ધાતુ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ધાતુ (metal) એ નક્કોર પદાર્થ છે જે સામાન્ય રીતે કઠણ, અપારદર્શક, ચળકાટયુક્ત અને સારી વિજ કે ઉષ્માવાહકતા ધરાવતો હોય છે. ધાતુ સામાન્ય રીતે ટીપી શકાય તેવી—એટલે કે, તેને ભાંગ્યા કે કાપ્યા વિના ટીપી અથવા દબાવીને તેનો આકાર બદલી શકાય છે—એ જ રીતે તે ઓગાળી શકાય તેવી અને તનનીય—એટલે કે, તેમાંથી તાર ખેંચી શકાય તેવી—હોય છે. આવર્ત કોષ્ટકનાં ૧૧૮માંથી ૯૧ તત્ત્વો ધાતુ છે.