લખાણ પર જાઓ

દીપક બારડોલીકર

વિકિપીડિયામાંથી
દીપક બારડોલીકર
જન્મમૂસાજી હાફિઝજી
(1925-11-23)23 November 1925
બારડોલી
મૃત્યુ12 December 2019(2019-12-12) (ઉંમર 94)
માન્ચેસ્ટર, યુ.કે.
ઉપનામદીપક બારડોલીકર
વ્યવસાયપત્રકાર, ગઝલકાર, લેખક, ઈતિહાસ સંશોધક
ભાષાગુજરાતી
શિક્ષણમેટ્રિક
નોંધપાત્ર પુરસ્કારોફકીર સુવર્ણ ચંદ્રક (૧૯૯૦, કરાંચી)
જીવનસાથી
ફાતિમા (લ. 1961)
સંતાનો
સહી

દીપક બારડોલીકર (૨૩ નવેમ્બર ૧૯૨૫- ૧૨ ડિસેમ્બર ૨૦૧૯) ગુજરાતી કવિ, લેખક અને પત્રકાર હતા. તેમનો જન્મ ૨૩ નવેમ્બર ૧૯૨૫ના રોજ ગુજરાતના બારડોલીમાં થયો હતો. તેમનું જન્મનું નામ મૂસાજી હાફિઝજી હતું. બાદમાં તેઓ પાકિસ્તાનના કરાચીમાં સ્થાયી થયા હતા. પકિસ્તાનના જાણીતા દૈનિક અખબાર 'ડૉન'ના ગુજરાતી આવૃતિના તંત્રી વિભાગમાં તેઓ લાંબો સમય સેવા આપી ચૂક્યા છે. નિવૃત્તિ બાદ તેઓ યુ.કે.નાં માન્ચેસ્ટર ખાતે સ્થાયી થયા હતા.[][] જ્યાં ૨૦૧૯ની ૧૨મી ડિસેમ્બરે તેમનું અવસાન થયું.

દીપક બારડોલીકરના અત્યાર સુધીમાં કુલ ૨૩ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. ૧૩ જેમાં કવિતાસંગ્રહો, પાંચ ઇતિહાસ–સંશોધન, એક લેખસંગ્રહ, બે ભાગમાં વહેંચાએલી આત્મકથા, એક સંસ્મરણ અને એક સંપાદનનો સમાવેશ થાય છે.[][]

કાવ્ય સંગહો

[ફેરફાર કરો]
  • પરિવેશ
  • મોસમ
  • આમંત્રણ
  • વિશ્વાસ
  • તલબ
  • એની શેરીમાં
  • ગુલમહોરના ઘૂંટ
  • ચંપો અને ચમેલી
  • હવાનાં પગલાં
  • ફુલ્લિયાતે દીપક
  • તડકો તારો
  • પ્યાર
  • રેલો અષાઢનો

ઇતિહાસ–સંશોધન

[ફેરફાર કરો]
  • સુન્ની વહોરા
  • વહોરા વિભૂતિઓ
  • કુરાઅન પરિચય
  • ન્યાયનો દિવસ
  • વાટના દિવા

લેખસંગ્રહ

[ફેરફાર કરો]
  • મેઘધનુષ્ય

આત્મવૃત્તાંત

[ફેરફાર કરો]

આત્મકથા (બે ભાગમાં)

[ફેરફાર કરો]
  • ઉચાળા ખાય છે પાણી (પૂર્વાર્ધ)
  • સાંકળોનો સિતમ (ઉત્તરાર્ધ)

સંસ્મરણો

[ફેરફાર કરો]
  • ગઝલની દુનિયામાં

સંપાદન

[ફેરફાર કરો]
  • વિદેશી ગઝલો (પાકિસ્તાની શાયરોની ગુજરાતી ગઝલો)

પારિતોષિક

[ફેરફાર કરો]
  • ફકીર સુવર્ણ ચંદ્રક (૧૯૯૦) - રંગકલા ગુજરાતી કલ્ચરલ સોસાયટી તરફથી ગુજરાતી ગઝલમાં પ્રદાન અનુસંધાને ગઝલસર્જક વલી મુહમ્મદ ફકીરની યાદમાં અપાતો આ ચંદ્રક ૧૯૯૦માં દીપક બારડોલીકરને ગુજરાતી ગઝલમાં તેમના પ્રદાન માટે એનાયત કરવામાં આવ્યો.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ વ્યાસ, રજની (૨૦૧૨). ગુજરાતની અસ્મિતા (5th આવૃત્તિ). અમદાવાદ: અક્ષરા પ્રકાશન. પૃષ્ઠ ૨૨૬.
  2. ૨.૦ ૨.૧ શર્મા, રાધેશ્યામ (2011). સાક્ષરનો સાક્ષાત્કાર: ૧૮ (1st આવૃત્તિ). અમદાવાદ: રન્નાદે પ્રકાશન. પૃષ્ઠ ૧૩૧-૧૪૦. ISBN 9789381486603.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]