તુલસી દાસ (બાબા જયગુરુદેવ)
તુલસી દાસ | |
---|---|
બાબા જયગુરુદેવ | |
અંગત | |
જન્મ | તુલસીદાસ ૧૮૯૭-૯૮ |
મૃત્યુ | ૧૮ મે ૨૦૧૨ |
ધર્મ | હિંદુ |
ફિલસૂફી | જય ગુરુદેવ પંથ |
કારકિર્દી માહિતી | |
ગુરુ | પંડિત ઘુરેલાલ જી શર્મા |
સાહિત્યિક સર્જન | બાબા જયગુરુદેવની ભવિષ્યવાણી |
સન્માનો | બાબા, સંત, વગેરે |
"જીવ હિંસા ન કરો, શાકાહારી બનો" |
તુલસી દાસ અથવા બાબા જયગુરુદેવ જય ગુરુદેવ પંથના પ્રવર્તક હતા. તેમનો જન્મ ઇટાવા જિલ્લાના ભરથાણામાં સ્થિત ગામ ખિતૌરા નીલ કોઠીમાં થયો હતો. તેમણે ૧૦ જુલાઈ ૧૯૫૨ના રોજ વારાણસીમાં પ્રવચન આપ્યું હતું. આ પછી તેમના અનુયાયીઓની સંખ્યામાં વધારો થયો. આ સમય દરમિયાન તુલસીદાસે પોતાનું નામ 'જય ગુરુદેવ' પસંદ કર્યું અને તેમને આ નામથી બોલાવવામાં આવ્યા.
જ્યારે દેશમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી ત્યારે તેમને ૨૯ જૂન ૧૯૭૫ના રોજ જેલમાં કેદ કરવામાં આવ્યા હતા. તેમને આગ્રા અને બરેલીની જેલોમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ તેમના અનુયાયીઓના વિશાળ જમાવડાથી બચવા માટે તેમને બેંગ્લોરની સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા અને ત્યાંથી તેમને તિહાડ જેલમાં ખસેડવામાં આવ્યા હતા.[૧]
બાબા જયગુરુદેવનું ૧૧૬ વર્ષની વયે ૧૮ મે ૨૦૧૨ની રાત્રે મથુરામાં અવસાન થયું હતું. નિધન બાદ તેમની સંપત્તિ મુદ્દે બાબાના અનુયાયીઓ બે જૂથમાં વહેંચાઇ ગયા છે.[૨]
ભવિષ્યવાણીઓ
[ફેરફાર કરો]બાબા જયગુરુદેવ દ્વારા ઘણી બધી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે. તેમાંથી મોટાભાગની તેમની ભવિષ્યવાણીઓ સાચી પડી છે. તેમણે ભવિષ્યવાણીઓ માં કહ્યું છે કે ભારત માં જન્મેલા એક હિંદુ સંત પૂરા વિશ્વ ઉપર રાજ કરશે. એક ભાષા હશે એક ઝંડો હશે. તે સંત નું જ્ઞાન એટલું પ્રબળ હશે કે આખું વિશ્વ તેમના શરણોમાં હશે. બાબા જયગુરુદેવ વારંવાર એક હિન્દુ સંત વિશે કહેતા હતા.જેથી કરી ને લોકો તેમને પૂછવા લાગ્યા કે એ હિન્દુ સંત કોણ છે. તેમણે એક દિવસ તેમના પ્રવચનોમાં કહ્યું કે તે સંત ૨૦ વર્ષના થઈ ગયા છે. આવું તેમણે ૦૭ સપ્ટેમ્બર ૧૯૭૧ના દિવસે એક સભામાં કહ્યું હતું.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ યાદવ, અભિષેક (૦૬ જૂન ૨૦૧૬). "जानिए खुद को सुभाषचंद्र कहने वाले जय गुरुदेव और उनके तीन चेलों की पूरी कहानी". www.amarujala.com. અમર ઉજાલા (હિંદી દૈનિક). મેળવેલ ૨૧ જુલાઇ ૨૦૨૩. Check date values in:
|date=
(મદદ) - ↑ "બાબા જય ગુરુદેવ આશ્રમ પર વર્ચસ્વ મુદ્દે આરપારની લડાઇ". www.webdunia.com. વેબદુ નિયા. ૦૭ જૂન ૨૦૧૨. મેળવેલ ૨૧ જુલાઇ ૨૦૨૩. Check date values in:
|date=
(મદદ)