દિપેશ્વરી ધામ, ઊંટરડા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
દિપેશ્વરી ધામ, આગળનો ભાગ
દિપેશ્વરી ધામનું પ્રવેશદ્વાર
માતાજીના ૨૦૧૨ ના પાટોત્સવની તૈયારી કરતા ગામના લોકો

શ્રી દિપેશ્વરી માતાજીનું મંદિર ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના પશ્ચિમ ભાગમાં આવેલા જૂના ઊંટરડા ગામે આવેલું છે, જે દિપેશ્વરી ધામ તરીકે ઓળખાય છે.

આ મંદિર જૂના ઊંટરડા ગામમાં માઝુમ નદીના કિનારે આવેલું છે. દર રવિવારે શ્રદ્ધાળુઓની અહીં માતાજીના દશનાર્થે આવે છે. મંદિરે દર પૂનમે મેળો ભરાય છે[૧] અને આશરે એક લાખથી પણ વધારે લોકો માતાજીના દર્શનનો લાભ લે છે.

અહિયાં દર રવિવારે અને પૂનમના દિવસે મંદિરે આવતા તમામ લોકો માટે વિનામૂલ્યે ભોજનશાળા પણ ચલાવવામાં આવે છે. દૂરથી આવેલા શ્રાધ્ધાળુઓને રહેવા માટે ધર્મશાળા પણ છે. ખાસ કરીને આખા ચૈત્ર મહિનામાં આ મંદિરે માતાજીના દર્શનનું ખુબ જ મહત્વ માનવામાં આવે છે.[૨]

વૈશાખ સુદ છઠ એ માતાજીના પ્રાગટ્યની તિથી હોવાથી અહિયાં દર વર્ષે વૈશાખ સુદ છઠ ના દિવસે ખુબ જ વિશાળ પાટોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "શ્રી દિપોમાં ની પુનમ ના ફોટા - જુના ઉંટરડા" (અંગ્રેજી માં). Retrieved 2019-03-16. Check date values in: |accessdate= (મદદ)
  2. "Dipeshwari Bhojnalay - Dipeshwari Dham, Untarda". www.untarda.com. Retrieved 2018-11-17. Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]