહિત. મેળવેલ ૧૯ માર્ચ ૨૦૧૭.