તિલકરત્ને દિલશાન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

તિલકરત્ને દિલશાન શ્રીલંકા દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે. તેનો જન્મ ઓક્ટોબર ૧૪, ૧૯૭૬ નાં દિવસે શ્રીલંકા દેશનાં કાલુતરા ખાતે થયો હતો. શ્રીલંકન ક્રિકેટ ટીમ માં આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમજ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બેટીંગમાં ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે. તિલકરત્ને દિલશાને પોતાની પ્રથમ વનડે ક્રિકેટ માં ડિસેમ્બર ૧૧, ૧૯૯૯ નાં દિવસે ઝિમ્બાવે સામે અને પ્રથમ ટેસ્ટ ક્રિકેટ માં નવેમ્બર ૧૮, ૧૯૯૯ નાં દિવસે ઝિમ્બાવે સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માં પ્રવેશ કર્યો હતો.

આ પણ જુઓ[ફેરફાર કરો]