તેલીનીલાપુરમ અને તેલુકુંચી પક્ષી અભયારણ્ય
તેલીનીલાપુરમ અને તેલુકુંચી પક્ષી અભયારણ્ય અંગ્રેજી: India International Trade Centre ભારત દેશના આંધ્ર પ્રદેશ રાજ્યના શ્રીકાકુળમ જિલ્લામાં આવેલ એક પક્ષી અભયારણ્ય છે. તેલીનીલાપુરમ શ્રીકાકુળમ ખાતેથી ૬૫ કિલોમીટર જેટલા અંતરે આવેલ તેક્કાલી મંડળનું એક ગામ છે, જ્યારે તેલુકુંચી શ્રીકાકુળમ ખાતેથી ૧૧૫ કિલોમીટર જેટલા અંતરે આવેલ ઇચ્છાપુરમ મંડળનું એક ગામ છે. દર વર્ષે ૩૦૦૦ પેલિકન અને પેઇન્ટેડ સ્ટ્રોક્સ સાઇબિરીયાથી આવી આ ગામો ખાતે સપ્ટેમ્બર દરમિયાન આવે છે અને માર્ચ મહિના સુધી રહે છે.[૧]
આંધ્ર યુનિવર્સિટી ખાતેના સંશોધકોના સંશોધન મુજબ આ યાયાવર પક્ષીઓની અહીંની મુલાકાત અને રોકાણ વિશે સૌપ્રથમ ૧૫ વર્ષ પહેલાં માહિતી મળી હતી, ત્યારે આ પક્ષીઓની સંખ્યા ૧૦૦૦૦ કરતાં વધારે હતી. હાલના સમયમાં આ આંકડો ઘટીને લગભગ ૩૦૦૦ જેટલો થઈ ગયેલ છે.[૨]
માર્ગદર્શન
[ફેરફાર કરો]આ અભયારણ્યથી સૌથી નજીકનું રેલવે સ્ટેશન તેલીનીલપુરમ જવા માટે નૌપાડા (૩ કિલોમીટર) ખાતે આવેલ છે, પણ તેક્કાલી રેલવે સ્ટેશન તેલીનીલપુરમ થી માત્ર ૨.૫ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Sites - Important Bird Areas (IBAs)". Bird Life International. મૂળ માંથી 2014-07-14 પર સંગ્રહિત. મેળવેલ ૧ જુલાઈ ૨૦૧૪. Check date values in:
|access-date=
(મદદ) - ↑ Sumit Bhattacharjee (૧૦ એપ્રિલ ૨૦૦૬). "A 12,000 km flight from Siberia". The Hindu. મૂળ માંથી 2006-04-20 પર સંગ્રહિત. મેળવેલ ૧ જુલાઈ ૨૦૧૪. Check date values in:
|access-date=
(મદદ)