લખાણ પર જાઓ

દીવ કિલ્લો

વિકિપીડિયામાંથી
દીવ કિલ્લો
દીવનો ભાગ
દીવ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ, ભારત
દીવના કિલ્લાનો દરવાજો
દીવનો નકશો, ઇ.સ. ૧૭૨૯
દીવ કિલ્લો is located in India
દીવ કિલ્લો
દીવ કિલ્લો
અક્ષાંશ-રેખાંશ20°42′50″N 70°59′46″E / 20.714°N 70.996°E / 20.714; 70.996
પ્રકારકિલ્લો
સ્થળની માહિતી
આધિપત્યભારત સરકાર
નિયંત્રણ પોર્ટુગલ (૧૬મી સદી - ૧૯૬૧)
 ભારત (૧૯૬૧-)
સ્થિતિખંડિત
સ્થળ ઈતિહાસ
બાંધકામ૧૬મી સદી
બાંધકામ કરનારપોર્ટુગીઝો
બાંધકામ સામગ્રીરેતીયા પથ્થરો અને ચૂનો

દીવ કિલ્લો[૧] ભારતના પશ્ચિમ કિનારે દીવમાં આવેલો એક પોર્ટુગીઝ કિલ્લો છે. ૧૬મી સદી દરમિયાન દીવ ટાપુની પૂર્વીય ટોચ પર પોર્ટુગીઝ ભારતની રક્ષણાત્મક કિલ્લેબંધીના ભાગરૂપે આ કિલ્લો બનાવવામાં આવ્યો હતો. દીવ નગરની સરહદ ધરાવતો આ કિલ્લો ઇ.સ. ૧૫૩૫માં ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને પોર્ટુગીઝોની સંધિ પછી બનાવવામાં આવ્યો હતો, જ્યારે મુઘલ બાદશાહ હુમાયુએ આ પ્રદેશ પર આક્રમણ કર્યું હતું. ૧૫૪૬ સુધી તેને મજબૂત બનાવવામાં આવ્યો હતો. ઇ.સ. ૧૫૩૭થી પોર્ટુગીઝોએ ડિસેમ્બર ૧૯૬૧માં ભારત સરકારે દીવ પાછું મેળવ્યું ત્યાં સુધી આ પ્રદેશ પર શાસન કર્યું હતું. આજે તે દીવનું એક સીમાચિહ્ન છે અને વિશ્વમાં પોર્ટુગીઝ મૂળની સાત અજાયબીઓમાંનો એક છે.

છબીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]