ધાર લોહ સ્તંભ

વિકિપીડિયામાંથી
ધાર લોહ સ્તંભના ટુકડાઓ

ધાર લોહ સ્તંભ ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલ ધાર જિલ્લાના મુખ્યમથક ધાર શહેર ખાતે આવેલ એક વિધ્વંશ હાલતમાં લોખંડનો સ્તંભ છે, જેના તમામ ટુકડાઓનું વજન ૭૩૦૦ કિલો જેટલું, એટલે કે દિલ્હી લોહ સ્તંભ કરતાં લગભગ ૧૦૦૦ કિલોગ્રામ જેટલું વધારે છે. તેનું નિર્માણ અને વ્યુત્પત્તિશાસ્ત્ર વિશે સત્તાવાર રીતે માહિતી નથી, પરંતુ સ્થાનિક સ્ત્રોતો અનુસાર આ ૧૧મી સદી ઈસ્વીસનમાં પરમાર રાજવંશના રાજા ભોજ દ્વારા ઉભો કરવામાં આવેલ વિજય સ્તંભ હતો.[૧]

આધુનિક સમયમાં તેના ત્રણ અંશ ૧૫મી સદીમાં બંધાયેલ લાટ મસ્જિદ નજીકના સ્થિત છે. સ્થાનિક હિંદી ઉપભાષામાં લાટનો અર્થ "સ્તંભ" થાય છે અને મસ્જિદનું નામ આ સ્તંભ પરથી રાખવામાં આવ્યું છે. સ્તંભનો ચોથા ભાગનો અંશ ગુમ થયેલ છે. મૂળભૂત રીતે આ સ્તંભ ઉપરની બાજુથી ચુસ્ત સાંકડો અને નીચલા ભાગમાં વધુ પહોળો હતો, જે ઉપલા અંશનું વજન ઉઠાવવા સક્ષમ હતો. સૌથી નીચેના ભાગનો આડો છેદ (ક્રોસ સેક્શન) ચતુર્ભુજી હતો, મધ્ય ભાગનો આડો છેદ ચતુર્ભુજી અને અષ્ટભુજી તેમ જ સર્વોપરી અષ્ટભુજી પરંતુ ઉપલા ભાગનો આડો છેદ નાનો અને ગોળાકાર હતો. એકંદરે આ ત્રણ અંશની કુલ લંબાઈ ૧૩.૨૧ મીટર (૪૩ ફૂટ ૪ ઇંચ), જે સૂચવે છે કે આ સાબુત સ્તંભ દિલ્હીના લોહ સ્તંભ કરતાં બમણી ઊંચાઈ ધરાવતો હતો. જ્યારે આ સ્તંભ ઉભો કરવામાં આવ્યો, તે સમયે કદાચ વિશ્વમાં સૌથી મોટો ચટકા લગાવેલ (ફોર્જ વેલ્ડીંગ) લોહ સ્તંભ રહ્યો હોવો જોઈએ.[૨]

આ પણ જુઓ[ફેરફાર કરો]

  • લોહ સ્તંભ, દિલ્હી

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Balasubramaniam, R. (2002). "A new study of the Dhar iron pillar સંગ્રહિત ૨૦૧૫-૦૭-૦૬ ના રોજ વેબેક મશિન" (PDF). Indian Journal of History of Science 37: 115–151.
  2. "Portraits of a Nation: History of Ancient India: History," Kamlesh Kapur, pp. 367, Sterling Publishers Pvt Ltd, ISBN 9788120792333