દલાલ સ્ટ્રીટ

વિકિપીડિયામાંથી

Coordinates: 18°55′46.08″N 72°49′59.12″E / 18.9294667°N 72.8330889°E / 18.9294667; 72.8330889

દલાલ સ્ટ્રીટનું નિર્દેશક-બોર્ડ

દલાલ સ્ટ્રીટ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ મુંબઈ શહેરનો એક વિસ્તાર છે, જેમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (ફિરોઝ જીજીભોય ટાવર) અને અન્ય કેટલીક શેરબજાર સંબંધિત નાણાકીય કંપનીઓ અને સંસ્થાઓ આવેલ છે. જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ બોમ્બે સમાચાર માર્ગ અને હમામ શેરીને જોડતા માર્ગ પર આ નવી જગ્યા પર ખસેડવામાં આવી હતી, ત્યાર પહેલાં વર્ષ ૧૮૭૪થી આ માર્ગને દલાલ પથ અથવા દલાલ સ્ટ્રીટ નામ વર્ષ આપવામાં આવ્યું હતું.[૧] મરાઠી તેમ જ ગુજરાતી શબ્દ દલાલનો અર્થ ખરીદનાર અને ગ્રાહક વચ્ચેનો માણસ (અંગ્રેજી ભાષામાં બ્રોકર) એવો થાય છે.[૨] ન્યૂયોર્ક શહેરમાં આવેલ વોલ સ્ટ્રીટની જેમ જ દલાલ સ્ટ્રીટ શબ્દનો ઉપયોગ બીએસઈના પર્યાયવાચી શબ્દ તરીકે પણ કેટલીક વખત સમગ્ર ભારતીય નાણાકીય સંસ્થાઓ કરતી હોય છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "बरगद के इस पेड़ के नीचे लगता था शेयर बाजार". News18India.com. ૧૭ મે ૨૦૧૬. મેળવેલ ૦૨ જુન ૨૦૧૮. Check date values in: |access-date= (મદદ)
  2. McGregor, R. S. (૧૯૯૩). Oxford Hindi-English dictionary. Oxford: Oxford University Press. ISBN 978-0-19-864317-3.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]