પર્યટન

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
This article incorporates information from this version of the equivalent article on the અંગ્રેજી Wikipedia.

Script error: No such module "redirect hatnote".

ફ્રાન્સની સૌથી વધુ મુલાકાત લેવાય છે જ્યારે સૌથી વધુ નાણા અમેરીકા કમાયછે[1][2]
બ્રાઝીલના રીઓ ડી જાનેરોમાં ક્રાઈસ ધ રીડીમર
ગ્રીસના એથન્સમાં પાર્થેનેનોન
વેટીકન સીટીમાં સેંટ પિટર્સ બાસિલિકા. સેંટ પિટર્સ સ્કેવર
મેક્સિકોમાં ચિચેન ઈત્ઝામાં કુકુલખાનના પિરામીડ
યુનાઈટેડ કિંગડમના લંડનમાં આવેલો ટ્રાફલ્ગર સ્કવેર
ટોકયો ડિઝનીલેન્ડ
યુનાઈટેડ સ્ટેટના ન્યૂયોર્કમાં ટાઈમ સ્કવેર
જર્મનીના બર્લિનમાં બ્રાન્ડેનબર્ગ ગેટ
ચીનની સૌથી મોટી દિવાલ
ઈટાલીના રોમમાં કોલોસિયમ
ભારતના આગ્રામાં તાજ મહેલ
ઈજીપ્તમાં ગીઝા પિરામીડ કોમ્પલેક્ષ
જર્મનીના બાવેરીયામાં નોવશ્ચવસ્ચટેઈન કૈસલ
બુધ્ધનું મંદીર [3]થાઈલેન્ડના બેંગકોકમાં ગ્રાન્ડ પેલેસમાં
દક્ષિણ કોરિયામાં એન. સેઉલ ટાવર

પર્યટન એટલે મનોરંજન, આરામના સમયે અને વેપારી હેતુઓ માટે કરવામાં આવતો પ્રવાસ. વિશ્વ પર્યટન સંગઠન(World Tourism Organization) મુજબ પર્યટકો એટલે તેવા લોકો "જેઓ પ્રવાસ કરે છે અને પોતાના સામાન્ય વાતાવરણથી અન્યત્ર સ્થળે આરામ, મનોરંજન કે પછી વેપાર તેમજ અન્ય હેતુઓ માટે ચોવીસ (24) કલાકથી વધુ, પરંતુ સતત એક વર્ષ સુધી નહીં, ગાળે છે, આ જગ્યાની મુલાકાત લેવા બદલ તેઓને કોઈ નાણા મળવાના નથી.".[૧] પર્યટનએ ફુરસદના સમયમાં કરવામાં આવતી સૌથી લોકપ્રિય પ્રવૃતિ છે. 2007માં પ્રવાસીઓની સંખ્યા, 903 મિલિયન જેટલી નોંધાઈ હતી, જે 2006ના વર્ષ કરતા 6.6 ટકાનો વધારો દર્શાવે છે. આ પ્રવાસીઓએ 856 બિલિયન. અમેરિકન ડોલર(USD)નો ખર્ચ કર્યો હતો. [૨]

વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતત્તા હોવા છતાં 2008ના પહેલા ચાર મહિના દરમિયાન આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાં 2007માં જોવા મળેલો વિકાસ દર જળવાઈ રહ્યો છે.[૨]જો કે, 2008ની આર્થિક મંદીને કારણે જુન 2008થી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાં ઘટાડો આવવા લાગ્યો છે. આંતરરાષ્ટ્રીય પર્યટનમાં વૈશ્વિક 2 ટકાનો ઘટાડો ઉનાળાના મહિલનાઓ દરમિયાન આવ્યો છે. જ્યારે જાન્યુઆરીથી એપ્રિલ 2008 સુધીના સમયનો વિકાસ દર 2007ની સરખામણીમાં સરેરાશ 5.7 ટકા પર પહોંચ્યો છે. 2006થી 2007 દરમિયાન વિકાસ માત્ર 3.7% ટકા જ હતો. વિશ્વમાં આંતરરાષ્ટ્રીય પર્યટન સંખ્યા જાન્યુઆરીથી ઓગસ્ટમાં 641 મિલિયન પ્રવાસીઓ હતી જે 2007માં આજ સમયગાળા દરમિયાન 618 મિલિયન પ્રવાસીઓની સંખ્યા હતી..[૩]

પર્યટન ઉદ્યોગ ઘણા દેશો માટે મહત્વનો છે, જેમ કે, યુએઈ(U.A.E), ઈજીપ્ત , ગ્રીસ અને થાઈલેન્ડ, અને અન્ય ઘણા ટાપુ દેશોમાં જેમ કે ધ બહામાસ, ફિજી , માલદિવ અને સિસિલીસ, આ ઉદ્યોગમાં રહેલા નાણા તેમજ રોજગારીની વિશાળ તકોને કારણે સેવા ઉદ્યોગ પર્યટન ઉદ્યોગ સાથે સંકળાયેલો છે. આ સેવા ઈન્ડ.માં વાહન વ્યવહાર, જેમાં એરલાઈન્સ, ક્રુઝ શીપ અને ટેક્સીનો સમાવેશ થાય છે, જ્યારે મહેમાનગતી સેવા,માં રહેઠાણ, જેમાં હોટલ, રીસોર્ટ સમાવેશ થાય છે અને અન્ય મનોરંજનના સાધનો જેવા કે એમ્યુઝમેન્ટ પાર્ક, કેસિનો , શોપિંગ મોલ્સ, અને મ્યુઝીક સ્થળો અને થિયેટરોનો સમાવેશ થાય છે.


વ્યાખ્યા[ફેરફાર કરો]

1941માં હુંઝીકર અને ક્રામ્ફે પર્યટનની વ્યાખ્યા આપી હતી કે જે મુજબ " કેટલાક લોકો નવા પ્રવાસ કરીને સંબંધો બનાવવા માંગતા હોય છે અને અન્ય લોકો સાથે રહે છે પરંતુ તેઓ ત્યાં સ્થાઈ ધોરણે રહેવા માંગતા નથી કે ત્યાં તેઓ કોઈ નાણાકીય પ્રવૃતિ પણ કરતા નથી."[૪] 1976માં, ટુરીઝમ સોસાયટી ઓફ ઈંગ્લેન્ડે વ્યાખ્યા આપી હતી કે "પર્યટન હંગામી છે, લોકો જ્યાં સામાન્ય પણે રહે છે તેનાથી થોડા સમય માટે દુર જાય છે જ્યાં તેઓ ચોક્કસ પ્રવૃતિ કરવા માંગતા હોય છે. આમા દરેક હેતુ માટેની હલચલનો સમાવેશ થાય છે."(સંદર્ભ આપો) 1981માં ઈન્ટરનેશનલ એસોસિયેશન ઓફ સાઈન્ટીફીક એક્સપર્ટે પર્યટનને એક ચોક્કસ પ્રવૃતિઓ ગણાવી છે જે નિવાસ્થાન બહાર કરાય છે.[૫]

સંયુક્ત રાષ્ટ્રસંઘએ 1994માં પર્યટનના ખ્યાલને "રેકોમેન્ડેશન ઓન ટુરીઝમ સ્ટેટસ્ટીક, ડોમેસ્ટીક ટુરીઝમ"માં અલગ તારવ્યો હતો. જે મુજબ જેમાં દેશમાં રહેતા લોકો દેશના જ એક સ્થળની, કે પછી વિદેશમાંથી આવતા પ્રવાસીઓ દેશના કોઈ સ્થળની કે દેશના પ્રવાસીઓ અન્ય દેશની મુલાકાત લે તેને આવરી લેવામાં આવી છે.(સંદર્ભ આપો) આ ઉપરાંત યુએને(UN) પર્યટનની ત્રણ શ્રેણીઓ પણ અલગ કરી છે. જેમ કે આંતરીક પર્યટન, જેમાં સ્થાનિક પર્યટનનો સમાવેશ થાય છે, રાષ્ટ્રીય પર્યટનમાં સ્થાનિક પર્યટન અને વિદેશ જતા પર્યટનનો અને આંતરરાષ્ટ્રીય પર્યટનમાં વિદેશમાંથી આવતા પ્રવાસીઓ અને જતા પ્રવાસીઓનો સમાવેશ કરાય છે. આંતરીક પર્યટન કોરીયા ટુરીઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા શબ્દ ઉપયોગ કરવામાં આવ્યો હતો અને કોરિયામાં તે સર્વસ્વીકૃત છે. (સંદર્ભ આપો)આંતરીક પર્યટન સ્થાનિક પર્યટનથી અલગ છે આ પર્યટનમાં નીતિવિષયક અને રાષ્ટ્રીય પર્યટન નીતિઓનો સમાવેશ કરાય છે. (સંદર્ભ આપો)

તાજેતરમાં જ પર્યટન ઉદ્યોગ ઈનબાઉન્ડ પર્યટનને બદલે આંતરીક પર્યટનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે કારણ કે ઘણા દેશો ઈનબાઉન્ડ પ્રવાસીઓ સાથે તીવ્ર સ્પર્ધા કરી રહ્યા છે. (સંદર્ભ આપો) કેટલાક નીતિઘડવૈયાઓએ સ્થાનિક અર્થતંત્રને મદદ કરવા માટે આંતરીક પર્યટનને વિકાસવવાની શરૂઆત કરી છે.આવા અભિયાનના કેટલાક ઉદાહરણો "અમેરિકા જુઓ" યુનાઈટેડ સ્ટેટમાં; "ટ્રુલી એશિયા" મલેશિયામાં; "ગેટ ગોઈંગ કેનેડા" કેનેડામાં "પેરૂ. લીવ ધ લિજેન્ડ" પેરૂમાં; "વાવ ફિલિપાઈન્સ" ફિલિપાઈન્સમાં; "યુનિક્લિ સિંગાપોર" સિંગાપોરમાં; "100% પ્યોર ન્યૂઝીલેન્ડ" ન્યૂઝીલેન્ડમાં; "અમેઝીંગ થાઈલેન્ડ" થાઈલેન્ડમાં; "ઈન્ક્રીટીબલ ઈન્ડિયા" ભારતમાં; અને "ધ હિડન ચાર્મ" વિયેટનામમાં વપરાય છે..(સંદર્ભ આપો)


વૈશ્વિક પર્યટનના આંકડાઓ અને રેન્કિંગ[ફેરફાર કરો]

સૌથી વધુ મુલાકાત લેવાતા દેશો[ફેરફાર કરો]

વિશ્વ પર્યટન સંગઠન(World Tourism Organization) રીપોર્ટ મુજબ 2007માં નીચે આપવામાં આવેલા 10 દેશોની આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.2006ની સરખામણી કરીએ તો, યુક્રેનએ ટોચના દેશોમાં સ્થાન મેળવ્ચુ છે, જેણે રશિયા, ઓસ્ટ્રિયા અને મેક્સિકોથી પણ આગળ સ્થાન મેળવ્યું છે. . આ ટોચના 10 દેશોમાં મોટાભાગના દેશોયુરોપિયન ખંડના છે.


દેશ યુએનડબલ્યુટીઓ(UNWTO)
પ્રાંતિય
માર્કેટ
આંતરરાષ્ટ્રીય
પ્રવાસીઓ
નું આગમાન
(2007)[૨]
આંતરરાષ્ટ્રીય
પ્રવાસીઓ
નું આગમાન
(2006)[૬]
1  France યુરોપ 81.9 મિલિયન 79.1 million
2  Spain યુરોપ 59.2 મિલિયન 58.5 મિલિયન
3.  United States ઉત્તર અમેરિકા 56.0 મિલિયન 51.1 મિલિયન
4  China એશિયા 54.7 મિલિયન 49.6 મિલિયન
5  Italy યુરોપ 43.7 મિલિયન 41.1 મિલિયન
6.  United Kingdom યુરોપ 30.7 મિલિયન 30.7 મિલિયન
7  Germany યુરોપ 24.4 મિલિયન 23.6 મિલિયન
8%  Ukraine યુરોપ 23.1 મિલિયન 18.9 મિલિયન
9%  Turkey યુરોપ 22.2 મિલિયન 18.9 મિલિયન
10  Mexico ઉત્તર અમેરિકા 21.4 મિલિયન 21.4 મિલિયન


આંતરરાષ્ટ્રીય પર્યટન ખર્ચ[ફેરફાર કરો]

આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ 2007માં 96.7 બિલિયન અમેરિકન ડોલરનો ખર્ચ કર્યો હતો જે 2006માં 85.7 બિલિયન અમેરિકન ડોલરહતો. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના પ્રવાસની નિકાસ કિંમત ગણવામાં આવે તો 2007 તે રેકોર્ડ લેવલે એટલે કે 1.02 ટ્રિલિયન અથવા દિવસના 3 બિલિયનઅમેરિકન ડોલરડોલર બરાબર થાય છે.[૨]વિશ્વ પ્રવાસન સંગઠનના રીપોર્ટ મુજબ નીચે આપેલા દેશો પ્રવાસન ઉદ્યોગમાંથી 2007માં સૌથી વધુ કમાણી કરી હતી. અહીં નોંધપાત્ર છે કે તેમાના મોટાભાગના દેશો યુરોપીયન ખંડના દેશો છે પરંતુ અમેરિકાએ સતત ટોચનું સ્થાન મેળવી રાખ્યું છે.


દેશ યુએનડબલ્યુટીઓ(UNWTO)
પ્રાંતિય
માર્કેટ
આંતરરાષ્ટ્રીય
પ્રવાસન
આવક
2007
આંતરરાષ્ટ્રીય
પ્રવાસન
આવક
2006[૬]
1  United States ઉત્તર અમેરિકા $96.7 બિલિયન $85.7 બિલિયન
2  Spain યુરોપ $57.8 બિલિયન $51.1 બિલિયન
3.  France યુરોપ $54.2 બિલિયન $46.3 બિલિયન
4  Italy યુરોપ $42.7 બિલિયન $38.1 બિલિયન
5  China એશિયા $41.9 બિલિયન $33,9 બિલિયન
6.  United Kingdom યુરોપ $37.6 બિલિયન $33.7 બિલિયન
7  Germany યુરોપ $36.0 બિલિયન $32.8 બિલિયન
8%  Australia ઓશેનિયા $22.2 બિલિયન $17.8 બિલિયન
9%  Austria યુરોપ $18.9 બિલિયન $16.6 બિલિયન
10  Turkey યુરોપ $18.5 બિલિયન $16.9 બિલિયન


આંતરરાષ્ટ્રીય પ્રવાસન ક્ષેત્રે સૌથી વધુ ખર્ચ કરતા દેશો[ફેરફાર કરો]

વિશ્વ પ્રવાસન સંગઠનના રીપોર્ટ મુજબ 2007ના વર્ષ માટે પ્રવાસન પાછળ સૌથી વધુ ખર્ચ કરતા ટોચના 10 દેશોની યાદી નીચે આપવામાં આવી છે. સતત પાંચમા વર્ષે જર્મનીના પ્રવાસીઓએ પ્રવાસ માટે સૌથી વધુ ખર્ચ કર્યો છે.[૨]ડ્રેસનેર બેંક(Dresdner Bank)ના [૭] [૮]ની આગાહી મુજબ 2008માં જર્મન અને સામાન્ય રીતે યુરોપીયનો પ્રવાસનમાં સૌથી વધુ ખર્ચ કરશે. કારણ કે યુરો અમેરિકન ડોલર સામે મજબૂત થઈ રહ્યો છે તેમજ અમેરિકા સિવાયના સ્થળોની વધતી માંગને કારણે આ સ્થિતિ ઉદ્ભવશે.[૯]


દેશ યુએનડબલ્યુટીઓ(UNWTO)
પ્રાંતિય
માર્કેટ
આંતરરાષ્ટ્રીય
પ્રવાસન
ખર્ચ
2007
આંતરરાષ્ટ્રીય
પ્રવાસન
ખર્ચ
2006).[૬]
1  Germany યુરોપ $82.9 બિલિયન $73.9 બિલિયન
2  United States ઉત્તર અમેરિકા $76.2 બિલિયન $72.1 બિલિયન
3.  United Kingdom યુરોપ $72.3 બિલિયન $63.1 બિલિયન
4  France યુરોપ $36.7 બિલિયન $31.2 બિલિયન
5  China એશિયા $29.8 બિલિયન $24.3 બિલિયન
6.  Italy યુરોપ $27.3 બિલિયન $23.1 બિલિયન
7  Japan એશિયા $26.5 બિલિયન $26.9 બિલિયન
8%  Canada ઉત્તર અમેરિકા $24.8 બિલિયન $20.5 બિલિયન
9%  Russia યુરોપ $22.3 બિલિયન $18.2 બિલિયન
10  South Korea એશિયા $20.9 બિલિયન $18.9 બિલિયન


સૌથી વધુ લોકપ્રિય સ્થળો[ફેરફાર કરો]

ફોર્બ્સ ટ્રાવેલર્સ(Forbes Traveller) માં 2007માં સૌથી વધુ 50 લોકપ્રિય પ્રવાસન સ્થળોની યાદી જાહેર કરવામાં આવી હતી., જેમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ટુરીસ્ટનો સમાવેશ કરાયો હતો.[૧૦] નીચે ટોચના 10 લોકપ્રિય સ્થળોની યાદી આપવામાં આવી છે.જેમાં 50માં સ્થાન પામનાર કેટલાક સ્થળોને પણ સમાવી લેવામાં આવ્યા છે. [૧૧]અહીં નોંધનીય છે કે ટોચના પાંચ સ્થળોમાંથી ચાર સ્થળોઉત્તર અમેરિકામાં છે.


2007માં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ દ્વારા સૌથી વધુ મુલાકાત લેવાયેલા સ્થળો [૧૦]
ટોચના 10 સ્થળોનો ક્રમાંક
વિશ્વમાં
ક્રમાંક
સ્થળનું નામ સ્થળ દેશ મુલાકાતીઓ
ની સંખ્યા
(મિલિયનમાં)
1 ટાઈમ સ્કવેર ન્યૂયોર્ક શહેર  United States 35
2 નેશનલ મોલ એન્ડ મેમોરિયલ પાર્ક વોશિંગ્ટન ડી.સી.  United States 25
3. મેઝીક કિંગડમમેઝીક કિંગડમ/0} લેક બ્યુએના વિસ્ટા, ઓર્લેન્ડો  United States 16.6%
4 ટ્રાફાલ્ગર સ્કવેર લંડન ઢાંચો:GBR 15
5 ડિઝનીલેન્ડ અલાહેઈમ, કેલિફોર્નિયા  United States 14.7
6. નાયગ્રા ફોલ્સ ઓન્ટારીયો & ન્યૂયોર્ક ઢાંચો:CAN &  United States ૧૪
7 ફિશરમેન વ્હાર્ફ & ગોલ્ડન ગેટ સેન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા  United States 13
8% ટોક્યો ડિઝનીલેન્ડ & ટોક્યો ડિઝનીસી યુરાયાસુ ઢાંચો:JPN 12.9
9% નોત્રે ડામે ડે પેરિસ પેરિસ  France 12
10 ડિઝનીલેન્ડ પેરીસ પેરીસ  France 10.6
અન્ય પ્રખ્યાત સ્થળો
11 ચીનની સૌથી મોટી દિવાલ બાડલિંગ ઢાંચો:CHN 10
15 લુવ્રે પેરીસ  France 7.5
એફિલ ટાવર પેરીસ  France 6.7
24 હોંગકોંગ ડિઝનીલેન્ડ હોંગકોંગ ઢાંચો:CHN 5.2
28 યુનિવર્સલ સ્ટુડિયો લોસ એન્જલસ  United States 4.7
31 *ગ્રાન્ડ કેન્યાન એરિઝોના  United States 4.4
36 સ્ટેચ્યુ ઓફ લીબર્ટી ન્યૂયોર્ક શહેર  United States 4.24
37 વેટીકન સીટી વેટીકન સીટી ઢાંચો:VAT 4.2
38 સીડની ઓપેરા હાઉસ સિડની  Australia 4
39 ધ કોલોસિયમ રોમ ઢાંચો:ITA 4
42 એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ ન્યૂયોર્ક શહેર  United States 4
44% લંડન આઈ લંડન ઢાંચો:UK 3.5
47 ગીઝાના પિરામીડ કૈરો ઢાંચો:EGY 3.
૫૦. તાજ મહેલ આગ્રા  India 2.4


સૌથી વધુ લોકપ્રિય શહેરો[ફેરફાર કરો]

યુરોમોનિટરદ્વારા 2007માં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ દ્વારા મુલાકાત લેવાયેલા ટોચના 150 શહેરોની યાદી જાહેર કરવામાં આવી હતી.[૧૨] યુરોમોનિટર મુજબના ટોચના 15 શહેરોની યાદી નીચે મુજબ આપવામાં આવી છે.


2007માં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ દ્વારા સૌથી વધુ મુલાકાત લેવાયેલા શહેરો[૧૨]
ટોચના 15 શહેરો
ક્રમાંક શહેર દેશ આંતરરાષ્ટ્રીય
પ્રવાસીઓની સંખ્યા
(મિલિયન)
ક્રમાંક શહેર દેશ આંતરરાષ્ટ્રીય
પ્રવાસીઓની સંખ્યા
(મિલિયન)
ક્રમાંક શહેર દેશ આંતરરાષ્ટ્રીય
પ્રવાસીઓની સંખ્યા
(મિલિયન)
1 લંડન ઢાંચો:UK 15.34 6. ન્યૂયોર્ક શહેર  United States 7.65 11 બાર્સેલોના ઢાંચો:ESP 5.04
2 હોંગકોંગ ઢાંચો:HKG 12.05 7 ટોરન્ટો ઢાંચો:CAN 6.63 12 સેઉલ ઢાંચો:KOR 4.99
3. બેંગકોક ઢાંચો:THA 10.84 8 દુબઈ ઢાંચો:UAE 6.54 13 શાંઘાઈ ઢાંચો:CHN 4.80
4 સિંગાપોર ઢાંચો:SIN 10.28 9 ઈસ્તંબુલ  Turkey 6.45 ૧૪ ડબ્લિન ઢાંચો:IRL 4.63
5 પેરીસ  France 8.76 10 રોમ ઢાંચો:ITA 6.12 15 કુઆલાલુમ્પુર ઢાંચો:MYS 4.40


જો કે, અન્ય એક રીપોર્ટ મુજબ પેરીસ વિશ્વનું સૌથી લોકપ્રિય સ્થળ છે દર વર્ષે આશરે 30 મિલિયન લોકો તેની મુલાકાત લે છે.[૧૩][૧૪][૧૫][૧૬][૧૭]


ઇતિહાસ[ફેરફાર કરો]

કિંકાકુ-જી, જાપાનમાં આવેલા ક્યોટોમાં ગોલ્ડન પેવેલિયન મંદીર
દુબઈ, યુએઈ(UAE)
ધ મટેરહોર્ન, સ્વીસ આલ્પ્સની જોડે ઝેરમેટ નજીક
વિશ્વની સૌપ્રથમ આરોગ્ય પર્યટનનું સ્થળ, રોમના બાથ ખાતે ધ ગ્રેટ બાથ

ધનવાન લોકો હંમેશા વિશ્વના વિવિધ ભાગોમાં મહાન સ્થાપત્યો, કલા નવી ભાષા શીખવા, નવી સંસ્કૃતિનો અનુભવ કરવા અને વિવિધ પ્રકારના પકવાનખાવા માટે ફરતા રહે છે. રોમન રિપબ્લીકના સમયમાં, બાઈજેવા સ્થળોએ ધનવાનો માટે દરિયાકાંઠાના રીસોર્ટ હતા.પર્યટન શબ્દ 1811માં ઉપયોગ થયો હતો અને પ્રવાસી શબ્દ 1840માં વપરાયો હતો.[૧૮] 1936માં, રાષ્ટ્રસંઘ(League of Nations) દ્વારા વિદેશી પ્રવાસી ની વ્યાખ્યા બાંધવામાં આવી જે મુજબ "કોઈ વ્યકિત 24 કલાક માટે વિદેશ પ્રવાસ કરે તો વિદેશી પ્રવાસી કહેવાય છે". સંયુક્ત રાષ્ટ્રસંઘદ્વારા 1945માં આ વ્યાખ્યામાં સુધારો કરવામાં આવ્યો જેમાં પ્રવાસીના મુકામને છ મહિના સુધીનો કરી દેવામાં આવ્યો હતો.[૧૯]


ફુરસદના સમયનો પ્રવાસ[ફેરફાર કરો]

ઔધોગિક ક્રાંતિ સાથે ફુરસદના સમયનો પ્રવાસ જોડાયેલો છે. યુનાઈટેડ કિંગડમ–એ એવો પ્રથમ યુરોપિયન દેશ હતો જે ઔધોગિક વસ્તી વધારવા માટે ફુરસદના સમયના પ્રવાસને પ્રોત્સાહન આપતો હતો.(સંદર્ભ આપો) શરૂઆતમાં આ ફેક્ટરી માલિકો અન્ય સંચાલક સભ્યો, વેપારીઓને આનો લાભ મળતો હતો. જેમાં નવા મધ્યમ વર્ગનો સમાવેશ થતો હતો. 1758માં કોક્ષ એન્ડ કિંગનામની પ્રથમ ટ્રાવેલ કંપનીની રચના કરવામાં આવી.[૨૦]

બ્રિટનમાં ઉત્પન્ન થયેલા આ ઉદ્યોગને કારણે તેનું પ્રતિબિંબ ઘણા સ્થળોના નામ પર જોવા મળે છે. ફ્રાન્સના નિસેએ ફ્રેન્ચ રિવેરાનું સૌથી પહેલું અને વ્યવસ્થિત હોલીડે રીસોર્ટ હતું.,આ દિવસોમાં સપાટ મેદાન અને દરિયાકાંઠો ધરાવતા આ શહેરનેપ્રોમાન્ડે ડેસ એન્જલેસ ના નામે ઓળખવામાં આવે છે.ખંડીય યુરોપમા ઘણા જાણીતા ઐતિહાસિક રીસોર્ટ હતા, જેમાં હોટલ બ્રિસ્ટોલ , હોટલ કાર્લ્ટન અને હોટલ મેજેસ્ટીક – છે આ હોટલના નામ પર અંગ્રેજીપ્રવાસીઓનો સ્પષ્ટ પ્રભાવ જોવા મળે છે.

ઘણા પ્રવાસીઓ શિયાળા અને ઉનાળામાં પ્રવાસ કરતા હોય છે.જે સ્થળોની પ્રવાસીઓ વારંવાર મુલાકાત લે છે તેમાં ક્યુબા, ડોમેનિકન રીપબ્લિકન, થાઈલેન્ડ, ઓસ્ટ્રેલિયામાં નોર્થ ક્વીન્સલેન્ડ{/3, અને {6}અમેરિકામાં ફ્લોરિડાનો સમાવેશ થાય છે.


શિયાળામાં પર્યટન[ફેરફાર કરો]

વિવિધ યુરોપીયન દેશોમાં મોટા સ્કી રીસોર્ટ આવેલા છે. (જેમ કે ઓસ્ટ્રીયા, ચેક રિપબ્લિક, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, નોર્વે, પોલેન્ડ, સ્લોવાકિયા, સ્પેન, સ્વીઝ્લેન્ડ), કેનેડા, યુનાઈટેડ સ્ટેટ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, જાપાન, કોરિયા ચીલી અને આર્જેન્ટીનાનો સમાવેશ થાય છે.


સમુહ પર્યટન[ફેરફાર કરો]

ટેકનોલોજીમાં થયેલા સુધારાને કારણે મોટાપ્રમાણમાં પર્યટનનું આયોજન શક્ય બન્યું છે. ટેકનોલોજીને કારણે પ્રવાસના હેતુ માટે ઓછા સમયમાં વધઉ લોકોનું પરિવહન શક્ય બન્યું છે, જેથી મોટાપ્રમાણમાં લોકોએ ફુરસદના સમયમાં પ્રવાસનું આયોજન કરવાનું શરૂ કર્યું અને મજા માણવાની શરૂઆત કરી.

યુનાઈટેડ સ્ટેટમાં, યુરોપીયન પ્રકારનું સૌપ્રથમ દરિયાકિનારે રીસોર્ટએટલાન્ટીક સીટી, ન્યૂ જર્સી અને લોંગ આયલેન્ડ, ન્યૂયોર્કમાં બન્યા.

જ્યારે ખંડીય યુરોપમાં પહેલાના રીસોર્ટમાં બ્રુસેલ્સના લોકો દ્વારા પ્રખ્યાત કરવામાં આવેલા ઓસ્ટેન્ડ, બાઉલોન્ગ-સુર-મેર (પાસ-ડે-કલાઈસ)અને દૌવવિલેહતા. જ્યારે પેરીસવાસીઓએ બાલ્ટીક દરિયા નજીક (કાલવાદોસ)અને હૈઈલિંગમની 1797માં રીસોર્ટ બનાવવામાં આવ્યા હતા.


વિશેષણયુક્ત પર્યટન[ફેરફાર કરો]

વિશેષણયુક્ત પ્રવાસનમાં વિવિધ અલગ અલગ પ્રકારની પ્રવૃતિઓ કરવામાં આવે છે.છેલ્લા થોડા વર્ષોથી પ્રવાસનો આ પ્રકાર ઉભર્યો છે. દરેક પ્રવાસનો કંઈક અલગ હેતું હોય છે. આમાના ઘણાનો પ્રવાસન ઉદ્યોગ અને શિક્ષણવિદ્દો પ્રવાસના સામાન્ય અર્થમાં જ ઉપયોગ કરે છે. (સંદર્ભ આપો) જ્યારે અન્ય પ્રકારો ઉભરી રહ્યા છે જેમાંથી કેટલાક પ્રખ્યાત થયા છે તો કેટલાક પ્રખ્યાત થયા નથી. નીચે આવા જ કેટલાક અલગ પ્રકારના પ્રવાસનની યાદી આપવામાં આવી છે.

 1. કલિનરિ(રાંધવાનું) ટુરીઝમ
 2. ડાર્ક ટુરીઝમ
 3. ડીઝાસ્ટર ટુરીઝમ
 4. ઈકો ટુરીઝમ
 5. હેરિટેજ(સંસ્કૃતિક) ટુરીઝમ
 6. એલજીબીટી(LGBT) ટુરીઝમ
 7. મેડિકલ(તબીબી) ટુરીઝમ
 8. નૌટિકલ ટુરીઝમ
 9. સેક્સ ટુરીઝમ
 10. સ્પેશ(અંતરીક્ષ) ટુરીઝમ
 11. વોર(યુદ્ધ) ટુરીઝમ


તાજેતરના વિકાસ[ફેરફાર કરો]

રશિયાના મોસ્કોમાં રેડ સ્કવેર
આર્જેન્ટીના અને બ્રાઝીલની સરહદ પર ઈગાઝુ ધોધ
ગાલાપાગોસ આઈલેન્ડ, ઈક્વાડોર
સેઉલ, એશિયાનું સૌથી વધુ મુલાકાત લેવાતા શહેરોમાંનું એક
પ્રાગ, યુરોપના સૌથી વધુ મુલાકાત લેવાતા શહેરોમાનું એક
બ્યુનો આરીસ, દક્ષિણ અમેરિકાના શહેરોમાંથી સૌથી વધુ મુલાકાત લેવાતા શહેરોમાંથી એક

હવે પ્રવાસન ઉદ્યોગ છેલ્લા દાયકામાં ઝડપી વિકસી રહ્યો છે તેનો ભદ્ર વર્ગના લોકો વારંવાર ઉપયોગ કરે છે.ખાસ કરીને યુરોપમાં થોડા સમય માટે આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરવો સામાન્ય ગણાય છે. (સંદર્ભ આપો) આ પ્રકારના પ્રવાસીઓ પાસે વિશાળ માત્રામાં પૈસા હોય છે તેમજ સમય પણ હોય છે. આ ઉપરાંત તેઓ ઉચ્ચ શિક્ષિત હોય છે જેથી તેઓની પસંદગી પણ અલગ પ્રકારની હોય છે. (સંદર્ભ આપો)હવે લોકો ઉચ્ચ ગુણવત્તા ધરાવતી વસ્તુઓની માંગ કરી રહ્યા છે, જેથી આ માર્કેટમાં વિવિધ વિભાગો પડી ગયા છે. હવે લોકો વધુ સુવિધા ધરાવતી હોટલોને માંગ કરી રહ્યા છે જેમ કે કલબ 18-30,શાંત રીસોર્ટ, પરિવાર સાથે ગાળી શકાય તેવી રજાઓ અને અલગ પ્રકારની સુવિધાઓ ધરાવતી ડેસ્ટીનેશન હોટલનો સમાવેશ થાય છે.

ટેકનોલોજી અને પરિવહનમાં થયેલા વિકાસ જેમ કે જમ્બો જેટ, ઓછા ભાડાની એરલાઈન્સ અને ઝડપથી પહોંચી શકાય તેવા એરપોર્ટને કારણે અલગ અલગ પ્રકારના પર્યટન હવે લોકોને પોષાઈ શકે છે. હવે લોકોની જીવનપદ્ધતિમાં પણ ફેરફાર આવ્યો છે જેમ કે નિવૃત લોકો હવે વધુ પર્યટન કરતા થયા છે. ઈન્ટરનેટ સેલ્સઅને ટુરીઝમની પ્રોડક્ટને કારણે આ શક્ય બન્યું છે. કેટલાક સ્થળો હવે આકર્ષક પેકેજીંગની ઓફર કરી રહ્યા છે, જેમાં ગ્રાહક દ્વારા કરવામાં આવેલી વિશેષ વિનંતીને પણ ધ્યાનમાં રાખીને પેકેજ બનાવાય છે.

પર્યટનમાં પણ ઘણી જગ્યાએ મુશ્કેલીઓ આવી છે જેમ કે સપ્ટેમ્બર 11ના હુમલા અને પ્રવાસન સ્થળોને ટાર્ગેટ બનાવતા આતંકવાદીઓ જેમ કે બાલી અને સંખ્યાબંધ યુરોપીયન શહેરો.26 ડિસેમ્બર, 2004ના રોજ 2004ના ભારતીય મહાસાગરના ભૂકંપને કારણે સુનામી ત્રાટક્યું હતું જેને કારણે ભારતીય મહાસાગરના દેશોમાં જેમાં માલદિવનો પણ સમાવેશ થાય છે તેમાં ભારે જાનહાની નોંધાઈ હતી. આ સંકટમાં હજારો પ્રવાસીઓ માર્યા ગયા હતા.આ બાદ મોટાપાયે સાફસફાઈ અભિયાન શરૃ કરવામાં આવ્યું હતું.જેને કારણે આ વિસ્તારોમાં પર્યટન થોડા સમય માટે બંધ થઈ ગયું હતું.

પર્યટન અને પ્રવાસ ને ઘણી વખત એકબીજાના બદલે વાપરવામાં આવે છે. આ સંદર્ભમાં પ્રવાસની વ્યાખ્યા પર્યટન જેવી જે પરંતુ પ્રવાસ એ ચોક્કસ હેતું માટે કરાતો પ્રવાસ છે. પર્યટન અને પ્રવાસી નો ઘણી વખત એકબીજાને બદલે વાપરવામાં આવે છે.


ટકી શકે તેવું તેવું પર્યટન[ફેરફાર કરો]

"ટકી શકે તેવું પર્યટન એટલે કે એક એવો વિચાર જે દ્વારા આર્થિક, સામાજિક, સૌદર્યમીમાંસાની જરૂરિયાતોને સાંસ્કૃતિક એકતા, જરૂરી પર્યાવર્ણીય પ્રક્રિયા, જૈવવિજ્ઞાનની વિવિધતા અને જીવનને મદદ કરે તેવી વ્યવસ્થા દરમિયાન દુરસ્ત રાખવામાં આવે છે.." (વિશ્વ પર્યટન સંગઠન)

ટકી શકે તેવા વિકાસનો અભિપ્રેત એવો થાય છે કે " હાલની જરૃરિયાતોને ભવિષ્યની પેઢીઓની તેમની પોતાની જરૂરીયાતો સાથે કોઈ બાંધછોડ નહીં કરીને જરૂરીયાતોને પૂરી કરવી." (વર્લ્ડ કમિશન ઓન એન્વાર્યમેન્ટ એન્ડ ધ ડેવલપમેન્ટ, 1987)[૨૧]


પર્યાવરણલક્ષી પર્યટન[ફેરફાર કરો]


તબીબી પર્યટન[ફેરફાર કરો]

જ્યારે તબીબી પ્રક્રિયા માટે વિવિધ દેશો વચ્ચે કિંમતોમાં ભારે અસમાનતા છે તેમાં પણ ખાસ કરીને દક્ષિણપુર્વ એશિયા, ભારત, પુર્વીય યુરોપ અને જ્યાં તબીબી પ્રક્રિયા માટે અલગ નિયમન સંસ્થાઓ છે. (જેમ કે ડેન્ટીસ્ટ્રી(દંતવૈધ)), તબીબી સારવારમાં કિંમતના ભેદનો લાભ લેવા માટે કરાતા પ્રવાસને ઘણી વખત "તબીબી પર્યટન" કહેવામાં આવે છે.


શૈક્ષણિક પર્યટન[ફેરફાર કરો]

વર્ગખંડોની બહાર ભણવાની વધી રહેલી માંગને કારણે શૈક્ષણિક પર્યટનનો ખ્યાલ વિકસ્યો છે. (સંદર્ભ આપો)શૈક્ષણિક પર્યટનમાં મુખ્ય હેતુ ફુરસદના સમયની પ્રવૃતિઓ અને બીજા દેશોની મુલાકાત લઈને તેમની સંસ્કૃતિનો અભ્યાસ કરવાનો છે. આ માટે સ્ટુડન્ટ એક્સચેન્જ પોગ્રામ અને અભ્યાસ પ્રવાસ યોજવામાં આવે છે. આ ઉપરાંત ઈન્ટરનેશનલ પ્રાકટીકમ ટ્રેનિંગ પોગ્રામ હેઠળ વર્ગખંડ બહાર અલગ પ્રકારના વાતાવરણમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે.


અન્ય વિકાસ[ફેરફાર કરો]

==== સર્જનાત્મક પર્યટન

====

સર્જનાત્મક પર્યટન સાંસ્કૃતિક પર્યટનની સાથે પર્યટનનો વિકાસ થયો ત્યારથી અસ્તિત્વ ધરાવે છે. યુરોપીયન દેશોમાં ગ્રાન્ડ ટૂરયોજાતી હતી. જેમાં ભદ્ર વર્ગ મોટાભાગે પારસ્પારિક અને શૈક્ષણિક અનુભવ માટે ભાગ લેતો હતો હમણાંની જ વાત કરીએ તો ક્રિસ્પિન રેમન્ડ(Crispin Raymond) અને ગ્રેગ રીચાર્ડસ (Greg Richards)(સંદર્ભ આપો) દ્વારા સર્જનાત્મક પર્યટનનું નામ આપવામાં આવ્યું છે. આ બન્ને વ્યકિતઓ એસોસિયેશન ફોર ટુરીઝમ એન્ડ લેઝર એજ્યુકેશન(ATLAS)ના સભ્યો છે., જેમણે યુરોપીયન કમિશનમાટે ઘણા બધા પ્રોજેક્ટ કર્યા છે જેમાં ટકી શકે તેવું પર્યટનગણાતા સાંસ્કુતિક અને ક્રાફ્ટ પર્યટન યોજ્યા છે. તેમણે "સર્જનાત્મક પર્યટન"ની વ્યાખ્યા આપી છે કે પર્યટનના આ પ્રકારમાં પ્રવાસી યજમાન સમુદાયની સંસ્કૃતિનું જ્ઞાન વર્કશોપ અને જાત અનુભવ દ્વારા મેળવે છે. (સંદર્ભ આપો)

દરમિયાન,સર્જનાત્મક પર્યટનના ખ્યાલને યુનેસ્કો(UNESCO)જેવી સંસ્થાએ ક્રિએટીવ સીટીઝ નેટવર્કદ્વારા આવકાર્યો છે.જે દ્વાર સર્જનાત્મક પર્યટનને વિશ્વાસપાત્રઅનુભવ કરાવે છે આ દ્વારા સ્થળને સમજવા અને તેની સંસ્કૃતિને ઓળખવામાં પ્રવાસીને સરળતા રહે છે.(સંદર્ભ આપો)

તાજેતરમાં જ, સર્જનાત્મક પર્યટનને સાંસ્કૃતિક પર્યટનના સ્વરૂપમાં ખાસી લોકપ્રિયતા મળી છે. આ દરમિયાન પ્રવાસીઓ યજમાન દેશની સંસ્કૃતિને સમજવામાં સક્રિયપણે વિવિધ પોગ્રામોમાં ભાગ લે છે. ઘણા બધા દેશો આ પ્રકારનો પર્યટન વિકાસ પ્રવાસીઓને ઓફર કરે છે જેમાં યુનાઈટેડ કિંગડમ, ધ બહામાસ, જમૈકા, સ્પેન, ઈટાલી અને ન્યૂઝીલેન્ડનો સમાવેશ થાય છે.


ડાર્ક ટુરીઝમ[ફેરફાર કરો]

આ પ્રકારના પર્યટનને લેનન અને ફોલે (Lennon, Foley) (2000)(સંદર્ભ આપો)દ્વારા અલગ તારવવામાં આવ્યું હતું અને તેને "ડાર્ક" ટુરીઝમ કહેવામાં આવ્યું હતું. આ પ્રકારના પર્યટનમાં "ડાર્ક(ગૂઢ)" સ્થળો જેમ કે યુદ્ધભૂમિઓ, ભયાનક ગુનાઓના સ્થળો જેમ કે નરસંહાર,ઉદાહરણ તરીકે કોન્સેન્ટ્રેશન કેમ્પ. આ પર્યટનમાં ઘણા નૈતિક અને સૈધ્ધાંતિક દ્વીધાઓ છે જેમ કે આવા સ્થળોને પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવા જોઈએ અને જો મુકવા જોઈએ તો તેને કેવા પ્રકારની પ્રસિદ્ધી આપવી જોઈએ. ડાર્ક ટુરીઝમ પસંદગીનું નાનું માર્કેટ છે જે માટે કેટલાક પ્રસંગો જેવા કે શોક, યાદો, કે સ્થળ જોવાની જિજ્ઞાસા અને ઘણા વખતે મનોરંજનનો પણ હેતું હોય છે. આ પ્રકારના ટુરીઝમની શરૂઆત મધ્યકાળમાં મેળાઓના મેદાનમાં થઈ હતી. [૨૨]


વિકાસ[ફેરફાર કરો]

ચિત્ર:2005xtoursim receipts.PNG
2005માં આંતરરાષ્ટ્રીય પર્યટનની આવક
તુર્કીના ઈસ્તંબુલમાં આવેલું ધ હાગિયા સોફિયા[113] મુળભૂત રીતે ચર્ચ પરંતુ બાદમાં તેને મસ્જીદ બનાવી દેવામાં આવી અને હવે તે એક મ્યુઝીયમ છે.

વિશ્વ પર્યટન સંગઠન (UNWTO)ની આગાહી મુજબ પર્યટન ઉદ્યોગ વાર્ષિક સરેરાશ 4 %ના દરે [૨૩]2020 સુધી વિકાસ પામતો જશે. યુરોપ સૌથી લોકપ્રિય સ્થળ રહશે પરંત તેનો હિસ્સો 1995ના 60% થી ઘટીને 46% થઈ જશે. લાંબા અંતરની મુસાફરીઓ આંતરપ્રાંતિય મુસાફરીઓથી થોડા વધુ દરે વિકાસ પામશે અને 2020 સુધીમાં તેનો હિસ્સો 1995ના 18% થી વધીને 24% થશે. (સંદર્ભ આપો)ઈ કોમર્સની મદદને કારણે ઈન્ટરનેટ પર પર્યટનને લગતીનું ખરીદ વેચાણ પુષ્કળ થાય છે. (સંદર્ભ આપો)પર્યટનની વસ્તુઓ અને સેવાઓ મધ્યસ્થીઓ અને પર્યટન પુરી પાડતી (હોટલ, એરલાઈન્સ વગેરે) તેમની સેવાઓ સીધી જ ઓફર કરે છે. આને કારણે મધ્યસ્થીઓ પર ઈન્ટરનેટ અને પરંપરાગત દુકાનો દ્વારા દબાણ આવે છે.

એવું માનવામાં આવે છે કે માથાદીઢ પર્યટન ખર્ચ અને વૈશ્વિક સંદર્ભમાં કયો દેશ મહત્વનો ભાગ ભજવે છે તેની વચ્ચે મજબૂત સંબંધ છે. [૨૪] પર્યટન ઉદ્યોગને આર્થિક લાભની સાથે સાથે આ વાત એ પણ દર્શાવે છે કે જે તે દેશ પોતાના અર્થતંત્રને મજબૂત કરવા માટે પોતાના સ્ત્રોતનો કેવી રીતે ઉપયોગ કરે છે.જેથી કરીને પર્યટન ઉદ્યોગના વિકાસની વાત કરીએ ત્યારે તે ભવિષ્યમાં તે દેશની પ્રગતિ સાથે સાંકળીને જોવામાં આવે છે.

આશા રાખવામાં આવે છે કે 21મી સદીના પ્રથમ 25 વર્ષોમાં અંતરિક્ષ પર્યટનનો ખ્યાલ વિકસશે.પરંતુ કેટલીક ટેકનોલોજીની જેવી કે સ્પેશ એલિવેટર પુર્ણપણે વિકશસે નહીં ત્યાં સુધી પ્રવાસીઓની સંખ્યા ઘણા મર્યાદિત રહેશે. જો આ ટેકનોલોજી વિકસે તો આવા પ્રવાસ સસ્તા થઈ શકે છે. (સંદર્ભ આપો)

ટેકનોલોજીમાં વિકાસ એર-શીપ હોટલને શક્ય બનાવશે જે સુર્યઉર્જાથી સંચાલિત એરપ્લેન અથવા મોટા ડિરિગ્રિડેબલ્સ.(સંદર્ભ આપો)પાણીની અંદર હોટલ જેવી કે હાઈડ્રોપોલીસ,દુબઈમાં 2009માં તૈયાર થશે.આવા પ્રસંગે પ્રવાસીઓનું સ્વાગત મોટી ક્રુઝ શીપ અને કદાચ તરતા શહેરોકરશે.(સંદર્ભ આપો)


તાજેતરના વલણો[ફેરફાર કરો]

2008ની નાણાકીય કટોકટીના પરિણામે, જુન 2008થી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યામાં મોટી માત્રામાં ઘટાડો આવ્યો છે. 2007 થી 2008માં 2008ના પ્રથમ આઠ મહિનામાં વિકાસદર માત્ર 3.7 % નોંધાયો હતો.એશિયા અને પેસિફિક માર્કેટને ખાસી અસર થઈ છે જ્યારે યુરોપમાં ઉનાળા દરમિયાન પ્રવાસના કાર્યક્રમો નિષ્ક્રિય થયા છે, જ્યારે અમેરિકામાં સ્થિતિ સારી છે. તેનો વિકાસ દર ઘટ્યો છે પરંતુ 2008ના જાન્યુઆરી થી ઓગસ્ટ મહિના દરમિયાન આ દર 6 ટકા જેટલો નોંધાયો છે. માત્ર મધ્ય પુર્વમાં આજ ગાળા દરમિયાન ઉંચો વિકાસ દર નોંધાયો છે, 2007ની સરખામણીમાં આ દર 17 ટકા જેટલો નોંધાયો છે. [૩] આંતરરાષ્ટ્રીય પર્યટનમાં આવેલા ઘટાડાની અસર વાયુ પરિવહન ઉદ્યોગ પર પણ નકારાત્મક અસર કરી છે. આ ઉદ્યોગમાં 2008ના સપ્ટેમ્બર મહિનામાં નકારાત્મક વિકાસ નોંધાયો હતો અને પ્રવાસીઓના ટ્રાફિકમાં સપ્ટેમ્બર મહિનામાં વિકાસદર 3.3 ટકા નોંધાયો છે. તો હોટલ ઉદ્યોગને પણ અસર થઈ છે અને હોટલના રૂમો ખાલી રહેવાનું ચલણ ચાલુ રહ્યું હતું.[૩]સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન વૈશ્વિક નાણાકીય કટોકટીવધુ ખરાબ થતા બાકીના 2008ના વર્ષ માટે પણ આંતરરાષ્ટ્રીય પર્યટનનો વિકાસ ધીમો પડશે તેવી ધારણા રખાય છે. આ ઉપરાંત 2009માં મંદી પ્રવેશી જતા પર્યટન પાછળ સૌથી વધુ ખર્ચ કરતા દેશોને અસર થઈ છે તેમજ લાંબા અંતરના પ્રવાસને પણ આર્થિક સમસ્યાની સૌથી વધુ અસર થવાની શક્યતા થાય છે.[૩]જો કે, ખરાબ આર્થિક સમયમાં પણ કેટલાક સ્થળોમાં પર્યટનનો વિકાસ થયો છે. ઓછા ખર્ચાળ સ્થળો તેમજ જલ્દીથી પહોંચી શકાય તેવા સ્થળો તેમજ સરળ ઈમિગ્રેશન કાયદાને કારણે પ્રવાસીઓ આવા દેશમાં વધુ સમય રોકાતા થયા છે. મેટ લેન્ડાઉ(Matt Landau)દ્વારા મંદીના સમયનું પર્યટન એવો શબ્દ ઉપયોગ તેમના પનામાના સંશોધન દરમિયાન કર્યો છે.આ દેશમાં મંદીનો ભોગ બનેલા લોકો કાયદાની જાળમાંથી છટકવા માટે 2009 દરમિયાન આવે છે.(સંદર્ભ આપો)


નકારાત્મક અસર[ફેરફાર કરો]

પર્યટન શહેરના દરેક પાસાને સ્પર્શે છે.

આ એક વૈશ્વિક વાત છે જેને કારણે દરિયાકિનારા, પ્રસિદ્ધ સ્થળો, પવિત્ર જગ્યાઓ અને રીસોર્ટને ગંભીર ખતરો છે. વધુ પડતા પ્રવાસીઓને કારણે તેની નકારાત્મક અસર થાય છે જેમ કે 33 મિલિયન પ્રવાસીઓની ન્યૂયોર્ક પર અસર [૨૫]અથવા નાજુક પર્યાવરણ પર નકારાત્મક અસર [૨૬] અથવા 26 ડિસેમ્બર, 2004ની સુનામીને કારણે ખુદ પ્રવાસીઓને અસર થઈ હતી. [૨૭] પર્યાવરણ ને ઘણા પ્રકારે ક્રુઝ શીપના પ્રદુષણને કારણે અસર થાય છે જેમાં ગંદુ પાણી છોડવું,અને વિમાનનું પ્રદુષણ.


ગ્રોકેલ[ફેરફાર કરો]

ગ્રોકેલ(Grockel) શબ્દ પશ્ચિમ કાઉન્ટી ઈંગ્લેન્ડના પશ્ચિમ ભાગમાં બોલાય છે જે મોટાભાગે બહારના લોકો અને ખાસ કરીને પ્રવાસીઓમાટે વપરાય છે. આ શબ્દ પશ્ચિમિ કાઉન્ટી સિવાય ભાગ્યે જ કોઈને ખબર હોય છે જેથી પ્રવાસીઓને પણ આની ખબર હોતી નથી. ગ્રોકેલ્સને બહારના માણસો હોય છે જેમને સ્થાનિક વિસ્તાર વિશે ખબર નથી હોતી જેથી તેમનું શોષણ કરાય છે. ગ્રોકેલ શબ્દનો સતત ઉચ્ચાર અપમાનજનક છે, અને ભાગ્યે જ તેને નિંદાની સાથે ભેળવી દેવામાં આવે છે.

અમે તેને એવું કહીએ છીએ અંહી ગ્રોકેલ છે.રજા માણવા આવતા લોકો જેઓ ખરાબ હવામાનમાં ટુંકી ચડ્ડી પહેરે છે, બાબાગાડીને બકેટની સાથે ખસેડે છે અને દરિયાકાંઠે બેસવું ખતરનાક હોય છે ત્યારે તેઓ ત્યાં બેસે છે. ગ્રોકેલને મારવા તે મારો આઈડીયા છે. પહેલો વ્યકિત એક જાડો માણસ હતો જેણે ચડ્ડી પહેરી હતી અને પોતાના બાળકો માટે પોપકોન ભરીને જતો હતો. અમે તેને ઘેર્યો અને દરિયાઈ છોડ વડે માર માર્યોહતો આગામી શિકાર એક મહિલા હતી જે ત્રણ બાળકો સાથે હતી. અમે તેને એક ખાલી ગેરેજમાં ફ્લાઈંગ સ્વિંગ ટોકન લેવા માટે મોકલી અને ચાર કલાક માટે તેને અંદર તેના બાળકો સાથે પુરી દીધી હતી. ત્યાર બાદ અમે એક બીજા વ્યકિતને નવ આઈસક્રીમ સાથે એક જગ્યાએ પુરી દીધો હતો. અને ખુબ માર માર્યો હતો.

[૨૮][૨૯][૩૦]


વધુ જૂઓ[ફેરફાર કરો]


સંદર્ભો[ફેરફાર કરો]

 1. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ Lua error in વિભાગ:Citation/CS1 at line 4077: bad argument #1 to 'pairs' (table expected, got nil). સંદર્ભ ત્રુટિ: Invalid <ref> tag; name "WTO2008" defined multiple times with different content સંદર્ભ ત્રુટિ: Invalid <ref> tag; name "WTO2008" defined multiple times with different content સંદર્ભ ત્રુટિ: Invalid <ref> tag; name "WTO2008" defined multiple times with different content સંદર્ભ ત્રુટિ: Invalid <ref> tag; name "WTO2008" defined multiple times with different content
 3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ સંદર્ભ ત્રુટિ: Invalid <ref> tag; name "WTOBarometer08" defined multiple times with different content સંદર્ભ ત્રુટિ: Invalid <ref> tag; name "WTOBarometer08" defined multiple times with different content સંદર્ભ ત્રુટિ: Invalid <ref> tag; name "WTOBarometer08" defined multiple times with different content
 4. Werner Hunziker and Kurt (1942). Grundriss der allgemeinen Fremdenverkehrslehre. OCLC 69064371.  Check date values in: 1942 (help)
 5. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 6. ૬.૦ ૬.૧ ૬.૨ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 7. ટુરિસ્ટીક રીપોર્ટ
 8. જાન્યુઆરી 2008 (જર્મન)
 9. Lua error in વિભાગ:Citation/CS1 at line 4077: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 10. ૧૦.૦ ૧૦.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 11. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 12. ૧૨.૦ ૧૨.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 13. Lua error in વિભાગ:Citation/CS1 at line 3209: attempt to concatenate local 'error_message' (a nil value).
 14. "Paris Is The Most Visited City In The World". January 09-2008. 
 15. "Paris: Most visited and most expensive city in the world". January 09-2008. 
 16. "Number One Tourist Destination is Paris". January 09-2008. 
 17. ટ્રાવેલ ટુર ફ્રાન્સ
 18. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 19. Theobald, William F. (1998). Global Tourism. p. 10. ISBN 0750640227.  Check date values in: 1998 (help)
 20. ઢાંચો:Cite website
 21. સસ્ટેનેબલ ટુરીઝમ(Sustainable Tourism)
 22. ટુરીઝમ, પ્રિન્સિપલ એન્ડ પ્રેકટીશ (Tourism Principles and Practice), સી કુપર( C. Cooper), જે ફ્લેચર (J. Fletcher,) એ ફ્યાલ(A. Fyall) ડી ગિલબર્ટ( D. Gilbert) એસ વાનહિલ(S. Wanhill), પિયર્સન એજ્યુકેશન(Pearson Education) ત્રીજી આવૃતિ, (Third edition) મેડ્રીડ 2005
 23. "Long-term Prospects: Tourism 2020 Vision". World Tourism. 2004.  Check date values in: 2004 (help)
 24. "airports & tourists". Global Culture. 2007.  Check date values in: 2007 (help)
 25. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 26. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 27. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 28. http://www.urbandictionary.com/define.php?term=grockel
 29. http://www.the-phone-book.com/XHTML-1-0/VersionStory.asp?Story=7109&ID=18&offset=20
 30. http://www.theanswerbank.co.uk/Society-and-Culture/Question423700.html


બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]

Tourism વિષય પર સહયોગી વિકિપીડિયાઓમાં વધુ જાણવા માટે (આ બધી માહિતી અંગ્રેજી ભાષામાં મળશે):
Wiktionary-logo-v2.svg શબ્દકોષ
Wikibooks-logo.svg પુસ્તકો
Wikiquote-logo.svg અવતરણો
Wikisource-logo.svg વિકિસોર્સ
Commons-logo.svg દ્રશ્ય-શ્રાવ્ય મિડિયા અને ચિત્રો
Wikinews-logo.svg સમાચાર
Wikiversity-logo-en.svg અભ્યાસ સામગ્રી


ઢાંચો:Tourism