દર્શન જરીવાલા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
દર્શન જરીવાલા
Darshan Jariwala at Premiere of Loins of Punjab Presents.jpg
જન્મની વિગત૨૯ સપ્ટેમ્બર ૧૯૫૭, ૨૯ સપ્ટેમ્બર ૧૯૫૮ Edit this on Wikidata
મુંબઈ Edit this on Wikidata
વ્યવસાયઅભિનેતા, ટેલિવિઝન કલાકાર&Nbsp;Edit this on Wikidata
જીવનસાથીઅપરા મહેતા Edit this on Wikidata
પુરસ્કારરાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર - શ્રેષ્ઠ સહાયક અભિનેતા Edit this on Wikidata

દર્શન જરીવાલા ગુજરાતી ફિલ્મ, ટેલીવિઝન અને નાટક કલાકાર છે. તેઓ "ગાંધી માય ફાધર" નામે આવેલી ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ૨૦૦૭નો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મેળવી ચુક્યા છે.[૧]તેમણે સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન પર ૧૮ ઓક્ટોબર, ૨૦૧૦ થી ૬ સપ્ટેમ્બર, ૨૦૧૨ દરમિયાન પ્રસારિત થઈ ચુકેલ "સાસ બિના સસુરાલ" માં છેદ્દિલાલ ચતુર્વેદીનુ પાત્ર નિભાવ્યુ હતું. ૨૦૧૪માં તેઓએ અભિષેક જૈનની અર્બન ગુજરાતી ફિલ્મ "બે યાર"માં અભિનય કર્યો હતો.

બાયોગ્રાફી[ફેરફાર કરો]

દર્શન જરીવાલા વરીષ્ઠ ગુજરાતી અભિનેત્રી લીલા જરીવાલાના પુત્ર છે. તેઓ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ અભિનય કરી ચુક્યા છે. ગુજરાતી સીરીયલ "નરસિંહ મહેતા"માં તેમનુ નોંધપાત્ર યોગદાન રહ્યુ છે. "ગાંધી માય ફાધર" ફિલ્મે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપાવી છે.

"હથેળી પર બાત", "બાકી,પત્રો મિત્રો", "મૂળરાજ મેન્શન", "આંધળો પાટો" જેવા ગુજરાતી નાટકોમાં તેમણે અભિનય આપ્યો છે. આ ઉપરાંત તેઓ "અંકલ સમઝા કરો" જેવા હિન્દી અને "ગોઈંગ સોલો ૨" નામે અંગ્રેજી નાટકમાં પણ અભિનય કરી ચુક્યા છે.

અંગત જીવન[ફેરફાર કરો]

૧૯૮૦માં તેમણે નાટક ટૅલિવીઝન અભિનેત્રી અપરા મહેતા સાથે વૈવાહિક જીવન શરૂ કર્યુ. તેમને એક પુત્રી પણ છે. ૧૯૮૧માં તેમના માતા-પિતાની ઇચ્છા અનુસરી તેમણે ભવ્ય જલસા સાથે વિવાહ કર્યા.[સંદર્ભ આપો]

ફિલ્મોગ્રાફી[ફેરફાર કરો]

ફિલ્મ રિલીઝ વર્ષ પાત્ર
બે યાર (ગુજરાતી) ૨૦૧૪
મિલિયન ડોલર આર્મ ‍‍‍(હોલિવુડ ફિલ્મ) ૨૦૧૪ વિવેક
ફટા પોસ્ટર નીકલા હિરો ૨૦૧૩ પોલીસ ઇન્સપેક્ટર
હંગામે પે હંગામા ૨૦૧૩ હરિરામ
કમાન્ડો ૨૦૧૩ અખિલેશ સિંહા
અજબ ગજબ લવ ૨૦૧૨ યશવર્ધન ગ્રેવાલ
રાઉડી રાઠોર ૨૦૧૨ કમિશનર
કહાની ૨૦૧૨
જોકર ૨૦૧૨
આરક્ષણ ૨૦૧૨ અનિરુધ્ધ ચૌધરી
ફાલતુ ૨૦૧૧ વિરાની
રક્તચરિત્ર ૨૦૧૦ એસ પી કનૂંગા
રાજનીતિ ૨૦૧૦ રામનાથ રાઇ
પૈયા (તમિલ) ૨૦૧૦
અજબ પ્રેમ કી ગજબ કહાની ૨૦૦૯ શિવ શંકર શર્મા
લાઇફ પાર્ટનર ૨૦૦૯ દર્શન મણિભાઇ પટેલ
વોટ્સ યોર રાશિ ૨૦૦૯ દેવુ પટેલ
રંગ રસિયા ૨૦૦૯
હલ્લા બોલ ૨૦૦૮ ગણપત રાય ગાયકવાડ
સુપરસ્ટાર ૨૦૦૮ એમ જી સક્સેના
આપ કા સૂરુર: ધ રીઅલ લવ સ્ટોરી ૨૦૦૭ ખુરાના
ગાંધી,માય ફાધર ૨૦૦૭ મોહનદાસ કરમચદ ગાંધી
આજા નચ લે ૨૦૦૭ ગુરુ મકરંદ
હનિમૂન પ્રાઇવેટ લિમીટેડ ૨૦૦૭ રામ પ્રસાદ
ગુરુ ૨૦૦૭ આનંદ પાટેકર
સ્ટાઇલ ૨૦૦૨ સરદેસાઈ
પાગલપન ૨૦૦૧

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "55th NATIONAL FILM AWARDS FOR THE YEAR 2007" (PDF). Press Information Bureau (Govt. of India).

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]